Vadodara: ડભોઈમાં પોલીસ પર હુમલો, 11 શખ્સો સામે ગુનો નોંધાયો
ડભોઈના મહુડી ભાગોળમાં પોલીસ જવાનો પર થયેલો જીવલેણ હુમલો કાયદો અને વ્યવસ્થા માટે ગંભીર પડકાર છે. આરોપીઓએ પોતાની ધરપકડ કે કાર્યવાહીના ડરથી પોલીસને જ નિશાન બનાવી હતી. વહીવટી તંત્ર દ્વારા આ મામલે કડક વલણ અપનાવવામાં આવ્યું છે અને 11 જેટલા નામજોગ આરોપીઓ સામે ગુનો નોંધાયો છે.
Advertisement
Vadodara Dabhoi Police Attack: વડોદરા જિલ્લાના ડભોઈ [Dabhoi] શહેરના મહુડી ભાગોળ વિસ્તારમાં ફરજ પરના પોલીસ કર્મચારીઓ પર હુમલો થયાની ઘટના સામે આવતા ભારે ચકચાર મચી જવા પામી છે. સરકારી દવાખાના પાસે પોલીસ પોતાની ફરજ બજાવી રહી હતી, ત્યારે અચાનક ટોળાએ તેમના પર હુમલો કરી દીધો હતો.

