Chhotaudepur: અંધશ્રદ્ધાનો કરુણ અંત, તાંત્રિક વિધિના વહેમમાં પાડોશીએ કરી મહિલાની હત્યા
છોટાઉદેપુરના કંડા ગામે અંધશ્રદ્ધાના કારણે એક પરિવાર ઉજ્જડ થયો છે. પાડોશીએ માત્ર તાંત્રિક વિધિના વહેમમાં આવીને 55 વર્ષીય મહિલાની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરી નાખી. મોડી રાત્રે બનેલી આ ઘટનાથી સમગ્ર પંથકમાં શોકની સાથે સાથે રોષની લાગણી જન્મી છે.
Advertisement
Chhotaudepur Murder Case: છોટાઉદેપુર જિલ્લાના કદવાલ પોલીસ સ્ટેશનની હદમાં આવતા કંડા ગામમાં અંધશ્રદ્ધાએ એક નિર્દોષ મહિલાનો ભોગ લીધો છે. ગામમાં રહેતી ૫૫ વર્ષીય મીનાબેન પરમારની તેના જ પાડોશીએ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી ઘાતકી હત્યા કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ ઘટના પાછળનું કારણ તાંત્રિક વિધિ (Black Magic) અને મેલી વિદ્યાનો વહેમ હોવાનું સામે આવતા લોકો સ્તબ્ધ થઈ ગયા છે.

