Valsad: સુથારપાડામાં બેકાબુ ટ્રકે મચાવ્યો આતંક, 10 વાહનોને લીધા અડફેટે, એકનું મોત, 5 વ્યક્તિ ઘાયલ
વલસાડના સુથારપાડામાં સર્જાયેલા એક ગમખ્વાર અકસ્માતે સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાવી દીધી છે. બેકાબુ બનેલી ટ્રકે દુકાનને ધડાકાભેર ટક્કર મારતા અને અનેક વાહનોને કચડી નાખતા એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે. પાંચ ઈજાગ્રસ્તો હોસ્પિટલમાં દાખલ કરાયા છે.
Advertisement
Valsad Accident: વલસાડના સુથારપાડા (Sutharpada) વિસ્તારમાં બુધવારે બપોરે એક ભયાનક અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં એક બેકાબુ ટ્રકે ભારે તબાહી મચાવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, પુરપાટ ઝડપે આવી રહેલી એક ટ્રકના ચાલકે અચાનક સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવી દેતા વાહન સીધું જ રસ્તાની બાજુમાં આવેલી એક દુકાનમાં ઘૂસી ગયું હતું. આ અકસ્માત એટલો જોરદાર હતો કે ટ્રકે માત્ર દુકાનને જ નહીં, પરંતુ રસ્તાની કિનારે પાર્ક કરીને રાખેલા 10 જેટલા નાના-મોટા વાહનોને પણ પોતાની અડફેટે લીધા હતા.

