Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો ખેડૂત હિતલક્ષી નિર્ણય

ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રની કુલ ૬૦ હજાર એકરથી વધુ ખેતીલાયક જમીનને નર્મદા જળથી સિંચાઈનો લાભ
gujarat   મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો ખેડૂત હિતલક્ષી નિર્ણય
Advertisement
  • Gujarat: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રને તા. 30 જૂન ૨૦૨૫ સુધી ૩૦,૬૮૯ MCFT નર્મદાનું પાણી સિંચાઈ અને પીવાના ઉપયોગ માટે અપાશે
  •  ઉત્તર ગુજરાતના ૯૫૦થી વધુ તળાવો તથા સૌરાષ્ટ્રના ૨૪૩ તળાવો અને ૧૮૨૦ ચેકડેમમાં નર્મદા જળ અપાશે.
  •  ૬૦ હજાર એકરથી વધુ ખેતીલાયક વિસ્તારને સિંચાઈનો લાભ મળશે.       

             

Gujarat : મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel)_ઉનાળાની ઋતુ દરમિયાન બહોળા પ્રમાણમાં પાકનું વાવેતર થઈ શકે તે માટે ચેકડેમ - તળાવ ભરવા સાથે લોકોને પીવાના પાણીની સમસ્યા પણ ન રહે તેવો જન હિતકારી અભિગમ નર્મદા જળ વિતરણ(Narmada water distribution)થી અપનાવ્યો છે.

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ(CM Bhupendra Patel)_ સમક્ષ ઉતર ગુજરાત અને સૌરાષ્ટ્ર વિસ્તારના કિસાનો - અગ્રણીઓ દ્વારા કરાયેલી

Advertisement

રજૂઆતોનો સંવેદનાત્મક પ્રતિસાદ આપતા તેમણે આ ખેડૂત હિતલક્ષી નિર્ણય કર્યો 

મુખ્યમંત્રીશ્રીએ તા. ૩૦મી જુન ૨૦૨૫ સુધી નર્મદાનું ૩૦,૬૮૯ MCFT પાણી ઉત્તર ગુજરાત(North Gujarat) અને સૌરાષ્ટ્ર વિસ્તારો માટે ફાળવવાનો નિર્ણય કર્યો છે.

Advertisement

તદઅનુસાર, ઉત્તર ગુજરાત માટે નર્મદાનું ૧૪૫૩૯ MCFT અને સૌરાષ્ટ્ર માટે ૧૬૧૫૦ MCFT પાણી આપવામાં આવશે.

નર્મદા મુખ્ય નહેર આધારિત ઉદ્ધવહન પાઇપલાઇન મારફતે ઉત્તર ગુજરાતના ૯૫૦થી વધુ તળાવો અને સુજલામ સુફલામ સ્પ્રેન્ડીંગ કેનાલથી આ પાણી પુરક સિંચાઈ અને પીવાના હેતુસર અપાશે. એટલું જ નહીં સૌરાષ્ટ્ર વિસ્તારના ૨૪૩ તળાવો અને ૧૮૨૦ ચેકડેમમાં નર્મદા જળ પહોંચાડવામાં આવશે.

મુખ્યમંત્રીશ્રીના આ નિર્ણયને પરિણામે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રની કુલ ૬૦ હજાર એકરથી વધુ ખેતીલાયક જમીનને નર્મદા જળથી સિંચાઈનો લાભ મળતો થશે

આ પણ વાંચો: World Preeclampsia Day : પ્રી-એક્લેમ્પસિયા વિશે જાગૃતિ લાવવા ડો. રાકેશ જોષીએ જણાવી ખાસ વાત

Tags :
Advertisement

.

×