Basketball World Cup Qualifiers: અમદાવાદમાં 'FIBA બાસ્કેટબોલ વર્લ્ડ કપ ક્વોલિફાયર્સ'નો શાનદાર પ્રારંભ
અમદાવાદના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં FIBA બાસ્કેટબોલ વર્લ્ડ કપ 2027 એશિયન ક્વોલિફાયર્સનો પ્રારંભ થયો છે. 2 જુલાઈએ ભારતનો કતાર સામે અને 5 જુલાઈએ લેબનોન સામે મુકાબલો છે. તાજેતરમાં સફળતાપૂર્વક યોજાયેલ વોલીબોલ કપ બાદ અમદાવાદ સ્પોર્ટ્સ હબ તરીકે વધુ એક સિદ્ધિ હાંસલ કરી રહ્યું છે.
Advertisement
Basketball World Cup Qualifiers: અમદાવાદ શહેર ફરી એકવાર આંતરરાષ્ટ્રીય રમતગમતના કેન્દ્ર તરીકે ઉભરી રહ્યું છે. નારણપુરા ખાતેના અત્યાધુનિક વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં 'ફિબા (FIBA) બાસ્કેટબોલ વર્લ્ડ કપ 2027 એશિયન ક્વોલિફાયર્સ – વિન્ડો 3' નો ભવ્ય પ્રારંભ થયો છે. ભારતની પુરુષ બાસ્કેટબોલ ટીમ આ ટુર્નામેન્ટમાં એશિયાના બે દિગ્ગજ દેશો, કતાર અને લેબનોન સામે પોતાની તાકાત બતાવશે.

