Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Ahmedabad Census: વસ્તી ગણતરીનો પ્રથમ તબક્કો, હાઉસ લિસ્ટિંગ કામગીરી શરૂ

અમદાવાદ શહેરની ભવિષ્યની રૂપરેખા તૈયાર કરવા માટે આજથી એક મહત્વપૂર્ણ ડ્રાઈવ શરૂ થઈ છે. 13,000થી વધુ કર્મચારીઓ શહેરના ખૂણે-ખૂણે ફરીને તમારા ઘરની પ્રાથમિક વિગતો અને સુવિધાઓની નોંધણી કરી રહ્યા છે. આ પ્રક્રિયામાં કઈ મહત્વની બાબતોનું ધ્યાન રાખવું અને તમારી માહિતી કેટલી સુરક્ષિત છે તે અંગે જાણવું ખૂબ જ જરૂરી છે.
ahmedabad census  વસ્તી ગણતરીનો પ્રથમ તબક્કો  હાઉસ લિસ્ટિંગ કામગીરી શરૂ
Advertisement

Ahmedabad Census: અમદાવાદ શહેરમાં વસ્તી ગણતરી (Census 2026) ના પ્રથમ તબક્કા અંતર્ગત આજે હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસની કામગીરીનો સત્તાવાર રીતે પ્રારંભ થયો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવેલી આ મેગા ડ્રાઈવમાં સમગ્ર શહેરને આવરી લેવામાં આવશે. શહેરમાં અંદાજે 10,700 બ્લોક તૈયાર કરવામાં આવ્યા છે, જ્યાં આ કામગીરી સઘન રીતે પૂર્ણ કરવામાં આવશે.

Ahmedabad: પાયાની સુવિધાઓની માહિતી નોંધવામાં આવશે

આ મહત્વપૂર્ણ કામગીરી માટે 13,000 થી વધુ ગણતરીદારો (Enumerators) અને સુપરવાઇઝરોની ખાસ ટીમ મેદાનમાં ઉતારવામાં આવી છે. આ ટીમો દ્વારા દરેક મકાનનું નંબરિંગ કરવામાં આવશે, સાથે જ વિસ્તારના નકશા નિર્માણ અને ઘરોની યાદી તૈયાર કરવામાં આવશે. આ પ્રક્રિયા દરમિયાન દરેક પરિવારના વડા અને સભ્યોની પ્રાથમિક વિગતો એકત્રિત કરવામાં આવશે. આ સાથે જ ઘરોમાં ઉપલબ્ધ પાણી, વીજળી અને શૌચાલય જેવી પાયાની સુવિધાઓ અંગેની માહિતી પણ નોંધવામાં આવશે.

Advertisement

ગણતરીદારોને સંપૂર્ણ સહકાર આપવા અપીલ

AMC દ્વારા શહેરના નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ આ કામગીરીમાં ગણતરીદારોને સંપૂર્ણ સહકાર આપે. નાગરિકોએ કામગીરીમાં આવતા અધિકારીઓના ઓળખપત્રની ચકાસણી કરવી અને તેમને સાચી માહિતી આપવી. આ સમગ્ર પ્રક્રિયા 'સેન્સસ એક્ટ 1948' (Census Act 1948) હેઠળ હાથ ધરવામાં આવી રહી છે, જેથી નાગરિકોની તમામ માહિતી સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવશે. આ વસ્તી ગણતરી શહેરના આયોજન અને ભવિષ્યની સુવિધાઓના નિર્ધારણ માટે પાયાની કામગીરી સાબિત થશે.

Advertisement

આ પણ વાંચો: GSEB board exam: GSEB દ્વારા પૂરક પરીક્ષા માટે હેલ્પલાઇન નંબર જાહેર, વિદ્યાર્થીઓની સહાય માટે 1800 233 5500 પર કોલ કરી શકશે

Tags :
Advertisement

.

×