Kutch: મુન્દ્રામાં કરોડોની ઓઇલ ચોરી ઝડપાઇ, પોલીસે કરી 11 આરોપીઓની અટકાયત
કચ્છના મુન્દ્રામાં લાંબા સમયથી ધમધમતા એક મોટા કાળા કારોબાર પર આખરે તવાઈ બોલાવવામાં આવી છે. કરોડો રૂપિયાના ઓઇલનો ખેલ ખેલતા માફિયાઓ એસએમસીના સપાટામાં આવી ગયા છે. રાતોરાત પડેલા દરોડામાં કરોડોનો મુદ્દામાલ અને અનેક લોકો પકડાયા છે, જ્યારે મુખ્ય ખેલાડીઓ હજુ પણ ફરાર છે.
Advertisement
Kutch Mundra oil theft scam: કચ્છ જિલ્લો હંમેશા તેના ઔદ્યોગિક અને બંદરના વિકાસ માટે જાણીતો છે, પરંતુ આ વિકાસની સાથે કેટલાક ગેરકાયદેસર કારોબાર પણ પાંગર્યા હોવાની ઘટનાઓ સમયાંતરે સામે આવતી રહે છે. પશ્ચિમ કચ્છના મુન્દ્રા તાલુકામાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા એક અત્યંત મોટી અને સફળ કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં કરોડો રૂપિયાની ઓઇલ ચોરીના એક મસમોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. મુન્દ્રાના રતાડિયા સીમ વિસ્તારમાં ચાલતા આ ગોરખધંધા પર દરોડા પાડીને પોલીસે ઓઇલ માફિયાઓની કમર તોડી નાખી છે.

