Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Dangs heavy rain: અનરાધાર વરસાદથી ગીરા ધોધે ધારણ કર્યું રૌદ્ર સ્વરૂપ!, લોકોને સાવચેત રહેવા અપીલ

પ્રકૃતિના ખોળે વસેલા ડાંગ જિલ્લામાં હાલ મેઘરાજાએ મન મૂકીને વરસવાનું શરૂ કર્યું છે. ડાંગના ગીરા ધોધે એવું તો રૌદ્ર અને ભવ્ય સ્વરૂપ ધારણ કર્યું છે કે તેને જોવા માટે પ્રવાસીઓ ઉમટી પડ્યા છે. જોકે, આ સુંદરતાની સાથે સાથે નદીઓમાં પૂરનું જોખમ પણ વધ્યું છે. નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકો માટે તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
dangs heavy rain  અનરાધાર વરસાદથી ગીરા ધોધે ધારણ કર્યું રૌદ્ર સ્વરૂપ   લોકોને સાવચેત રહેવા અપીલ
Advertisement

Dangs heavy rain: ડાંગ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી વરસી રહેલા અનરાધાર વરસાદે સમગ્ર વિસ્તારનું વાતાવરણ બદલી નાખ્યું છે. ડાંગના આદિવાસી પટ્ટામાં ચોમાસાની મજા અને સજા બંને સાથે જોવા મળી રહી છે. ડાંગનું ગૌરવ ગણાતા અને પ્રવાસીઓના મનપસંદ એવા ગીરા ધોધે હાલમાં ખૂબ જ રૌદ્ર અને ભવ્ય સ્વરૂપ ધારણ કર્યું છે. ધોધનું પાણી એટલા વેગથી નીચે પડી રહ્યું છે કે તેની ગર્જના દૂર-દૂર સુધી સંભળાઈ રહી છે.

Tags :
Advertisement

.

×