Gandhinagar: SMC ના ગાંધીનગરમાં દરોડા, કોબા પાસેથી વિદેશી દારૂનો 19 લાખથી વધુનો જથ્થો પકડ્યો
ગાંધીનગરના કોબા વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલની આકસ્મિક રેડે દારૂના કાળા કારોબારનો પર્દાફાશ કર્યો છે. એક ડાલામાંથી લાખો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપાતા તંત્ર હરકતમાં આવ્યું છે. પોલીસની પકડમાંથી કારમાં સવાર આરોપીઓ ફરાર થવામાં સફળ રહ્યા છે, પરંતુ 3 ની ધરપકડ બાદ અનેક ચોંકાવનારી વિગતો બહાર આવવાની શક્યતા છે.
Advertisement
SMC Raid Gandhinagar: ગાંધીનગરના કોબા (Koba) વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (State Monitoring Cell) દ્વારા દારૂના હેરાફેરી કરનારાઓ વિરુદ્ધ આકસ્મિક દરોડા પાડવામાં આવ્યા હતા. આ કાર્યવાહીમાં પોલીસને મોટી સફળતા મળી છે અને લાખો રૂપિયાનો વિદેશી દારૂ (Foreign Liquor) પકડાયો છે.

