Dahod: સગીરા સાથે દુષ્કર્મ આચરનાર કૌટુંબિક ભાઈને 20 વર્ષની સજા
કૌટુંબિક સંબંધોને કલંકિત કરનાર એક ગંભીર કેસમાં દાહોદની લીમખેડા પોક્સો કોર્ટે કડક ન્યાય તોળ્યો છે. ધાનપુરની એક સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી જઈ દુષ્કર્મ આચરનાર નરાધમને 20 વર્ષની લાંબી જેલની સજા ફટકારવામાં આવી છે. કોર્ટે માત્ર સજા જ નહીં, પરંતુ પીડિતાને 6 લાખનું વળતર અપાવી ન્યાયપૂર્ણ દાખલો બેસાડ્યો છે.
Advertisement
Dahod POCSO Court Verdict: દાહોદ જિલ્લાના ધાનપુર (Dhanpur) પંથકમાં બનેલી સગીરા સાથેના અપહરણ અને દુષ્કર્મની એક અત્યંત શરમજનક ઘટનામાં લીમખેડાની સ્પેશિયલ પોક્સો કોર્ટ (Special POCSO Court) દ્વારા ન્યાયપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો છે. આ કેસમાં કૌટુંબિક સંબંધોને લાંછન લગાડનાર આરોપીને કોર્ટે 20 વર્ષની આકરી કેદની સજા ફટકારી છે.

