પોરબંદરની લાગણીઓ જોડાયેલી
આ મુલાકાત ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે, કારણ કે અર્જુનભાઈ મોઢવાડિયા પોરબંદરના ધારાસભ્ય છે, અને જૂહી ચાવલાનો પોરબંદર સાથે ખૂબ જ જૂનો અને સીધો સંબંધ છે. જૂહી ચાવલાના પતિ અને દેશના નામાંકિત ઉદ્યોગપતિ જય મહેતાનું મૂળ વતન પોરબંદર છે. આ સંબંધોને કારણે જ્યારે પણ જૂહી ચાવલા ગુજરાત આવે છે, ત્યારે પોરબંદરની લાગણીઓ હંમેશા તેમની સાથે જોડાયેલી રહે છે.
સ્વર્ણિમ સંકુલની અભિનેત્રીએ મુલાકાત કરી
સ્વર્ણિમ સંકુલમાં જ્યારે અભિનેત્રીનું આગમન થયું ત્યારે ત્યાં હાજર સરકારી અધિકારીઓ અને કર્મચારીઓમાં પણ તેમને જોવા માટે આતુરતા જોવા મળી હતી. પોતાની આ મુલાકાત દરમિયાન જૂહી ચાવલાએ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા સાથે વિવિધ વિષયો પર ચર્ચા કરી હતી. રાજકીય ગલીયારામાં આ મુલાકાત માત્ર શુભેચ્છા મુલાકાત તરીકે જોવામાં આવી રહી છે, પરંતુ પોરબંદરના વિકાસ અને અન્ય સામાજિક બાબતોને લઈને પણ અનૌપચારિક વાતચીત થઈ હોવાની શક્યતાઓ નકારી શકાય નહીં.
Juhi Chawla at Sachivalaya: જૂહી ચાવલાનો પોરબંદર પ્રેમ
જૂહી ચાવલા અવારનવાર વિવિધ સામાજિક કાર્યો અને પર્યાવરણને લગતી જાગૃતિ માટે ગુજરાત આવતા હોય છે. આ મુલાકાત બાદ હવે લોકોમાં એવી ચર્ચા છે કે શું આગામી સમયમાં અભિનેત્રી પોરબંદરના વિકાસ માટે કોઈ ખાસ પ્રોજેક્ટમાં રસ દાખવી શકે છે? જોકે, હાલ તો આ મુલાકાતને માત્ર એક શુભેચ્છા મુલાકાત તરીકે જ ગણવામાં આવી રહી છે, પરંતુ જૂહી ચાવલાના પોરબંદર પ્રેમની આ વાત સોશિયલ મીડિયા પર ખૂબ જ ચર્ચાઈ રહી છે.
આ પણ વાંચો: Surendranagar: પાટડીના મધ્યાહન ભોજનના અનાજમાં જીવાત, બાળકો બિમાર પડશે તો કોની જવાબદારી?