Junagadh: માંગરોળમાં મેઘતાંડવ, 'ન્યૂ સાગર સોસાયટી' જળબંબાકાર, તંત્રની નિષ્ક્રિયતા સામે લોકોમાં આક્રોશ
માંગરોળના ન્યૂ સાગર સોસાયટીમાં પડેલા ભારે વરસાદ બાદ સર્જાયેલી સ્થિતિ તંત્રની નિષ્ફળતાની સાક્ષી પૂરે છે. ઘરોમાં ભરાયેલા પાણી અને લોકોની બરબાદ થયેલી ઘરવખરી એ વાતનો પુરાવો છે કે પાણીના નિકાલ માટેના દાવાઓ માત્ર કાગળ પર જ હતા. શું સ્થાનિક વહીવટીતંત્ર સમયસર જાગશે કે પછી આવી આફતોનો સામનો કરવા સ્થાનિકોએ લાચાર રહેવું પડશે? આ આક્રોશ પાછળનું સત્ય જાણવા માટે સંપૂર્ણ રિપોર્ટ વાંચો.
Advertisement
Junagadh Mangrol rainfall: જૂનાગઢ જિલ્લાના માંગરોળ પંથકમાં છેલ્લા કેટલાક સમયથી મેઘરાજાએ ધબધબાટી બોલાવતા સામાન્ય જનજીવન ભારે પ્રભાવિત થયું છે. અવિરત વરસી રહેલા વરસાદને કારણે માંગરોળની ન્યૂ સાગર સોસાયટીમાં સ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે. અહીંના ઘરોમાં ગળાડૂબ પાણી ભરાઈ જતા સ્થાનિકોની હાલત કફોડી થઈ છે. ‘ગુજરાત ફર્સ્ટ’ ની ટીમ દ્વારા ગ્રાઉન્ડ ઝીરોથી કરવામાં આવેલા રિપોર્ટિંગમાં સામે આવ્યું છે કે, રહીશો પોતાના ઘરોમાં કેદ થઈ ગયા છે અને જીવનજરૂરી ચીજવસ્તુઓ મેળવવામાં પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.

