Electricity line compensation: વીજ લાઈન મુદ્દે સરકારનો નિર્ણય, CM અને જગદીશભાઈ વિશ્વકર્મા નિર્ણયને આવકાર દાયક ગણાવ્યો
ખેડૂતો માટે રાજ્ય સરકારે એક ઐતિહાસિક અને આવકારદાયક નિર્ણય લીધો છે. હવે વીજ લાઈન કે ટાવરના વળતર માટે ખેડૂતોને બજાર ભાવના બમણા દરે ચૂકવણી કરવામાં આવશે. પંચમહાલના શહેરા ખાતે જગદીશભાઈ વિશ્વકર્માએ આને ઐતિહાસિક ગણાવતા સરકારનો આભાર માન્યો હતો, તો બીજી તરફ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને સ્પષ્ટ કર્યું છે
Advertisement
Electricity line compensation: રાજ્ય સરકાર દ્વારા વીજ લાઈન અને ટાવરના વળતર અંગે લેવામાં આવેલો નિર્ણય ખેડૂતો માટે ખરા અર્થમાં ઐતિહાસિક સાબિત થઈ રહ્યો છે. પંચમહાલ જિલ્લાના શહેરા ખાતે મીડિયા સાથે વાત કરતા જગદીશભાઈ વિશ્વકર્માએ આ નિર્ણયને ખેડૂત હિતમાં લેવાયેલું શ્રેષ્ઠ પગલું ગણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ખેડૂતોની લાંબા સમયની રજૂઆતને ધ્યાનમાં રાખીને સરકારે જંત્રીના બદલે બજાર આધારિત વળતર આપવાનો જે નિર્ણય લીધો છે, તે ખેડૂતોની આર્થિક સ્થિતિમાં સુધારો લાવશે. તેમણે આ સંવેદનશીલ નિર્ણય બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને તેમની સમગ્ર ટીમનો ભાજપ પક્ષ વતી આભાર વ્યક્ત કર્યો હતો.

