Assam: પૂર રાહત માટે ગૌતમ અદાણીનું 11 કરોડનું મોટું યોગદાન, મુખ્યમંત્રીએ કરી પ્રશંસા
આસામમાં આવેલા કુદરતી આપત્તિના સંકટ સમયે ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. રાજ્ય સરકારના રાહત ભંડોળમાં કરોડો રૂપિયાનું અનુદાન આપવાની સાથે અદાણી ફાઉન્ડેશનની ટીમોએ જમીની સ્તરે ઉતરીને પૂરગ્રસ્ત પરિવારો સુધી સીધી મદદ પહોંચાડવાનું શરૂ કર્યું છે. આ સામુદાયિક પહેલથી હજારો લોકોને કપરા સમયમાં મોટી રાહત મળી રહી છે.
Advertisement
Assam Flood Relief: આસામ (Assam) રાજ્યમાં આવેલા ભયાનક પૂરે સર્જેલી તારાજી વચ્ચે રાહત અને પુનર્વસન માટે દેશભરમાંથી મદદના હાથ લંબાઈ રહ્યા છે. આ કઠિન સમયમાં અદાણી ગ્રૂપ (Adani Group) ના ચેરમેન ગૌતમ અદાણી (Gautam Adani) દ્વારા આસામના પૂર પ્રભાવિત વિસ્તારો માટે મુખ્યમંત્રી રાહત નિધિમાં (CM Relief Fund) 11 કરોડ રૂપિયાનું ઉદારતાપૂર્વક માતબર યોગદાન આપવામાં આવ્યું છે. આસામના મુખ્યમંત્રી ડૉ. હિમંત બિસ્વા શર્મા (Himanta Biswa Sarma) એ સોશિયલ મીડિયા પર આ સહાયની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે આ આર્થિક સહયોગ રાજ્ય સરકારના રાહત અભિયાનને વધુ મજબૂત બનાવશે.

