સુરતથી ભાવનગર સુધી ખેડૂતોમાં નારાજગી! કહ્યું - આ પેકેજથી ઉદ્ધાર થવાનો નથી
- Farmers unhappy with relief package
- સરકારના રાહત પેકેજ અંગે ખેડૂતો (Farmers) માં અસંતોષની લાગણી
- ખેડૂત પ્રમુખ રમેશ પટેલે પેકેજને ગણાવ્યું લોલીપોપ સમાન
- અસરગ્રસ્ત ખેડૂતોને એક લાખ સુધીની સહાય ચૂકવવા માગ
- સરકારના રાહત પેકેજથી નુકશાનની ભરપાઈ અશક્ય: ખેડૂતો
- ભાવનગર જિલ્લાના ખેડૂતોએ કહ્યું કે આ પકેજ સામાન્ય છે
- કેન્દ્ર સરકાર પણ રાહત પેકેજ જાહેર કરે તો ખેડૂતો પાક નુકસાનથી બહાર આવી શકે
Farmers unhappy with relief package : રાજ્ય સરકારે કમોસમી માવઠાના કારણે ખેડૂતોને થયેલા ભારે નુકસાનને ધ્યાને રાખી 10 હજાર કરોડના રાહત પેકેજની જાહેરાત કરી છે. સરકારનો આ પ્રયાસ ખેતીના ક્ષેત્રમાં સહાય પહોંચાડવાનો હતો, પરંતુ ખેડૂતો (farmers) માં આ પેકેજને લઈને મિશ્રભાવ જોવા મળી રહ્યા છે. સુરત અને દક્ષિણ ગુજરાતના ખેડૂત સમાજમાં આ પેકેજને “લોલીપોપ” ગણાવાની ભાવના વ્યાપી છે, જ્યારે ભાવનગરમાં ખેડૂતો આ પેકેજને ઓછું અને અપૂરતું ગણાવી રહ્યા છે.
સુરતમાં ખેડૂતોની નારાજગી
સુરતમાં ખેડૂતોના ખાતામાં એક લાખ રૂપિયાનું સહાય મળે તેની આશા રાખીને તેઓ બેઠા હતા. તેની સામે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી સહાય ઘણી ઓછી હોવાનું ખેડૂતો કહી રહ્યા છે. તેમની સ્પષ્ટ માંગ છે કે તેમને એક લાખ સુધીની સહાય ચૂકવવામાં આવે. જોકે, વિસ્તાર મુજબ અસરગ્રસ્ત ખેડૂતોની સંખ્યા 4,000 થી વધુ છે અને તેમને ડાંગર, શેરડી, શાકભાજી સહિત અન્ય પાકોમાં ભારે નુકસાન થયું છે. ખેડૂતોના પ્રતિસાદ પ્રમાણે, એક લાખ સુધીની સહાય તેમનો નુકસાન પૂરતો નથી. ખેડૂતોના પ્રતિનિધિ અને ખેડૂત સમાજના પ્રમુખ રમેશ પટેલે આ પેકેજને “લોલીપોપ” ગણાવ્યું છે અને કહ્યું કે, આ પેકેજથી ખેડૂતોનું ઉદ્ધાર થવાનું નથી. જણાવી દઇએ કે, કમોસમી માવઠાના કારણે થયેલ નુકસાન અંગે મહિલા ખેડૂતની આંખો ભરાઈ આવી છે. તેમનું માનવું છે કે, આ પેકેજની જાહેરાતમાં નુકસાનની સંપૂર્ણ ભરપાઈ શક્ય નથી. ખેડૂતોએ તાત્કાલિક ઓફલાઇન સર્વે કરવામાં આવવું અને અસરગ્રસ્ત ખેડૂતોને ઝડપી સહાય આપવામાં આવવી જોઈએ તેવી માંગ કરી છે.
ભાવનગરના farmers માં મિશ્ર પ્રતિસાદ
ભાવનગર જિલ્લામાં પણ સહાય પેકેજને લઇને ખેડૂતો (farmers) નો મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો છે. મોટાભાગના ખેડૂતોનો મત છે કે પેકેજ સામાન્ય છે અને નુકસાનની પૂરતી થઇ શકે તેમ નથી. ખાસ કરીને, મગ, પશુપાલન અને ખેત મજૂરોને આ પેકેજમાં પૂરતી પ્રાધાન્યતા આપવામાં આવી નથી. ખેડૂતોનું કહેવું છે કે, કેન્દ્ર સરકાર પણ જો સહાય પેકેજ જાહેર કરે તો તેઓ પાક નુકસાનથી બહાર આવી શકે છે. બીજી તરફ રાજ્ય સરકારનો દ્રષ્ટિકોણ અર્થતંત્રમાં ખેતીને પ્રોત્સાહિત કરવાનો છે. જનમુખે ચર્ચાઇ રહ્યું છે કે, સહાય પેકેજ હેઠળ ખેડૂતોના ખાતામાં સહાય ચૂકવવાની જાહેરાત કરી, પરંતુ આ પેકેજ મુજબ પ્રત્યેક ખેડૂતને યોગ્ય અને પૂરતી સહાય ન પહોંચવી, સરકારની નીતિ પર પ્રશ્ન ઊભો કરે છે. ખેડૂતોના અનુભવ અનુસાર, આ પેકેજ માત્ર જાહેરાતમાં મોટું દેખાય છે પરંતુ વાસ્તવિક જીવનમાં તેની અસર ઓછી છે.
આ પણ વાંચો : Gujarat Relief Package : રાજ્ય સરકારના સહાય પેકેજ સામે ભાજપ નેતાને જ વાંધો!


