Banaskantha: દિયોદરના રૈયા ગામે પરિવાર પર જીવલેણ હુમલો, સાસરિયા પક્ષ પર યુવતીના અપહરણનો આરોપ
Banaskantha News: બનાસકાંઠાના દિયોદર (Diodar) પંથકના રૈયા ગામે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં એક પરિવાર પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાના અહેવાલ છે. આ હુમલામાં માતા અને પુત્ર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
Banaskantha News: એક યુવતીનું અપહરણ કરાયું
ઘટનાની વિગતો મુજબ, કેટલાક શખ્સો દ્વારા એકાએક હુમલો કરવામાં આવ્યો હતો અને આ દરમિયાન એક યુવતીનું અપહરણ (Kidnapping) કરી તેને અજાણી કારમાં બેસાડીને લઈ જવામાં આવી હોવાના ગંભીર આરોપો લાગ્યા છે. પરિવારજનોએ સીધો આક્ષેપ કર્યો છે કે, સાસરિયા પક્ષના લોકો આ હુમલા અને અપહરણ પાછળ જવાબદાર છે.
પોલીસે કાર્યવાહી હાથ ધરી
અપહરણના આ મામલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. પરિવારના સભ્યોએ પોલીસમાં કરેલી ફરિયાદના આધારે તપાસની દિશા નક્કી કરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા અજાણી કાર અને આરોપીઓને પકડી પાડવા માટે નાકાબંધી સહિતના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. શું આ ઘટના પાછળ કોઈ જૂની અદાવત કે અન્ય કારણો છે, તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. હાલ સમગ્ર વિસ્તારમાં આ ઘટનાને લઈને ભય અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો: Rajubhai Shukla Rajya Sabha Candidate: RSS ના પાયાના કાર્યકર જશે રાજ્યસભા, જાણો રાજકીય સફર


