Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Bhavnagar: ગારીયાધારના નિવૃત્ત આર્મીમેનનું ભવ્ય સ્વાગત, રતનવાવના મનોજભાઈ પરમારનું ગામલોકોએ કર્યું સન્માન

દેશની સરહદો પર ખડેપહેરે રહીને લાંબા વર્ષો સુધી પોતાની ફરજ બજાવ્યા બાદ જ્યારે કોઈ સૈનિક પોતાના વતન પાછો ફરે છે, ત્યારે તેનું સન્માન સમગ્ર સમાજ માટે ગર્વની ક્ષણ બની જાય છે. ભાવનગરના એક ગ્રામીણ વિસ્તારમાં સેનાના નિવૃત્ત જવાનના સ્વાગતમાં અનોખો ઉત્સાહ જોવા મળ્યો, જ્યાં ગ્રામજનોએ એકત્ર થઈને દેશભક્તિની મિસાલો કાયમ કરી અને જવાનની સેવાને બિરદાવી હતી.
bhavnagar  ગારીયાધારના નિવૃત્ત આર્મીમેનનું ભવ્ય સ્વાગત  રતનવાવના મનોજભાઈ પરમારનું ગામલોકોએ કર્યું સન્માન
Advertisement

Bhavnagar Army Retiree Welcome: ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકામાં આવેલા રતનવાવ ગામે આજે દેશભક્તિ અને ઉત્સાહનો એક અનોખો જ માહોલ જોવા મળ્યો હતો. ભારતીય સેનામાં 17 વર્ષ સુધી પોતાની ઉત્કૃષ્ટ, નિષ્ઠાવાન અને ગૌરવપૂર્ણ સેવાઓ બજાવીને નિવૃત્ત થયેલા જવાન મનોજભાઈ પરમાર જ્યારે પોતાના વતન રતનવાવ પરત ફર્યા, ત્યારે સમગ્ર ગામ દ્વારા તેમનું હર્ષોલ્લાસભેર અને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. દેશની રક્ષા માટે પોતાના જીવનના શ્રેષ્ઠ વર્ષો સમર્પિત કરનાર આ પરાક્રમી સૈનિકના સ્વાગત માટે આખું ગામ એકામ થઈ ગયું હતું.

Tags :
Advertisement

.

×