Surat: પાંડેસરામાં જાહેરમાં બે રાઉન્ડ ફાયરિંગથી ફફડાટ, આરોપી અવધેશ પાંડે ફરાર
સુરતના પાંડેસરામાં થયેલા ફાયરિંગે સુરક્ષા વ્યવસ્થા સામે પ્રશ્નો ઉભા કર્યા છે. માત્ર એક જૂની માથાકૂટમાં વ્યક્તિને ડરાવવા માટે હવામાં ફાયરિંગ કરવું એ ગંભીર અપરાધ છે. અત્યારે સમગ્ર વિસ્તારમાં પોલીસનો સઘન બંદોબસ્ત છે અને આરોપીને પકડવા માટે તપાસ તેજ કરવામાં આવી છે.
Advertisement
Surat Pandesara firing incident: સુરતના પાંડેસરા [Pandesara] વિસ્તારમાં આજે ફાયરિંગની એક સનસનીખેજ ઘટના સામે આવતા ભારે અફરાતફરી મચી ગઈ હતી. જાહેરમાં બે રાઉન્ડ હવામાં ફાયરિંગ કરીને આરોપી અવધેશ પાંડે [Awadhesh Pandey] એ વિસ્તારમાં દહેશત ફેલાવી હતી. આ સમગ્ર ઘટના રજનીકાંત ઉર્ફે મોનું જ્ઞાન શંકર શર્માને ડરાવવા અને ધમકાવવાના ઈરાદે કરવામાં આવી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

