Surendranagar: SOGએ શંકાસ્પદ સિમેન્ટના જથ્થા સાથે બે દબોચ્યા, 10 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત
સુરેન્દ્રનગરના સાયલા હાઈવે પર આવેલી નાગરાજ હોટલ પોલીસની કાર્યવાહીથી ચર્ચાનું કેન્દ્ર બની છે. SOG દ્વારા હાથ ધરાયેલા દરોડામાં 10 લાખથી વધુની કિંમતનો શંકાસ્પદ સિમેન્ટનો જથ્થો મળી આવતા સિમેન્ટ માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. હોટલ માલિક અને ટેન્કર ચાલકની ધરપકડ
Advertisement
Surendranagar SOG Raid: સુરેન્દ્રનગર SOG ટીમ દ્વારા સાયલા (Sayla) તાલુકામાં કરવામાં આવેલા દરોડામાં શંકાસ્પદ સિમેન્ટના જથ્થાનું મોટું કૌભાંડ સામે આવ્યું છે. સાયલાના હાઈવે પર આવેલી નાગરાજ હોટલ (Nagraj Hotel) માંથી પોલીસે દરોડા પાડીને ગેરકાયદેસર રીતે સંગ્રહાયેલ સિમેન્ટનો મોટો જથ્થો કબજે કર્યો છે.

