Gujarat: શક્તિસિંહ ગોહિલે દુષ્કર્મ, હીરા મંદી, કૌભાંડ સહિતના મુદ્દે ભાજપને ઘેરી
- જે પરિસ્થિતિ ગુજરાતની છે તે કેમેરા જોઈ રહ્યા છે: શક્તિસિંહ ગોહિલ
- માત્ર પબ્લિસિટી સ્ટંટ કરવાના બદલે સરકારની આ જવાબદારી છે
- સુરતની સુરત ખરાબ કે રીતે થઈ તે વિચારવા જેવી બાબત
Suratમાં ઓલ ઇન્ડિયા કોંગ્રેસના મહામંત્રી અને રાજ્યસભાના સાંસદ મુકુલ વાસનીકની પત્રકાર પરિષદ યોજાઇ છે. જેમાં પત્રકાર પરિષદમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ પણ ઉપસ્થિત રહ્યાં છે. ઉપરાંત વિધાનસભાના વિપક્ષ નેતા અમિત ચાવડાની હાજરીમાં ગુજરાત કોંગ્રેસ પ્રદેશના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે દુષ્કર્મ, હીરા મંદી, કૌભાંડ સહિતના મુદ્દે ભાજપ (BJP)ને ઘેરી છે.
જે પરિસ્થિતિ ગુજરાતની છે તે કેમેરા જોઈ રહ્યા છે
શક્તિસિંહ ગોહિલે ભાજપ પર પ્રહાર કરતા જણાવ્યું છે કે જે પરિસ્થિતિ ગુજરાતની છે તે કેમેરા જોઈ રહ્યા છે. સ્વામિનારાયણ ભગવાનની કર્મભૂમિ ગુજરાત છે જેમાં ગુજરાત (Gujarat) માં શાંતિ અને કાયદો વ્યવસ્થા અવ્વલ નંબરની રહેતી હતી. દેશમાં ગુજરાતની વ્યવસ્થા વખણાતી હતી. રાત્રે દીકરી સાયકલ પર ઘરે જતી હતી. ત્યારે હવે બળાત્કારની ઘટનાઓ ગુજરાતમાં બની રહી છે. આ પ્રકારની કાયદો વ્યવસ્થાની સ્થિતિ ગુજરાતમાં ક્યારેય ન્હોતી. ગરીબ પરિવારની નાની ફૂલ જેવી દીકરી પર બળાત્કાર થયો છે. રાક્ષસી કૃત્ય કરતા શરમજનક ઘટના બની છે. ઝારખંડમાંથી કોંગ્રેસના મિનિસ્ટર આવી આર્થિક સહાય અને દુઃખમાં ભાગીદાર થાય છે પરંતુ ભાજપ (BJP)ના એક પણ મંત્રી આવીને ઊભા નહી રહ્યાં તે દુઃખની વાત છે.
આ પણ વાંચો: Surat: હીરા ઉદ્યોગમાં મંદી વચ્ચે વધુ એકનો આપઘાત, કાપોદ્રામાં રત્નકલાકારે ગળે ફાંસો ખાધો
માત્ર પબ્લિસિટી સ્ટંટ કરવાના બદલે સરકારની આ જવાબદારી છે
માત્ર પબ્લિસિટી સ્ટંટ કરવાના બદલે સરકારની આ જવાબદારી છે. સુરત (Surat) ગુજરાતની આર્થિક રાજધાની છે. દૂર દૂરથી અહીં મહેનતકશ લોકો આવી મહેનત કરે છે. સુરતીઓએ દૂધમાં સાકર ભળે તે પ્રમાણે કામ કર્યું છે છતાં સુરતની સુરત ખરાબ કે રીતે થઈ તે વિચારવા જેવી બાબત છે. સુરતના હીરાની દુનિયામાં નામના હતી જેમાં અમેરિકાના રાષ્ટ્રપતિને પીએમ મોદીએ સિંથેટિક ડાયમંડ આપ્યો હતો. ભારતમાં ડુપ્લીકેટ લેબગ્રોન ડાયમંડ બની રહ્યા છે. સિંથેટિક ડાયમંડને બ્રેક નહીં મારો તો ખરાબ પરિસ્થિ થશે જે મંદીનું કારણ છે. રશિયાના ડાયમંડના વિરોધ જી8 કરી રહ્યો છે. આખા દેશમાં સૌથી વધુ ડ્રગ્સ ગુજરાતમાંથી પકડાય છે જે ભાજપની હપ્તાખોરીનું કારણ છે. તેમજ ચૂંટણીમાં ગુંડાઓની મદદ લેવામાં આવે છે. તેમજ નિટની પરીક્ષામાં પેપર ફોડવામાં ભાજપ (BJP)નો નેતા હતા. તેમજ સાબરકાંઠામાં કરોડોનું કોભાંડ કર્યું તેનું જોડાણ ભાજપ સાથે મળી આવ્યું છે. સુરતના ડાયમંડ ઉદ્યોગમાં લાગતી બ્રેક પર શક્તિસિંહે પ્રહાર કરતા જણાવ્યું છે કે ભારતમાં ડુપ્લીકેટ લેબગ્રોન ડાયમંડ બની રહ્યા છે. તેમજ BZ ગ્રુપના કરોડોના કૌભાંડ પર શક્તિસિંહે ભાજપ સરકાર સામે આક્ષેપ કરતા જણાવ્યું કે સાબરકાંઠામાં કરોડોનું કૌભાંડ ભાજપ સાથે મળીને કરવામાં આવ્યું છે.
સ્થાનિક સ્વરાજ્યની આગામી ચૂંટણીમાં લઈ તૈયારીઓ શરૂ કરવામાં આવી
ભાજપ (BJP)માં કોઈનો વરઘોડો નીકળ્યો ? જેમાં ખ્યાતિ હોસ્પિટલ જેવું કાંડ થાય તેવામાં કોઈનો વરઘોડો નીકળ્યો ? જેમાં ભાજપની બેવડી નીતિ છે. બાંગ્લાદેશમાં ઉદભવેલી પરિસ્થિતિને કારણે સુરતના ટેક્સટાઇલ્સ ઉદ્યોગને ફાયદો થયો નહિતર પરિસ્થિતિ ખરાબ હોત. સતાપક્ષે સંસદ ખોરવી નથી,તેવું કહેવામાં આવ્યું છે. છ દિવસ સુધી રાજ્યસભાનું કામ ચાલવામાં દેવામાં આવ્યું નથી,જે સત્તાપક્ષનું કૃત્ય છે. અમોને અસત્ય વાત કરવાની ટેવ નથી. ભાજપ જે કોઈ સજા કરવા માંગે તે માટે અમે તૈયાર છીએ. સ્થાનિક સ્વરાજ્યની આગામી ચૂંટણીમાં લઈ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે જેમાં ભાજપ એટલે બડકા જૂઠાણું પાર્ટી તેવું કહી શક્તિસિંહે ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે.
આ પણ વાંચો: Gandhinagar: આંદોલન પર ઉતર્યા વિદ્યાસહાયકોના ઉમેદવારો, જગ્યા વધારવા કરી રહ્યાં છે માંગ