Jamnagar Tragedy: જોડિયાના ટીંબડી ગામે બની કરુણ ઘટના, કરંટ લાગતા શ્રમિક માતા-પુત્રનું મોત
જામનગરના જોડિયાના ટીંબડી ગામે વાડી વિસ્તારમાં વીજ કરંટ લાગતા માતા અને દોઢ વર્ષના પુત્રનું કરૂણ મોત નિપજ્યું છે. ગીતાબેન નાયક અને તેમના માસૂમ બાળકને હોસ્પિટલ લઈ જવાયા હતા, પરંતુ ત્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આ દુર્ઘટના બાદ જોડિયા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
Advertisement
Jamnagar Tragedy: જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના ટીંબડી ગામે આજે એક અત્યંત હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં એક શ્રમિક પરિવારની માતા અને તેના દોઢ વર્ષના પુત્રએ વીજ કરંટ લાગવાથી પોતાનો જીવ ગુમાવ્યો છે. આ કરૂણ અકસ્માતને પગલે સમગ્ર ગામમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

