Valsad: નવનિર્મિત ઓવરબ્રિજ બન્યો જોખમી, 10 દિવસમાં જ પડ્યા મસમોટા ખાડા
વલસાડના ધમદાચી હાઇવે પર લાખોના ખર્ચે બનેલા ઓવરબ્રિજની સ્થિતિ તેની ગુણવત્તાની પોલ ખોલી રહી છે. દસ દિવસમાં પડેલા ખાડા માત્ર રસ્તાની સમસ્યા નથી, પણ લોકોની સુરક્ષા સાથે સીધો ચેડાં છે. તંત્ર દ્વારા સમારકામના નામે કરવામાં આવતી લીપાપોઢી શું ખરેખર કોઈ મોટી દુર્ઘટનાને નિમંત્રણ આપશે?
Advertisement
Valsad overbridge damage: વલસાડના ધમદાચી ખાતે નેશનલ હાઈવે 48 પર નિર્માણ પામેલો નવો ઓવરબ્રિજ હાલ ભારે વિવાદમાં સપડાયો છે. આ બ્રિજને લોકોની અવરજવર માટે ખુલ્લો મૂકાયાને માંડ 10 દિવસ થયા છે, ત્યાં જ તેની સપાટી પર મોટા ખાડા પડી ગયા છે. આટલા ટૂંકા સમયમાં બ્રિજની સ્થિતિ દયનીય બની જતાં તંત્રની કામગીરી અને વપરાયેલી સામગ્રીની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે.

