Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat Election : પેટા ચૂંટણીનાં પડઘમ તેજ, કડી-વિસાવદર મતદારોની યાદી તૈયાર, વાંચો વિગત

કડી વિધાનસભા મતવિસ્તારમાં 152 પુરુષ અને 224 મહિલા મતદારોનાં વધારા સાથે કુલ 376 મતદારોનો વધારો થયો છે.
gujarat election   પેટા ચૂંટણીનાં પડઘમ તેજ  કડી વિસાવદર મતદારોની યાદી તૈયાર  વાંચો વિગત
Advertisement
  1. કડી અને વિસાવદર વિધાનસભા મતવિસ્તારની આખરી મતદાર યાદી પ્રસિધ્ધ (Gujarat Election)
  2. કડી વિધાનસભા મતવિસ્તારમાં 376 મતદારોના વધારા સાથે કુલ 2.89 લાખ મતદાર
  3. વિસાવદર વિધાનસભા મતવિસ્તારમાં 185 મતદારોના વધારા સાથે કુલ 2.61 લાખ મતદાર

Gujarat Election : આગામી સમયમાં યોજાનાર ગુજરાતની 24-કડી વિધાનસભા (અ.જા.) અને 87– વિસાવદર વિધાનસભા બેઠકની ચૂંટણીની (Visavdar Assembly By-Election) તૈયારીઓનાં ભાગરૂપે 05 મે, 2025 નાં રોજ બંને વિધાનસભા મતવિસ્તારની આખરી મતદાર યાદી પ્રસિધ્ધ કરવામાં આવી છે, જેમાં કડી વિધાનસભા મતવિસ્તારમાં (Kadi Assembly By-Election) 152 પુરુષ અને 224 મહિલા મતદારોનાં વધારા સાથે કુલ 376 મતદારોનો વધારો થયો છે. વિસાવદર વિધાનસભા મતવિસ્તારમાં 24 પુરુષ અને 160 મહિલા તથા 01 ત્રીજી જાતિનાં મતદારનાં વધારા સાથે કુલ 185 મતદારોનો વધારો થયો છે. બંને મતવિસ્તારના મળી કુલ 561 મતદારોનો વધારો (Final Voter List) નોંધાયો છે.

કડી અને વિસાવદર વિધાનસભામાં મતદાર યાદી તૈયારી

ગુજરાત રાજ્યમાં ખાલી પડેલી મહેસાણા જિલ્લાની (Mehsana) 24-કડી (અ.જા.) વિધાનસભા મતવિસ્તારમાં આખરી મતદારયાદી પ્રમાણે 1,49,719 પુરુષ, 1,40,023 મહિલા અને ત્રીજી જાતિના 4 મળી કુલ 2,89,746 મતદારો નોંધાયા છે. જ્યારે, જુનાગઢ જિલ્લાની 87-વિસાવદર વિધાનસભા મતવિસ્તારમાં આખરી મતદારયાદી પ્રમાણે 1,35,597 પુરુષ, 1,25,451 મહિલા અને ત્રીજી જાતિનાં 4 મળી કુલ 2,61,052 મતદારો નોંધાયા છે.

Advertisement

 આ પણ વાંચો - Bharuch : ધો.12 સામાન્ય પ્રવાહનું 93.33 ટકા પરિણામ, જાણો વિજ્ઞાન પ્રવાહનું કેવું રહ્યું રિઝલ્ટ ?

Advertisement

ચૂંટણી પંચની મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા ઝુંબેશ

ઉલ્લેખનીય છે કે, ભારતના ચૂંટણી પંચ (Election Commission of India) દ્વારા મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત 01 એપ્રિલ, 2025 ના રોજ 18 વર્ષ પૂર્ણ કરનાર મતદારોનો સમાવેશ કરવા અને ક્ષતિરહિત અદ્યતન મતદાર યાદી તૈયાર કરવા ચૂંટણી પંચ દ્વારા મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. જે અંતર્ગત 08 એપ્રિલ, 2025 ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલી મુસદ્દા મતદાર યાદી મુજબ કડી વિધાનસભા મતવિસ્તારમાં (Kadi Assembly By-Election) કુલ 2,89,370 જ્યારે વિસાવદર વિધાનસભા મતવિસ્તારમાં કુલ 2,60,867 મતદારો નોંધાયા હતા.

 આ પણ વાંચો - Weather Forecast : આજે આ જિલ્લાઓમાં વાતાવરણ એ મારી 'ગુલાંટ'! જાણો આગાહી

વાંધો હોય તો અહીં આપીલ કરી શકે છે મતદાર

મુખ્ય નિર્વાચન અધિકારી હારીત શુકલાએ જણાવ્યું હતું કે, ખાસ સંક્ષિપ્ત સુધારણા ઝુંબેશમાં મતદાર નોંધણી અધિકારી દ્વારા કરવામાં આવેલા નિર્ણય સામે કોઈ મતદારને વાંધો હોય તો મતદાર નોંધણી અધિકારીના નિર્ણય વિરૂદ્ધ The Representation of the People Act, 1950 ની કલમ-24 તેમ જ The Registration of Electors Rules-1960 ના નિયમ-27 મુજબ સંબંધિત જિલ્લા ચૂંટણી અધિકારીને (Gujarat Election) અપીલ કરી શકાશે.

 આ પણ વાંચો - Surat:ગુજરાત બોર્ડનું ધો. 12 નું પરિણામ જાહેર થતા વિદ્યાર્થીઓએ ગરબા રમીને કરી ઉજવણી

Tags :
Advertisement

.

×