Gujarat Rain Alert: આગામી 48 કલાકમાં ગુજરાતમાં મૂશળધાર વરસાદની આગાહી
ગુજરાત પર કુદરતનો પ્રકોપ વરસવા જઈ રહ્યો છે. આગામી 48 કલાક રાજ્ય માટે અત્યંત સંવેદનશીલ છે, કારણ કે એકસાથે છ શક્તિશાળી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. દક્ષિણ ગુજરાતથી લઈને સૌરાષ્ટ્રના કાંઠા સુધી જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાવાની ભીતિ છે.
Advertisement
Gujarat heavy rain alert: ગુજરાત રાજ્ય હાલમાં કુદરતી આફતના ભય હેઠળ છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 48 કલાક દરિયાકાંઠાના જિલ્લાઓ માટે અત્યંત જોખમી સાબિત થઈ શકે છે. રાજ્ય પર એકસાથે છ શક્તિશાળી વરસાદી સિસ્ટમ - જેમાં ઓફ-શોર ટ્રફ, શેયર્ડ ઝોન, સિઝનલ ટ્રફ, અપર એર સર્ક્યુલેશન અને બંગાળની ખાડીમાં લો-પ્રેશરનો સમાવેશ થાય છે - તે એકસાથે સક્રિય થઈ છે. આ તમામ સિસ્ટમો ગુજરાત તરફ ભેજવાળા પવનો ખેંચી રહી હોવાથી જળબંબાકાર જેવી સ્થિતિ ઊભી થવાની પ્રબળ શક્યતા છે.

