Rajkot: જેતપુરમાં કાયદો વ્યાવસ્થાની ઉડ્યા લીરેલીરા, જાહેરમાં ચપ્પુના ઘા મારી યુવકની કરપીણ હત્યા
જેતપુરના કણકીયા પ્લોટ વિસ્તારમાં કમલેશ વાઘેલા નામના યુવકની અજાણ્યા શખ્સો દ્વારા છરીના ઘા મારીને કરપીણ હત્યા કરી દેવાઈ છે. આ સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. હત્યાનું ચોક્કસ કારણ હજુ અકબંધ છે.
Advertisement
Rajkot Jetpur Murder Case: રાજકોટ જિલ્લાના જેતપુર શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉભા કરતી એક ઘટના સામે આવી છે. શહેરના કણકીયા પ્લોટ વિસ્તારમાં રહેતા કમલેશ વાઘેલા નામના યુવકની અજાણ્યા શખ્સો દ્વારા છરીના ઘા મારીને ઘાતકી હત્યા કરી દેવામાં આવતા જેતપુર પંથકમાં ચકચાર મચી ગઈ છે.

