Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ambuja Cement અંગે ગાંધીનગરમાં પડ્યા ઓપરેશન અસુરના પડઘા, મંત્રી ઋષિકેશ પટેલે આપી પ્રતિક્રિયા

ગુજરાત ફર્સ્ટના ઓપરેશન અસુર અંગે સૌથી મોટા સમાચાર અંબુજા સિમેન્ટ અંગે ઓપરેશન અસુરના પડઘા ગાંધીનગરમાં અંબુજા સિમેન્ટના પ્રદૂષણ અંગે મંત્રી ઋષિકેશ પટેલની પ્રતિક્રિયા Ambuja Cement: Adani ના અંબુજા સિમેન્ટ (Ambuja Cement)ના પાપનો ગુજરાત ફર્સ્ટ દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો...
ambuja cement અંગે ગાંધીનગરમાં પડ્યા ઓપરેશન અસુરના પડઘા  મંત્રી ઋષિકેશ પટેલે આપી પ્રતિક્રિયા
  1. ગુજરાત ફર્સ્ટના ઓપરેશન અસુર અંગે સૌથી મોટા સમાચાર
  2. અંબુજા સિમેન્ટ અંગે ઓપરેશન અસુરના પડઘા ગાંધીનગરમાં
  3. અંબુજા સિમેન્ટના પ્રદૂષણ અંગે મંત્રી ઋષિકેશ પટેલની પ્રતિક્રિયા

Ambuja Cement: Adani ના અંબુજા સિમેન્ટ (Ambuja Cement)ના પાપનો ગુજરાત ફર્સ્ટ દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. ગુજરાત ફર્સ્ટના ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટમાં અંબુજા સિમેન્ટની આસપાસ આવેલા ગામના લોકો સાથે ખાસ વાતચીત કરવામાં આવી હતી. આ દરમિયાન સ્થાનિકોએ પોતાના વ્યથા ગુજરાત ફર્સ્ટ આગળ વ્યક્ત કરી અને સરકાર કઈક પગલા કરે તેવી માંગણી કરી હતી. નોંધનીય છે કે, અંબુજા સિમેન્ટ (Ambuja Cement)ની ફેક્ટરીઓના કારણે આસપાસના ત્રાણ ગામોમાં રહેવું લોકો માટે નર્ક સમાન બની ગયું છે. જેથી અનેક વખત ગ્રામજનો દ્વારા ફરિયાદો કરવામાં આવી છે પરંતુ કોઈ કાર્યવાહી થઈ નથી.

Advertisement

GPCBએ રિપોર્ટ સોંપ્યો હશે તો પગલા લેવામાં આવશેઃ ઋષિકેશ પટેલ

અંબુજા સિમેન્ટ અંગે ગુજરાત ફર્સ્ટ દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો તે ‘ઓપરેશન અસુર’ના પડઘા ગાંધીનગરમાં પડ્યા છે. અંબુજા સિમેન્ટના પ્રદૂષણ અંગે મંત્રી ઋષિકેશ પટેલની પ્રતિક્રિયા સામે આવી છે. ઋષિકેશ પટેલે કહ્યું કે, ‘GPCBએ રિપોર્ટ સોંપ્યો હશે તો પગલા લેવામાં આવશે’. નોંધનીય છે કે, અદાણીની અંબુજા સિમેન્ટ સામે પગલા લેવાની મંત્રી ઋષિકેશ પટેલે ખાતરી આપી છે. મહત્વની વાત એ છે કે, જો કે દોઢ-દોઢ મહિનો વિત્યો છતાં પગલા કેમ ન લેવાયા તે સવાલ છે. પરંતુ હવે જોવાનું એ છે કે, આખરે ‘કંપની રાજ’ ક્યારે અને કેવી કાર્યવાહી સામે કરવામાં આવશે?

આ પણ વાંચો: નવરાત્રિને લઈને અમદાવાદ પોલીસ સજ્જ, કોમર્શિયલ ગરબાના આયોજનને લઇને DCPનું નિવેદન

Advertisement

આખરે શા માટે આટલા સમયથી કોઈ કાર્યવાહી કરવામાં ના આવી?

નોંધનીય છે કે, દેશને આઝાદ થયાને વર્ષો વિતિ ગયા છે પરંતુ હજી પણ કેટલાક વિસ્તારો એવી છે જ્યા કંપનીઓનું રાજ ચાલી રહ્યું છે. જી હા! ધૂમાડા કાઢતી અને પ્રદૂષણ ફેલાવતી આ કંપનીનું નામ છે ‘અંબુજા સિમેન્ટ’. આ સિમેન્ટ બનાવતી કંપની ગીરસોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકામાં આવેલી છે. ચોંકાવનારી વાત એ છે કે, મજબૂતીના ઘાટા પાડતી આ કંપની કેટલાય ગામના લોકોના શ્વાસ અદ્ધર કરી રહીં છે. તેની સાથે સાથે આ કંપનીનું દુષણથી આસપાસની જમીનો પ્રદૂષિત કરી રહી છે.

આ પણ વાંચો: રિક્ષાચાલકે રીલ બનાવવા રિક્ષા પર ચઢી કર્યો ડાન્સ, યુવકને પોલીસે કરાવ્યું કાયદાનું ભાન

Advertisement

શું ખાસ કારણોથી અંબુજા સિમેન્ટ વિરુદ્ધ નથી લેવાયા પગલાં?

નોંધનીય છે કે, આ બાબતે અનેક વખક સ્થાનિકો દ્વારા ફરિયાદ અને અનુરોધ બાદ કરવામાં આવી છે. પરંતુ કોઈ નિરાકરણ આવ્યું નથી. જેથી ગુજરાત ફર્સ્ટની ટીમ સૌથી પહેલા વડનગર ગામે પહોંચી હતી. અહીંના જે દ્રશ્યો સામે આવ્યા હતા તે ચોંકાવનારા હતા. રહીશોના ઘરમાં સિમેન્ટની રજ ઉડીને પડી હતી અને બોરમાંથી કેમિકલવાળું લાલ પાણી કંઈક આ રીતે બહાર આવતું હતું. સ્થાનિકો માત્ર એમ જ આક્ષેપ નથી લગાવી રહ્યા. તેઓ ચોક્કસપણે સાચા પણ છે. વડનગર ગામથી સામે આવેલી આ તસવીર પર ઘરના આંગણાથી લઈને અગાસી સુધી કંપનીનો સિમેન્ટ ઉડીને આવે છે.આવી સ્થિતિમાં શ્વાસ લેવો પણ અઘરો પડી જાય છે.

આ પણ વાંચો: અંબાજીમાં વિદ્યાર્થીઓથી ભરેલી રિક્ષાને પૂરપાટ આવતા જીપચાલકે પાછળથી મારી જોરદાર ટક્કર

Tags :
Advertisement

.