ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gujarat First ના અહેવાલની દમદાર અસર! ઈલેક્ટ્રોથર્મના ગૌચરમાં દબાણ મામલે તમાસના આદેશ

Gujarat First Impact: ઈલેક્ટ્રોથર્મના ગૌચરમાં દબાણ મામલે ગુજરાત ફર્સ્ટના અહેવાલ બાદ તંત્ર દોડતું થયું. પલોડીયા ગામની ગૌચર જમીન પર ઇલેક્ટ્રોથમ કંપનીના કબજા અંગે તપાસના આદેશ આપી દેવામાં આવ્યાં છે
02:47 PM Nov 28, 2024 IST | VIMAL PRAJAPATI
Gujarat First Impact: ઈલેક્ટ્રોથર્મના ગૌચરમાં દબાણ મામલે ગુજરાત ફર્સ્ટના અહેવાલ બાદ તંત્ર દોડતું થયું. પલોડીયા ગામની ગૌચર જમીન પર ઇલેક્ટ્રોથમ કંપનીના કબજા અંગે તપાસના આદેશ આપી દેવામાં આવ્યાં છે
Gujarat First impact
  1. પલોડિયા ગામે તાત્કાલિક ટીમ મોકલી રિપોર્ટ સોંપવા આદેશ
  2. જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી એક્શનમા
  3. બંને અધિકારીઓએ અહેવાલને લઈ આપ્યા તપાસના આદેશ
  4. ગૌચરની જમીન પર દબાણ હશે તો ખાલી કરાવાશે

Gujarat First Impact: ગુજરાતમાં જ્યાં પણ લોકો સાથે છેતરપિંડી અને કૌભાંડો કરવામાં આવે છે, તેની સામે ગુજરાત ફર્સ્ટ અવાજ ઉઠાવે છે. ત્યારે ગુજરાત ફર્સ્ટના અહેવાલની વધુ એક ધારદાર અસર જોવા મળી છે. ઈલેક્ટ્રોથર્મના ગૌચરમાં દબાણ મામલે ગુજરાત ફર્સ્ટના અહેવાલ બાદ તંત્ર દોડતું થયું. પલોડીયા ગામની ગૌચર જમીન પર ઇલેક્ટ્રોથમ કંપનીના કબજા અંગે તપાસના આદેશ આપી દેવામાં આવ્યાં છે. નોંધનીય છે કે, જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીએ તપાસના આદેશ આપ્યાં છે.

આ પણ વાંચો: BZ GROUP Expose: કરોડોનો ચૂનો લગાવનારો BZ ગ્રુપનો માલિક ભૂપેન્દ્રસિંહ ઝાલા ફરારઃ સૂત્રો

એડિશનલ કલેક્ટર દિગંત બ્રહ્મભટ્ટનું મોટું નિવેદન

નોંધનીય છે કે, બંને અધિકારીઓએ અહેવાલને લઈ તપાસના આદેશ આપી દીધા છે. એટલું જ નહીં પરંતુ તાત્કાલિક પલોડિયા ગામમાં ટીમ મોકલી રિપોર્ટ સોંપવા માટે પણ આદેશ કરવામાં આવ્યો છે. એટલું જ નહીં પરંતુ એડિશનલ કલેક્ટર દિગંત બ્રહ્મભટ્ટનું મોટું નિવેદન પણ સામે આવ્યું છે. ‘કંપનીનું દબાણ ગૌચર જમીન પર હશે તો ખાલી કરાવવામા આવશે અને કંપની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરાશે.’ તેવું રેસિડેન્ડ એડિશન કલેક્ટર દિંગત બ્રહ્મભટ્ટે મીડિયાને જણાવ્યું છે.

આ પણ વાંચો: ભૂપેન્દ્ર ઝાલાના ઘરે માહોલ સૂમસામ! મીડિયાને જોતા ઘરના દરવાજા બંધ કરી દેવાયા

ઈલેક્ટ્રોથર્મ કંપની સામે કરાશે કાયદેસરની કાર્યવાહીઃ એડિશનલ કલેક્ટર

ગુજરાત ફર્સ્ટ દ્વારા આ અંગે અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. ગુજરાત ફર્સ્ટે હંમેશા અન્યાય અને અનીતિ સામે આવજ ઉઠાવ્યો છે અને તંત્રને કાર્યવાહી કરવા માટે મજબૂર કર્યું છે. નોંધનીય છે કે, જ્યાં સુધી અહેવાલ પ્રસારિત ના થયા ત્યાં સુધી તંત ઘોર નિંદ્રામાં હોય છે, જો કે, ઈલેક્ટ્રોથર્મના ગૌચરમાં દબાણ મામલે ગુજરાત ફર્સ્ટના અહેવાલ બાદ તંત્રની ઊંઘ ઉડી અને તપાસ હાથ ધરી છે. ગુજરાત ફર્સ્ટ એ ગુજરાતની જનતાનો ખરો અવાજ બન્યું છે. એટલું જ નહીં પરંતુ ગુજરાત ફર્સ્ટના અહેવાલની અસર પણ ધારદાર થાય છે.

આ પણ વાંચો:VADODARA : અગોરા મોલ જોડેથી વસુલાત મામલે LIC ને મોટો ફટકો, જાણો વિગતવાર

Tags :
Ahmedabad NewsElectrothermGauchar regarding pressureGujarat FirstGujarat First impactGujarat First impact NewsGujarat First powerful impactPalodia villagePalodia village GaucharVimal Prajpati
Next Article