Gujarat Heavy rainfall: રાજ્યના 140 તાલુકાઓમાં વરસાદ, સૌથી વધુ માંગરોળમાં 10 ઈંચ વરસાદ
ગુજરાતમાં મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી છે. રાજ્યના 140 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે, જેમાં માંગરોળમાં સૌથી વધુ 10 ઈંચ વરસાદ નોંધાયો છે. કેશોદ, માણાવદર અને સુત્રાપાડા જેવા અનેક વિસ્તારોમાં 7 થી 9 ઈંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.
Advertisement
Gujarat Heavy rainfall: ગુજરાત રાજ્યમાં ચોમાસાની સીઝન પૂરજોશમાં જામી છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજ્યના ૧૪૦ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે, જેમાં સૌરાષ્ટ્ર પંથકમાં મેઘરાજાએ સૌથી વધુ જોર બતાવ્યું છે. માંગરોળમાં ૧૦ ઈંચ જેટલો તોફાની વરસાદ ખાબકતા ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા છે અને સામાન્ય જનજીવન પર તેની અસર પડી છે.

