Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

મુખ્યમંત્રીએ ભૂતાનના રાજવીને કચ્છની વિશ્વ પ્રસિદ્ધ ભૂજોડી શાલ સ્મૃતિ રૂપે ભેટ કરી

Gujarat: ભૂતાનના રાજા જીગ્મે ખેસર નામગ્યેલ વાંગચૂક અને વડાપ્રધાન શેરિંગ તોબગે અત્યારે ત્રણ દિવસ માટે ગુજરાત (Gujarat)ના પ્રવાસે આવ્યા છે. નોંધનીય છે કે, ગુજરાત ત્રણ દિવસીય પ્રવાસ દરમિયાન અમદાવાદ પધારેલા ભૂતાનના રાજા જીગ્મે ખેસર નામગ્યેલ વાંગચૂક (Jigme Khesar Namgyel Wangchuck)...
મુખ્યમંત્રીએ ભૂતાનના રાજવીને કચ્છની વિશ્વ પ્રસિદ્ધ ભૂજોડી શાલ સ્મૃતિ રૂપે ભેટ કરી
Advertisement

Gujarat: ભૂતાનના રાજા જીગ્મે ખેસર નામગ્યેલ વાંગચૂક અને વડાપ્રધાન શેરિંગ તોબગે અત્યારે ત્રણ દિવસ માટે ગુજરાત (Gujarat)ના પ્રવાસે આવ્યા છે. નોંધનીય છે કે, ગુજરાત ત્રણ દિવસીય પ્રવાસ દરમિયાન અમદાવાદ પધારેલા ભૂતાનના રાજા જીગ્મે ખેસર નામગ્યેલ વાંગચૂક (Jigme Khesar Namgyel Wangchuck) તથા વડાપ્રધાન શેરિંગ તોબગે (Tshering Tobgay)ના સન્માનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ (Bhupendra Patel)એ સ્નેહ ભોજનનું આયોજન કર્યું હતું. મુખ્યમંત્રી અને ભૂતાન રાજવીએ આ ભોજન બેઠક દરમિયાનની વાતચીતમાં ગુજરાત ભૂતાન વચ્ચે પરસ્પર વ્યાપારિક અને સાંસ્કૃતિક સંબંધો વધુ ગાઢ બનાવવા અંગે વિચાર વિમર્શ કર્યો હતો.

Advertisement

રાજવીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની પણ મુલાકાત લીધી

નોંધનીય છે કે, પ્રોટોકોલ રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્મા, મુખ્યસચિવ રાજકુમાર તેમજ વરિષ્ઠ સચિવો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીએ ભૂતાનના રાજવીને કચ્છની સમૃદ્ધ અને વિશ્વ પ્રસિદ્ધ પરંપરાગત હસ્તકલા કારીગરી એવી રોગાન કલાની પ્રતિકૃતિ તેમજ ભૂજોડી શાલ ગુજરાત પ્રવાસની સ્મૃતિ ભેટ રૂપે અર્પણ કરી હતી. ભૂતાનના રાજા જીગ્મે ખેસર નામગ્યેલ વાંગચૂક અને વડાપ્રધાન શેરિંગ તોબગે ગુજરાત (Gujarat)માં ત્રણ દિવસ માટે રોકાવાના છે. ગુજરાતના પ્રવાસ દરમિયાન ભૂતાનના રાજા જીગ્મે ખેસર નામગ્યેલ વાંગચૂક અને વડાપ્રધાન શેરિંગ તોબગે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત પણ લીધી હતી.

Advertisement

ભૂતાનના રાજવી ત્રણ દિવસ ગુજરાતની મુલાકાતે

નોંધનીય છે કે, વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા જોઈને ભૂતાનના રાજા જીગ્મે ખેસર નામગ્યેલ વાંગચૂક અને વડાપ્રધાન શેરિંગ તોબગે બન્ને ચોંકી ગયા હતા. ઉલ્લેખનીય છે કે, ભૂતાનના રાજા મહોદય સાથે સાથે તેમનું પ્રતિનિધિ મંડળ પણ મુલાકાત માટે હાજર રહ્યું હતું. ગુજરાતમાં આવતા દરેક લોકોને ગુજરાત પસંદ આવી જાય છે. અહીં આવતા વિદેશી મંત્રીઓ કે પ્રધાનોને ગુજરાતીઓનો આવકાર મીઠો લાગે છે. ભૂતાનના રાજા અને પ્રધાનમંત્રી પણ ગુજરાત આવીને આનંદીત થઈ ગયા હતા. જેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમની મુલાકાત માટે પહોંચ્યા હતા..

આ પણ વાંચો: Surat એરપોર્ટ ઉપરથી એક યુવકને કસ્ટમ પોલીસે GOLD સાથે ઝડપી કાર્યવાહી હાથ ધરી

આ પણ વાંચો: ભારતની અર્થવ્યવસ્થાને લઇને આવ્યા સારા સમાચાર, સંરક્ષણ નિકાસમાં બનાવ્યો નવો રેકોર્ડ

આ પણ વાંચો: Gujarat માં છેલ્લા 22 કલાકમાં 161 તાલુકામાં વરસાદ ખાબક્યો, કેટલાય ડેમ થયો ઓવરફ્લો

Tags :
Advertisement

.

×