New Vavol Gandhinagar: પ્રધાનમંત્રી આવાસમાં રહેતા લાભાર્થીને 4.97 લાખનું વીજ બિલ ફટકારાયું
ન્યૂ વાવોલ વિસ્તારમાં આવેલી પ્રધાનમંત્રી આવાસ યોજનામાં એક એવી ઘટના સામે આવી છે, જેણે તમામને અચરજમાં મૂકી દીધા છે. એક સામાન્ય પરિવાર, જે માત્ર ઘરગથ્થુ વીજ વપરાશ કરે છે, તેને અચાનક 4.97 લાખ રૂપિયાનું વીજ બિલ પકડાવવામાં આવ્યું છે. આ આંકડો વાંચીને પરિવારના હોશ ઉડી ગયા છે.
Advertisement
UGVCL electricity bill error New Vavol : ગાંધીનગરના ન્યૂ વાવોલ વિસ્તારમાં આવેલી પ્રધાનમંત્રી આવાસ યોજનામાં રહેતા એક લાભાર્થીને UGVCL દ્વારા મોટો આર્થિક આંચકો આપવામાં આવ્યો છે. સામાન્ય રીતે ઘરગથ્થુ વપરાશ કરતા આ લાભાર્થીને જ્યારે 4,97,420.38 રૂપિયાનું વીજ બિલ મળ્યું, ત્યારે તેમના પરિવારના હોશ ઉડી ગયા હતા. આટલી મોટી રકમનું બિલ જોઈને લાભાર્થીએ ભારે આશ્ચર્ય અને રોષ વ્યક્ત કર્યો છે.

