Junagadh: સગીરા પર દુષ્કર્મ આચરનાર GRD જવાન ઝડપાયો, ઇન્સ્ટાગ્રામથી મિત્રતા કેળવી કર્યું કુકર્મ
ઇન્સ્ટાગ્રામની મિત્રતા ક્યારેક જીવલેણ બની શકે છે, જે જૂનાગઢના કેશોદમાં સાબિત થયું છે. એક GRD જવાન તરીકે ફરજ બજાવતા શખ્સે સગીરાને પ્રેમજાળમાં ફસાવી તેના ન્યૂડ ફોટા વાયરલ કરવાની ધમકી આપીને વર્ષો સુધી તેનું શોષણ કર્યું. સગીરા પુખ્ત થતા જ આ આખી ઘટનાનો ઘટસ્ફોટ થયો છે.
Advertisement
Junagadh Minor Rape Case: જૂનાગઢ જિલ્લાના કેશોદ (Keshod) પંથકમાંથી એક અત્યંત શરમજનક અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. પોરબંદરના ઊંટડા (Untada) ગામના રહેવાસી અને GRD જવાન અરમાન મકવાણા (Arman Makwana) એ એક સગીરાને પ્રેમજાળમાં ફસાવી તેની સાથે વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

