Nadiad: હાથીદાંતની તસ્કરીનો પર્દાફાશ, 30 લાખનો મુદ્દામાલ ઝડપાયો
ખેડાના નડિયાદમાં એક મહિલા પાસેથી લાખો રૂપિયાના હાથીદાંતના આર્ટિકલ્સ મળી આવતા વન્યજીવ સુરક્ષા સામે ફરી પ્રશ્નો ઉભા થયા છે. એસઓજીની સતર્કતાને કારણે તસ્કરીનું આ નેટવર્ક તો પકડાયું છે, પરંતુ આટલી મોટી માત્રામાં હાથીદાંતનો જથ્થો ક્યાંથી આવ્યો અને તેની પાછળ કયા મોટા માથાઓનો હાથ છે
Advertisement
Nadiad Ivory Smuggling: ખેડા જિલ્લાના નડિયાદમાં વન્યજીવ સંરક્ષણ કાયદાના ઉલ્લંઘનનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. નડિયાદ રૂરલ પોલીસ હદમાં એસઓજી (SOG) ખેડા-નડિયાદની ટીમે બાતમીના આધારે કાર્યવાહી કરીને હાથીદાંતની ગેરકાયદેસર તસ્કરી કરતા એક મહિલાને રંગે હાથે ઝડપી પાડી છે.

