Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Morari Bapu Relief Aid: પ્રાકૃતિક આપદામાં મૃતકો માટે મોરારિબાપુની સંવેદના, CM રાહત ભંડોળમાં 4 લાખ અર્પણ

કુદરતી પ્રકોપનો ભોગ બનેલા અનેક પરિવારો માટે તલગાજરડાના કથાકાર મોરારિબાપુએ સંવેદનાનો હાથ લંબાવ્યો છે. વાવાઝોડા અને પૂર જેવી આફતોમાં જીવ ગુમાવનારા લોકોના પરિવારો માટે બાપુએ લાખો રૂપિયાની આર્થિક સહાય સીધી મુખ્યમંત્રી રાહત ભંડોળમાં અર્પણ કરી છે. આ જઘન્ય આફત સમયે બાપુની આ મદદ પીડિત પરિવારો માટે એક મોટું પીઠબળ બની રહેશે
morari bapu relief aid  પ્રાકૃતિક આપદામાં મૃતકો માટે મોરારિબાપુની સંવેદના  cm રાહત ભંડોળમાં 4 લાખ અર્પણ
Advertisement

Morari Bapu Relief Aid: દેશમાં સર્જાયેલી કુદરતી આફતો સામે માનવતાની મદદ માટે જાણીતા કથાકાર શ્રી મોરારિબાપુ (Morari Bapu) ફરી એકવાર આગળ આવ્યા છે. છેલ્લા કેટલાક સમયથી ઉત્તરપ્રદેશ (Uttar Pradesh), પશ્ચિમ બંગાળ (West Bengal) અને બિહાર (Bihar) જેવા રાજ્યોમાં વાવાઝોડા, મુશળધાર વરસાદ, પૂર અને વીજળી પડવા જેવી કુદરતી આપદાઓ (Natural Disasters) ને કારણે જનજીવન ભારે પ્રભાવિત થયું છે. આ દુર્ઘટનાઓમાં અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, જેનાથી સમગ્ર દેશમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.

Morari Bapu એ મોટી સહાયની જાહેરાત કરી

આ કપરા કાળમાં પીડિત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા મોરારિબાપુએ શ્રી ચિત્રકુટધામ તલગાજરડા (Chitrakutdham Talaja) ના માધ્યમથી મોટી સહાયની જાહેરાત કરી છે. બાપુ દ્વારા કુલ રૂપિયા 4 લાખની સંવેદના સહાય (Compassionate Aid) અર્પણ કરવામાં આવી છે. આ સહાયની ફાળવણી અંગે વિગતો આપતા જણાવાયું છે કે, ઉત્તરપ્રદેશના અસરગ્રસ્તો માટે રૂપિયા ૨ લાખ, પશ્ચિમ બંગાળ માટે રૂપિયા 1 લાખ અને બિહાર રાજ્ય માટે રૂપિયા 1 લાખની સહાય નક્કી કરવામાં આવી છે.

Advertisement

તમામ રકમ મુખ્યમંત્રી રાહત ભંડોળમાં જમા 

આ તમામ રકમ જે તે રાજ્યના મુખ્યમંત્રી રાહત ભંડોળ (Chief Minister's Relief Fund) માં જમા કરાવી દેવામાં આવી છે, જેથી તે રકમ સીધી રીતે પીડિત પરિવારોના વારસદારો સુધી પહોંચી શકે. શ્રી મોરારિબાપુએ આ તમામ મૃતકોને ભાવપૂર્ણ શ્રધ્ધાંજલિ (Homage) અર્પણ કરી છે અને ઈશ્વરને પ્રાર્થના કરી છે કે તેઓ આ પરિવારોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે. બાપુની આ મદદ માત્ર આર્થિક નથી, પરંતુ એક સાંત્વનારૂપ છે જે મુસીબતના સમયમાં લોકોના આસું લૂછવાનો પ્રયત્ન કરે છે. અગાઉ પણ બાપુ આવી રીતે દેશમાં જ્યારે જ્યારે કુદરતી આફતો આવી છે, ત્યારે તેમણે સંવેદના સાથે સહાયનો હાથ લંબાવ્યો છે.

Advertisement

આ પણ વાંચો: GSEB board exam: GSEB દ્વારા પૂરક પરીક્ષા માટે હેલ્પલાઇન નંબર જાહેર, વિદ્યાર્થીઓની સહાય માટે 1800 233 5500 પર કોલ કરી શકશે

Tags :
Advertisement

.

×