Bhavnagar: વરસાદી સંકટ સામે તંત્રની આ તૈયારીઓ તેજ, 30 જવાનો સાથે NDRF ની ટીમ તૈનાત
ભાવનગર જિલ્લામાં આગામી દિવસોમાં ભારે વરસાદની શક્યતા વચ્ચે વહીવટીતંત્ર કમર કસી રહ્યું છે. સંભવિત જોખમોને ઘટાડવા અને નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ડિઝાસ્ટર પ્લાનિંગથી લઈને ખાસ હેલ્પલાઇન નંબરો સુધીની વ્યવસ્થા કરવામાં આવી છે.
Advertisement
Bhavnagar Rain Alert: હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં ભાવનગર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા સેવાઈ રહી છે. આ સ્થિતિને પહોંચી વળવા માટે જિલ્લા વહીવટી તંત્ર (District Administration) અત્યારથી જ ‘એલર્ટ મોડ’ પર આવી ગયું છે. જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ આપત્તિ વ્યવસ્થાપન વિભાગ દ્વારા સઘન આયોજન કરવામાં આવ્યું છે.

