Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Local Body Election 2025 Result : BJP નો વિજયોત્સવ, રેકોર્ડબ્રેક જીત બાદ CM Bhupendra Patel નું સંબોધન

local body election 2025 result   bjp નો વિજયોત્સવ  રેકોર્ડબ્રેક જીત બાદ cm bhupendra patel નું સંબોધન
Advertisement

Local Body Election 2025 Result Live: આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામ જાહેર થવાના છે. ગુજરાત ફર્સ્ટ પર ચૂંટણીના પરિણામોનું મેગા કવરેજ કરવામાં આવી રહ્યું છે. આજે જૂનાગઢ મનપા અને 68 નગરપાલિકાનું ચિત્ર સ્પષ્ટ થઈ જવાનું છે. જનાતાએ કોના પર વિશ્વાસ મૂક્યો છે? ભાજપ, કોંગ્રેસ કે પછી અપક્ષો? આ તમામ બાબતો આજે સ્પષ્ટ થઈ જવાની છે. અહીં અમે તમને આપીશું પળેપળની અપડેટ...

Advertisement

Advertisement

જયેશ રાદડિયાના ગઢમાં ભાજપનો ભગવો લહેરાયો, જાણો શું કહ્યું ?

February 18, 2025 6:29 pm

Sthanik Swaraj Election Result: રેકૉર્ડતોડ જીત બાદ CM Bhupendra Patel નું જોશીલું સંબોધન

February 18, 2025 6:20 pm

Sthanik Swaraj Election Result: રેકૉર્ડતોડ જીત બાદ C.R. Patil નું જોશીલું સંબોધન

February 18, 2025 6:06 pm

ગાંધીનગર કમલમ ખાતે વિજયોત્સવ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ CR પાટીલ પહોંચ્યા

February 18, 2025 6:02 pm

વલસાડમાં વિજય સરઘસમાં ભાજપનાં કાર્યકર્તાઓ ભાન ભૂલ્યા!

February 18, 2025 6:02 pm

વલસાડમાં BJP ની ભવ્ય વિજય બાદ પાર્ટી કાર્યકર્તાઓ દ્વારા વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું. જો કે, આ દરમિયાન કાર્યકર્તાઓ ભાન ભૂલ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. જીતની ઉજવણીમાં મગ્ન ભાજપનાં કાર્યકર્તાઓએ JCB મશીનથી વિજય સરઘસ કાઢ્યુ હતું. પારડી નપાનાં વોર્ડ નંબર-5 નાં ઉમેદવારોનું વિજય સરઘસ નીકળ્યું હતું. JCB મશીનનાં લોડરમાં બેસી કાર્યકર્તાઓએ વિજય સરઘસ કાઢ્યું હતું.

પોરબંદરમાં બે નગરપાલિકામાં સપાની ભવ્ય જીત

February 18, 2025 5:23 pm

નવસારીમાં બીલીમોરા ચૂંટણીનાં પરિણામ બાદ વિવાદ

February 18, 2025 5:08 pm

બીલીમોરા ભાજપનાં વોર્ડ 2 નાં ઉમેદવારની હાર બાદ વિવાદ સર્જાયો છે. હરીશ ઓડનાં સમર્થકોએ કોંગ્રેસનાં સમર્થકો પર હુમલો કર્યો હોવાની માહિતી સામે આવી છે. બીલીમોરા પોલીસે મધ્યસ્થી કરી મામલો શાંત પાડ્યો છે.

રાજકોટ જિલ્લાની તમામ 5 નગરપાલિકામાં BJP નો ભગવો લહેરાયો

February 18, 2025 5:01 pm

રાજકોટ જિલ્લાની તમામ પાંચ નગરપાલિકામાં ભાજપનો વિજય થયો છે. આ ભવ્ય વિજય બાદ જિલ્લા ભાજપનાં આગેવાનો અને નેતાઓ દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે. 36 માંથી 24 બેઠક પર ભાજપનો વિજય થતાં ફટાકડા ફોડી અને મીઠાઇ ખવડાવીને ઉજવણી કરાઈ રહી છે. જણાવી દઈએ કે... > જેતપુરમાં વિવાદ સર્જાયા હોવા છતાં જયેશ રાદડિયાનો દબદબો યથાવત્ રહ્યો. જેતપુરમાં 44 માંથી 32 પર ભાજપ, 11 અપક્ષ અને એક બેઠક કોંગ્રેસને મળી છે. > ઉપલેટા નગરપાલિકામાં 36 માંથી 27 બેઠક સાથે ભાજપે જીત મેળવી છે, જ્યારે 6 કોંગ્રેસ, 2 અપક્ષ અને 1 બેઠક પર AIMIM ના ઉમેદવાર વિજયી થયા છે. > જસદણ નગરપાલિકામાં કુંવરજી બાવળિયા ભાજપને જીતાવવામાં સફળ રહ્યા છે. 7 વોર્ડની 28 બેઠકમાંથી 22 પર ભાજપ, 5 પર કોંગ્રેસ અને 1 અપક્ષ ઉમેદવારની જીત થઈ છે. > ભાયાવદર નગરપાલિકામાં 24 બેઠકમાંથી 15 પર ભાજપે જીત હાંસલ કરી સત્તા મેળવી છે. જ્યારે 9 બેઠક પર કોંગ્રેસનો વિજય થયો છે. > ધોરાજી નગરપાલિકામાં 36 બેઠકમાંથી 5 પર ભાજપને ઉમેદવાર ન મળ્યા હોવા છતાં ભાજપે બાજી મારી, 36 માંથી 24 બેઠક પર ભાજપે જીત મેળવી છે.

છોટાઉદેપુરમાં બસપા અને ભાજપના કાર્યકરો આમને-સામને

February 18, 2025 4:43 pm

નગરપાલિકાની ચૂંટણી પરિણામ દરમિયાન, છેટાઉદેપુરનાં પુરોહિત ફળીયામાં બસપા અને ભાજપનાં કાર્યકરો આમને-સામને આવ્યા હતા. બંને પાર્ટીનાં કાર્યકરો વચ્ચે વિવાદ થતાં મામલો બિચક્યો હતો. જો કે, તાત્કાલિક પોલીસ કાફલો પહોંચી જતાં બંને પક્ષોને સમજાવી સ્થિતિ પર કાબુ મેળવ્યો હતો.

ગાંધીનગરમાં કમલમ ખાતે ભાજપનાં કાર્યકર્તાઓનો વિજયોત્સવ

February 18, 2025 4:41 pm

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપની ઐતિહાસિક જીત બાદ રાજ્યભરમાં ભાજપમાં જશ્નનો માહોલ છે. ત્યારે ગાંધીનગરમાં કમલમ ખાતે ભાજપ કાર્યકરો દ્વારા વિજયોત્સવ મનાવવામાં આવ્યો છે. મોટી સંખ્યામાં નેતા, અગ્રણીઓ અને કાર્યકર્તાઓ કમલમ પહોંચ્યા છે. ત્યારે કેન્દ્રીય મંત્રી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ થોડા સમયમાં પત્રકાર પરિષદ કરી શકે છે. દરમિયાન, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહેશે એવી માહિતી છે.

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપનો અભૂતપૂર્વ વિજય, CR પાટીલની પ્રતિક્રિયા

February 18, 2025 4:33 pm

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપનો અભૂતપૂર્વ વિજય થતાં પક્ષમાં ઉજવણીનો માહોલ છે. દરમિયાન, ભાજપનાં પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે એક્સ પર પોસ્ટ કરી પ્રતિક્રિયા આપી છે. તેમણે લખ્યું કે, વિજય બદલ સૌ કાર્યકરોને અભિનંદન. PM નરેન્દ્ર મોદી પર જનતાને અતૂટ વિશ્વાસ છે. ગુજરાતનાં વિકાસની ગતિ અનેકગણી વધી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની વિકાસની રણનીતિ હેઠળ CM ભૂપેન્દ્ર પટેલની સરકારે કરેલા વિકાસ કાર્યો પર જનતાની મ્હોર લાગી છે. સી.આર.પાટીલે વધુમાં લખ્યું કે, આ મ્હોર નાગરિકોનાં વિશ્વાસની મ્હોર છે. ભાજપનાં આધારસ્તંભ સમાન કાર્યકર્તાઓને આ ભવ્ય જીત બદલ અભિનંદન. કાર્યકર્તાઓએ સત્તા થકી સેવાનાં સંસ્કારને સાકાર કર્યા છે.

ખેડામાં 190 બેઠકોમાં 114 બેઠકો પર ભાજપનો વિજય, અજય બ્રહ્મભટ્ટનું નિવેદન

February 18, 2025 4:12 pm

ખેડામાં 190 બેઠકોમાં 114 બેઠકો પર ભાજપનો વિજય થયો છે. આ જીત બાદ ભાજપ પ્રમુખ અજય બ્રહ્મભટ્ટનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, ભાજપ પર પ્રજાએ વિશ્વાસ મૂકીને વિજયી બનાવ્યા છે. આવનાર સમયમાં વિકાસ માટે એક્શન પ્લાન બનાવ્યો છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસને લોકોએ જાકારો આપ્યો છે. બધા જીતેલા ઉમેદવારોની સંકલન સમિતિ બનાવીશું છે. પહેલી વખત મહુધામાં સ્પષ્ટ બહુમતી મળી છે.

સ્થાનિક સ્વરાજના પરિણામો અંગે કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની પ્રતિક્રિયા

February 18, 2025 4:05 pm

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ પૂર્વ CM શંકરસિંહ વાઘેલાની પ્રતિક્રિયા

February 18, 2025 3:59 pm

પૂર્વ CM શંકરસિંહ વાઘેલાએ કહ્યું કે, કેન્દ્ર અને ગુજરાતમાં સરકાર હોય, જેના કારણે રૂલિંગ પાર્ટીનો દબદબો હોય અને તેની અસર સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં દેખાય જે સ્વભાવિક છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જીતમાં કઈ નવાઈ નથી.

રાણાવાવ અને કુતિયાણામાં- સાઇકલ : ધ અનસ્ટોપેબલ

February 18, 2025 3:50 pm

છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણીમાં BJP ની ભવ્ય જીત

February 18, 2025 3:49 pm

છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે. જ્યારે કોંગ્રેસને 1 બેઠકથી સંતોષ માણવો પડ્યો છે. AAP ના સુપડા સાફ થઈ ગયા છે. ભાજપને 8, બસપાને 4, સપાને 6, કોંગ્રેસને 1 અને અપક્ષને 4 બેઠક પર જીત મળી છે.

જુનાગઢ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત

February 18, 2025 3:49 pm

ધારાસભ્ય સંજય કોરડીયાએ જીતને લઇ પ્રતિક્રિયા આપી. તેમણે કહ્યું કે, હું પ્રજાને ખુબ ધન્યવાદ આપું છું. ચૂંટણીમાં કાર્યકરોની તનતોડ મેહનત રહી છે. ભાજપની રાજનીતિ હંમેશા વિકાસની રહી છે.

દેવગઢ બારિયામાં ચૂંટણી પરિણામ બાદ મારામારી

February 18, 2025 3:35 pm

દેવગઢ બારિયામાં કાપડી વિસ્તારમાં મારામારીની ઘટના બની હોવાની માહિતી છે. દેવગઢ બારિયા પથ્થરમારાની ઘટનામાં 3 લોકો ઇજાગ્રસ્ત થયા છે. નગરમાં ચૂંટણીના પરિણામને લઈને એક જ કોમના બે જૂથ વચ્ચે બબાલ થઈ હોવાનું હાલ સામે આવ્યું છે. મારામારીની ઘટનાને પગલે કાપડી વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાયું છે.

જામજોધપુર નગરપાલિકા પર ભાજપનો ઝંઝાવાતી વિજય

February 18, 2025 3:32 pm

જામજોધપુર નપા ચૂંટણીમાં ભાજપે 28 પૈકી 27 બેઠકો કબજે કરી છે. જ્યારે આમ આદમી પાર્ટી (AAP) માત્ર એક બેઠક પર ખાતું ખોલી શકી છે. રાષ્ટ્રીય કક્ષાની કોંગ્રેસ પાર્ટીનાં ડબલા ડુલ થઈ ગયા છે. જામજોધપુર નપામાં ભાજપનો ભગવો લહેરાતા પક્ષમાં ઉત્સવનો માહોલ જોવા મળી રહ્યો છે.

ખેડા નપામાં 1992 પછી BJP ની ઐતિહાસિક જીત

February 18, 2025 2:57 pm

ખેડા નપામાં વર્ષ 1992 પછી ભાજપની ઐતિહાસિક જીત થઈ છે. ખેડા નગરપાલિકાની 14 બેઠકો સાથે BJP સત્તામાં આવી છે. જીતને લઈને ભાજપે ભવ્ય વિજય રેલી યોજી છે, જેમાં ધારાસભ્ય કલ્પેશ પરમાર, મહામંત્રી અપૂર્વ પટેલ સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સરઘસમાં જોડાયા છે. પહેલીવાર ખેડા નપામાં ભાજપ સત્તામાં આવી છે. ત્યારે પાર્ટી કાર્યકર્તાઓએ ફટાકડા ફોડીને જીતની ઉજવણી કરી છે.

Rajkot જિલ્લામાં પાંચેય નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો

February 18, 2025 2:55 pm

Rajkot: જેતપુરમાં વિવાદ સર્જાયા હોવા છતાં જયેશ રાદડિયાનો દબદબો યથાવત્ રહ્યો. જેતપુરમાં 44 માંથી 32 પર ભાજપ, 11 અપક્ષ અને એક કોંગ્રેસને બેઠક છે. ધોરાજી નગરપાલિકામાં 36 બેઠકમાંથી 5 પર ભાજપને ઉમેદવાર ન મળ્યા હોવા છતાં ભાજપે બાજી મારી, 36 માંથી 24 બેઠક પર ભાજપે બાજી મારી છે. ઉપલેટા નગરપાલિકામાં 36 માંથી 27 બેઠક સાથે ભાજપે જીત મેળવી, 6 કોંગ્રેસ, 2 અપક્ષ જ્યારે 1 બેઠક પર AIMIM ના ઉમેદવારે જીત મેળવી છે. જ્યારે જસદણ નગરપાલિકામાં કુંવરજી બાવળિયા ભાજપને જીતાવવામાં સફળ રહ્યા છે. 7 વોર્ડની 28 બેઠકમાંથી 22 પર ભાજપ, 5 પર કોંગ્રેસ અને 1 અપક્ષ ઉમેદવારની જીત છે. ભાયાવદર નગરપાલિકામાં 24 બેઠકમાથી 15 પર જીત હાંસલ કરી સત્તા મેળવી, 9 બેઠક પર કોંગ્રેસનો વિજય થયો છે.

Rajkot: ભાયાવદર પાલિકામાં ભાજપનો લહેરાયો ભગવો

February 18, 2025 2:49 pm

રાજકોટની વાત કરવામાં આવે તો, કોંગ્રેસ પાસેથી ભાજપે સત્તા છીનવી લીધી છે. કોંગ્રેસના ગઢમાં ભાજપે ગાબડું પાડ્યું છે. ભાયાવદર પાલિકાની 24 બેઠકો પરથી 15 બેઠક પર ભાજપે કબ્જો કરી લીધો છે. ભાયાવદર પાલિકાના વોર્ડ 06 ના 24 બેઠકોમાંથી ભાજપના - 15 અને કોંગ્રેસને 09 બેઠકો મળી છે. નોંધનીય છે કે, ભાજપને સ્પષ્ટ બહુમતી મળી ગઈ છે.

રાધનપુરમાં કોંગ્રેસની હાર થતા જ રાજીનામાનો દોર

February 18, 2025 2:48 pm

રાધનપુરમાં કોંગ્રેસની હાર શહેર કોંગ્રેસ પ્રમુખ ડો વિષ્ણુ ઝૂલાએ રાજીનામું આપ્યું છે. વોર્ડ 3 માં શહેર પ્રમુખના પત્ની ઉમેદવાર હતાં. કોંગ્રેસ નેતાથી હાર સહનના થતા રાજીનામું આપ્યું હોવાની રાવ. રાધનપુરમાં કોંગ્રેસની હારની જવાબદારી સ્વીકારી રાજીનામું આપી દીધું છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપને પ્રચંડ બહુમત

February 18, 2025 2:41 pm

Ranavav અનેKutiyana માં ધ વન એન્ડ ઓન્લી...માત્ર Kandhal Jadeja

February 18, 2025 2:09 pm

ચકલાસી નગરપાલિકામાં જીતના ઉન્માદમાં આચાર સહિતનો ભંગ

February 18, 2025 2:09 pm

સ્થાનિક સ્વરાજની ચૂંટણી બની લોહિયાળ, ચિત્તખાના ચોક પાસે પથ્થરમારો

February 18, 2025 2:08 pm

વાંકાનેર નગરપાલિકાના ચૂંટણી પરિણામ બાદ વિજય સરઘસમાં પથ્થર મારો

February 18, 2025 2:08 pm

કુતિયાણામાં કાંધલ જાડેજાનો દબદબો યથાવત

February 18, 2025 1:56 pm

Junagadh: વોર્ડ નંબર 8માં વિજય સર્કસ પહેલા જ વિજેતા ઉમેદવાર ઉપર હુમલો

February 18, 2025 1:53 pm

Junagadh: કોંગ્રેસના ચાર ઉમેદવારો જે વિજય થયા છે. જેથી વિજય સરઘસ પહેલા જ આપ આદમીના હારેલા ઉમેદવારો દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. હુમલાની ઘટનામાં ચાર લોકો ઈજાગ્રસ્ત થયા છે, હાલ જૂનાગઢની હોસ્પિટલની અંદર સારવારમાં ખસેડવામાં આવ્યા છે. જોકે વિજેતા ઉમેદવારે કહ્યું કે પોલીસ પણ આ ઘટનામાં ઈજાગ્રસ્ત થઈ છે. વિજેતા ઉમેદવારને આ શંકા હતી કે, અગાઉથી જ હુમલો થશે તેના માટે થઈને પોલીસને અગાઉથી જાણ કરવામાં આવી હતી. જોકે આખી ઘટના પોલીસની હાજરીમાં બની હોવાનું સામે આવ્યું છે.

Anand: બોરીયાવી,આંકલાવ અને ઓડ પાલિકાની ચૂંટણીના પરિણામો જાહેર

February 18, 2025 1:51 pm

Anand: ઓડમાં ભાજપે મેદાન માર્યું 24 માંથી 24 બેઠકો પર ભગવો લહેરાવ્યો છે. કોંગ્રેસના ગઢ આંકલાવમાં પાલિકાની ચૂંટણીમાં 24 માંથી 10 બેઠકો પર ભાજપ ને 14 પર અપક્ષ ઉમેદવારો જીત્યા કોંગ્રેસે મેન્ડેડ આપવાનું ટાળી અપક્ષ ઉમેદવારો ને મેદાને ઉતાર્યા હતા. જીતેલા અપક્ષ ઉમેદવારોમાં કોંગ્રેસ પ્રેરિત 10 અપક્ષ ઉમેદવારો જીત્યા. બોર્ડ બનાવવા અપક્ષનો ટેકો લેવા ભાજપ કોંગ્રેસ રેસમાં છે. બોરીયાવી પાલિકાની 24 બેઠકો પરથી 15 સીટો ભાજપ હસ્તક 6 પર કોંગ્રેસ અને 3 પર અપક્ષ ઉમેદવારો જીત્યા છે. ઉમરેઠ પાલિકાના વોર્ડ નંબર 4 ની 1 બેઠક પર પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારનો વિજય છે. આ સાથે ખંભાત તાલુકા પંચાયતની ઉંદેલ-2 બેઠક પર પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારની જીત મળી છે.

રાધનપુરમાં ભાજપ દ્વારા જોખમી રીતે જીતની ઉજવણી

February 18, 2025 1:50 pm

ભાજપના સમર્થકો અને ઉમેદવારો JCBના પાવડામાં તો ક્યાંક કારમાં જોખમી રીતે સવાર થઇ વિજય સરઘસ કાઢ્યુ હોવાનું સામે આવ્યું છે. પોલીસની હાજરીમાં ભાજપ સમર્થકો અને ઉમેદવારોનું જોખમી રીતે જીતની ઉજવણી કરી છે. કોઈ આકસ્મિક ઘટના બનશે તો જીતની ખુશી માતમમાં ફેરવાઈ શકે છે.

Morbi: વાંકાનેર નગરપાલિકાના ચૂંટણી પરિણામ બાદ મારામારી

February 18, 2025 1:04 pm

Morbi: વાંકાનેરમાં નગરપાલિકાની ચૂંટણીના પરિણામ બાદ મારામારી થઈ હોવાનું સામે આવ્યું છે. વિગતો પ્રમાણે વિજેતા ઉમેદવારો દ્વારા એક દુકાન પાસે ફટાકડા ફોડતા મારામારી થઈ. વાંકાનેર નગરપાલિકાના વોર્ડ 6 ના બંને પક્ષોના સમર્થકો સામસામે આવ્યાં હોવાનું જાણવામાં મળ્યું છે. ભાજપના ઉમેદવારો વિજેતા થતા આપના ઉમેદવારની દુકાન પાસે ફટાકડા ફોડવા મામલે માથાકૂટ થઈ છે. જો કે, પોલીસે ઘટના સ્થળ પર પહોંચીને મામલો થાળે પાડ્યો છે.

Mahisagar: ત્રણ નગરપાલિકા અને 2 તાલુકા પંચાયતમાં ભાજપનો વિજય

February 18, 2025 12:58 pm

Mahisagar: મહીસાગર જિલ્લાની ત્રણ નગરપાલિકા અને 2 તાલુકા પંચાયતમાં ભાજપનો વિજય થયો છે. જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા નગરપાલિકામાં વર્ષો પછી ભાજપનો વિજય થયો છે. લુણાવાડા નગરપાલિકામાં ભાજપ 16, કોંગ્રેસ 11 અને અન્ય પક્ષના ફાળે 01 બેઠક આવી છે. સંતરામપુર નગરપાલિકામાં ભાજપ 15, કોંગ્રેસ 07, અન્યપક્ષ 02 બેઠક મળી. બાલાસિનોર નગરપાલિકામાં ભાજપ 16, કોંગ્રેસ 09 જ્યારે અપક્ષને 03 બેઠક મળી છે.

Navsari: બીલીમોરા નગરપાલિકા ઉપર ભાજપે કર્યો કબજો

February 18, 2025 12:49 pm

Navsari: બીલીમોરા નગરપાલિકામાં 9 વોર્ડની 36 બેઠકો પૈકી 29 બેઠક ઉપર ભાજપે કબજો જમાવ્યો છે. અહીં 2 બેઠકો સાથે કોંગ્રેસનું નબળું પ્રદર્શન જોવા મળ્યું. 5 અપક્ષ ઉમેદવારો સ્વબળે જીત મેળવી છે.

સલાયા નગર પાલિકામાં 7 વોર્ડની 28 બેઠકોમાંથી એક પણ બેઠક ભાજપને ના મળી!

February 18, 2025 12:48 pm

સલાયા નગરપાલિકામાં કોંગ્રેસ કે આપ પાર્ટી સત્તા પર આવશે?

February 18, 2025 12:40 pm

વલસાડની ત્રણેય નગરપાલિકા ઉપર ફરી એક વખત ભાજપનો ભગવો લહેરાયો

February 18, 2025 12:38 pm

વલસાડ જિલ્લાની તમામ ત્રણેય નગરપાલિકા ઉપર ફરી એક વખત ભાજપનો ભગવો લહેરાયો છે. વલસાડ ધરમપુર અને પારડી નગરપાલિકામાં ભાજપના ઐતિહાસિક વિજયને કારણે ભાજપની છવાણીમાં ઉત્સાહનો માહોલ છવાયો છે. જ્યારે કોંગ્રેસનું આ ચૂંટણીમાં અત્યાર સુધીનું સૌથી ખરાબ પ્રદર્શન રહ્યું છે. ધરમપુર નગરપાલિકામાં કોંગ્રેસનો એક પણ ઉમેદવાર જીતી શક્યો નથી. આથી ધરમપુર નગરપાલિકા આખી કોંગ્રેસ મુક્ત નગરપાલિકા થઈ છે.જોકે વલસાડ નગરપાલિકામાં પણ કોંગ્રેસનું માત્ર ખાતું ખુલ્યું અને એક જ ઉમેદવારનો વિજય થયો છે. જ્યારે પારડી નગરપાલિકામાં ગઈ વખતે 14 બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારો જીત્યા હતાં. જો કે આ વખતે માત્ર 5 જ બેઠકો પર કોંગ્રેસનો વિજય થયો હોવાથી કોંગ્રેસ છાવણીમાં સોંપો પડ્યો છે.

ગુજરાત ફર્સ્ટ એક કલાક પહેલા જાહેર કરેલા આંકડા પર લાગી મહોર

February 18, 2025 12:31 pm

જૂનાગઢ મહાનગર પાલિકા ભાજપ ભવ્ય જીત થઈ છે. ગુજરાત ફર્સ્ટ એક કલાક પહેલા જાહેર કરેલા આંકડા પર મહોર લીગી છે. જૂનાગઢના ચૂંટણી જંગમાં વિધિવધ ભાજપ જંગ જીત થઈ છે. ટોટલ 60 બેઠક નું પરિણામ જાહેર થયું છે. જેમાં ભાજપની 48 સીટ પર વિજય થઈ છે. આ સાથે કોંગ્રેસની 11 બેઠક પર અને 1 બેઠક પર અપક્ષની જીત થઈ છે.

જામવંથલી બેઠક પર ભરતસિંહને 3055 મતમાંથી મળ્યા આટલા મત!

February 18, 2025 12:30 pm

ધારાસભ્ય જે.વી.કાકડીયાના હોમ ટાઉન ચલાલા માં ભાજપનો ભગવો લહેરાયો

February 18, 2025 12:29 pm

ચૂંટણી પંચના ડેટા અનુસાર ભાજપનો પરિણામમાં દબદબો

February 18, 2025 12:26 pm

વડનગર નગરપાલિકામાં ભાજપે ફરી જીત હાસલ કરી

February 18, 2025 12:23 pm

વડનગર નગરપાલિકાની મતગણતરી પૂર્ણ થઈ ગઈ છે. વડનગર નગરપાલિકામાં ભાજપે ફરી જીત હાસલ કરી લીધી છે. વડનગર નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો છે. વડનગર નગરપાલિકા કુલ 28 બેઠક છે. જેમાં બે બેઠકો પર કોંગ્રેસ અને અન્ય તમામ બેઠકો પર ભાજપે કબ્જો મેળવી લીધો છે.

Porbandar: રાણાવાવ અને કુતિયાણા નગરપાલિકામાં સમાજવાદીની જીત

February 18, 2025 12:20 pm

Porbandar: રાણાવાવમાં મત ગણતરી પૂર્ણ કુલ 28 બેઠકોમાંથી 20 બેઠકો પર કાંધલ જાડેજાનો દબદબો જોવા મળ્યો છે. બંને નગરપાલિકામાં સાયકલનું શાસન રહેશે. કુતિયાણા નગરપાલિકામાં 30 વર્ષનો રેકોર્ડ તૂટી ગયો છે. આખરે 30 વર્ષે જનતા પરિવર્તન લાવી છે.

હાલોલ નગરપાલિકાની મતગણતરી પૂર્ણ થઈ

February 18, 2025 11:54 am

હાલોલ નગરપાલિકાનું ઐતિહાસિક પરિણામ આવ્યું છે. હાલોલ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસ, આમ આદમી પાર્ટીનો સુફડા સાફ થયાં છે. હાલોલ નગરપાલિકાની તમામ 36 બેઠકો ભાજપના ફાળે ગઈ છે. અગાઉ 21 બેઠકો બિનહરીફ જાહેર થઈ હતી. જેમાં બે અપક્ષ બિનહરીફ ઉમેદવારોએ ભાજપને સમર્થન આપવાનું જાહેર કર્યું છે. આજે જાહેર થયેલા પરિણામમાં તમામ બેઠકોમાં ભાજપના ઉમેદવાર વિજેતા થયા છે.

દ્વારકાની સલાયા નગરપાલિકામાં મોટો ઉલટફેર, જાણો શું કહે છે આંકડા

February 18, 2025 11:54 am

મધ્ય ગુજરાતમાં સ્થાનિક સ્વરાજના જંગમાં મોટો અપડેટ

February 18, 2025 11:53 am

સોનગઢ નગરપાલિકામાં 7 વોર્ડની મતગણતરી શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ

February 18, 2025 11:51 am

તાપી જિલ્લામાં સોનગઢ નગર પાલિકાની સાત વોર્ડની મતગણતરી શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ છે. સોનગઢ નગર પાલિકાની ચૂંટણી માં ભાજપએ ફરી ભગવો લેહરાવ્યો છે. ભાજપે સત્તા હાંસલ કરતા ઉમેદવારોના સમર્થકોએ ડીજે અને ફટાકડા ફોડતા જશ્ન નો માહોલ જોવા મળ્યો હતો. સોનગઢ નગર પાલિકાની 7 વોર્ડ ની 28 બેઠક માટે થયેલ ચૂંટણીમાં ભાજપ ના ફાળે 26 બેઠક ગઈ જ્યારે કોંગ્રેસ ના ફાળે 2 બેઠક ગઈ છે. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસે છેલ્લે છેલ્લે ખાતું ખોલાવતા કોંગ્રેસ બેડામાં આંશિક રાહત જોવા મળી હતી. બે બેઠક કોંગ્રેસના ફાળે આવતા વિપક્ષની ભૂમિકા નક્કી થઈ છે.હાલ બીજેપીના પદાધિકારીઓએ એકબીજનું મીઠું મોઢું કરાવીને જીતની ઉજવણી કરી હતી.

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોણે મારી બાજી? આ રહ્યાં તમામ આંકડા

February 18, 2025 11:39 am

જૂનાગઢ મહાનગરપાલિકામાં 37 બેઠક ભાજપ, 2 બઠેક પર કોંગ્રેસ અને એક બેઠક પર અપક્ષની જીત થઈ. નગરપાલિકાની વાત કરવામાં આવે તો, અત્યાર સુધીમાં 727 બેઠક બીજેપી, 79 પર કોંગ્રેસ અને 60 પર અપક્ષ ઉમેદવારોની જીત થઈ છે. આ સાથે જિલ્લા પંચાયતની પેટાચૂંટણીમાં દરેક બેઠક એટલે કે 9 બેઠક પર ભાજપની જીત થઈ છે. જ્યારે તાલુકા પચાયતમાં 75 બેઠકોમાંથી 61 બેઠકો પર ભાજપ, 11 બેઠક પર કોંગ્રેસ અને 03 બેઠક પર અપક્ષ ઉમેદવારની જીત થઈ.

સાણંદ નગરપાલિકા 5 વોર્ડમાં રિ કાઉન્ટીંગ કરવામાં આવ્યું

February 18, 2025 11:28 am

સાણંદ નગરપાલિકા 5 વોર્ડમાં રિ કાઉન્ટીંગ બાદ 3 બેઠક પર કોંગ્રેસ અને 1 બેઠક પર ભાજપની જીત થઈ છે. ભાજપ ઉમેદવાર જીગ્નેશ વાઘેલા 200 મતે જીત મેળવી છે. નોંધનીય છે કે, રિ-કાઉન્ટ પહેલા કોંગ્રેસ તમામ બેઠક જીતી હતી.

Mahudha માં ભાજપે ઇતિહાસ રચ્યો છે. ઇતિહાસમાં પ્રથમ વખત અહીં ભાજપે જીત મેળવી છે

February 18, 2025 11:22 am

Surat વોર્ડ નંબર 18 ની પેટાચૂંટણીમાં ભાજપની જીત

February 18, 2025 11:18 am

Surat: વોર્ડ નંબર 18 ની પેટાચૂંટણીમાં ભાજપ ઉમેદવાર જીતુ કાછડની જીત થઈ હતીં. જીત બદલ સુરત ખાતે ઉજવણીઓ કરવામાં આવી રહીં છે. પર્વત પાટિયા સ્થિત ભાજપ જન સંપર્ક કાર્યાલય ખાતે ઉજવણીનો માહોલ છવાયો છે. ફટાકડા ફોડી ઢોલ નગારા સાથે ઉજવણી કરવામાં આવી છે.

Gondal તાલુકા પંચાયત સુલતાનપુર બેઠક પેટા ચૂંટણી ભાજપના મહિલા ઉમેદવારનો ભવ્ય વિજય

February 18, 2025 11:11 am

તાલુકા સેવા સદન ખાતે મતગણતરી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. 6 રાઉન્ડમાં મતગણતરી કરવામાં આવી હતી. સવારે 9 વાગ્યે મતગણતરી શરૂ કરવામા આવી હતી. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મતગણતરી શરૂ કરવામાં આવી હતી.સુલતાનપુર પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર વર્ષાબેન હિતેશભાઈ ગોંડલીયાનો ભવ્ય વિજય થયો છે. ભાજપ ઉમેદવાર વર્ષાબેન ગોંડલિયા - 2592 મત અને કોંગ્રેસ ઉમેદવાર નલીનાબેન કુંજડિયા ને 329 મત મળ્યાં, જ્યારે નોટામાં 51 મત પડ્યાં હતાં. ભાજપના ઉમેદવાર વર્ષાબેન હિતેશભાઈ ગોંડલીયાનો 2263 મતથી ભવ્ય વિજય થયો છે. ભાજપ આગેવાનોએ વિજેતા ઉમેદવારને ફૂલ હાર કરી મો મીઠું કરાવી વિજય ઉત્સવ ઉજવ્યો હતો. સુલતાનપુર બેઠક પર ભાજપના વિજેતા ઉમેદવારને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, નાગરિકબેંકના ચેરમેન અશોકભાઈ પીપળીયા, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ પ્રફુલભાઈ ટોળીયા સહિતના આગેવાનોએ શુભેચ્છઓ પાઠવી હતી.

ખેડાની મહુધામાં ઇતિહાસમાં પહેલીવાર ભાજપની જીત

February 18, 2025 11:11 am

કોડીનાર નગરપાલિકામાં કુલ 7 વોર્ડમાં તમામ 28 બેઠક ભાજપનો ભગવો લહેરાયો

February 18, 2025 11:10 am

Amreli ની Jafarabad પાલિકામાં Congress નો ફિયાસ્કો

February 18, 2025 11:09 am

માણસા ધારાસભ્ય જે. એસ પટેલની પાલિકામાં ભવ્ય જીત બાદ પ્રતિક્રિયા

February 18, 2025 11:08 am

માણસા ધારાસભ્ય જે. એસ પટેલે કહ્યું કે, ‘અમારો લક્ષ્યાંક 28 બેઠકનો હતો, પણ એક બેઠક ગુમાવી એનો રંજ છે. ભાજપ દ્વારા કરવામાં આવેલ કામોની જીત છે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પાસે માંગ્યુંએ માણસને મળ્યું છે. વિકાસના તમામ પ્રકારના કામો માણસોમાં થયા એની જીત છે’.

Porbandar: રાણપુર તાલુકા પંચાયતની માલણપુરની બેઠક ઉપર ભાજપના ઉમેદવાર 558 મતે વિજય

February 18, 2025 10:59 am

Porbandar: રાણપુર તાલુકા પંચાયતની માલણપુર બેઠકની પેટા ચૂંટણી ઉપર ભાજપના ઉમેદવારનો ભવ્ય વિજય થયો છે. ભાજપના યુવા ઉમેદવાર વિજયભાઈ રણછોડભાઈ ધાધરેટીયાનો 558 મતે ભવ્ય વિજય થયો છે. વિજયભાઈ રણછોડભાઈ ઘાઘરટીયાનો રાણપુર તાલુકા પંચાયત માલણપુર બેઠકની પેટા ચૂંટણીમાં ભવ્ય વિજય થતા રાણપુર તાલુકા ભાજપ પ્રમુખ, મહામંત્રી સહિતના આગેવાનો અને કાર્યકરોએ ફૂલહાર પહેરાવી શુભકામના પાઠવી છે.

Valsad નગરપાલિકામાં વોર્ડ નંબર 3 માં રચાયો ઇતિહાસ

February 18, 2025 10:57 am

Valsad નગરપાલિકામાં વોર્ડ નંબર 3 માં કોંગ્રેસના દિગ્ગજ ઉમેદવાર ગીરીશભાઈ દેસાઈની હાર થઈ છે. વોર્ડ નંબર 3 પણ ભાજપના ફાળે ગઈ. વોર્ડ નંબર 3ના ભાજપના ઉમેદવાર યોગીની રોનક શાહનો વિજય થયો છે. વર્ષોથી જીતતા આવતા કોંગ્રેસના ઉમેદવાર ગીરીશભાઈની હાર થઈ છે. કોંગ્રેસમાંથી આવી ભાજપનો ખેસ ધારણ કરનાર રોનકશાહની પત્નીનો ભવ્ય વિજય છે. વોર્ડ નંબરની 3 ની 4 સીટ ભાજપના ફાળે આવતા ભાજપ છાવણીમાં ખુશીનો માહોલ છવાયો છે.

Ahmedabad: ઘાટલોડિયા પેટા ચૂંટણીમાં ભાજપની જીત

February 18, 2025 10:53 am

Ahmedabad: પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર પંકજ પટેલની જીત થઈ છે. 22353 વોટથી પંકજ પટેલની જીત થઈ. જ્યારે કોંગ્રેસના ઉમેદવારને 1100 વોટ મળ્યાં છે. ઘાટલોડિયા ભાજપ ઉમેદવાર પ્રવિણ પટેલની ભવ્ય જીત બાદ મધ્યસ્થ કાર્યલય ખાતે જીતની ઉજવણી થઈ.

ગાંધીનગર તાલુકા પંચાયતમાં 5 બેઠકો પર ભાજપની જીત

February 18, 2025 10:36 am

Amreli: જાફરાબાદ પાલિકામાં કોંગ્રેસનો ફિયાસ્કો

February 18, 2025 10:31 am

અમરેલીના જાફરાબાદ પાલિકામાં ભાજપે 28 બેઠકો કબજે કરી લીધી છે. અગાઉ 16 બેઠક બિનહરીફ બાદ 12 બેઠકો પર ભાજપની ભવ્ય જીત થઈ છે. જાફરાબાદ પાલિકામાં કોંગ્રેસનો વાઇટ વોશ થયો થયો છે. ધારાસભ્ય હીરા સોલંકી, સરમણ બારૈયા, પ્રવીણ બારૈયા અને મનહર બારૈયાની જહેમત રંગ લાવી છે.

અમરેલી નગરપાલિકામાં વોર્ડ નંબર 3 માં ભાજપે જીત મેળવી લીધી છે

February 18, 2025 10:31 am

તળાજા નગરપાલિકામાં વોર્ડ નંબર 2માં કોંગ્રેસની જીત, ભાજપનો જાદૂ ના ચાલ્યો!

February 18, 2025 10:30 am

ભાજપનો કેસરિયો, કમળની સામે કોંગ્રેસ કરમાઈ

February 18, 2025 10:24 am

ભાજપે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કેસરિયો લહેરાવ્યો છે. મોટાભાગની બેઠકો પર વિજય મેળવ્યો છે. ધ્રોલ નગરપાલિકામાં વોર્ડ નંબર 1, લુણાવાડા નગરપાલિકાના વોર્ડ નંબર 1, સોનગઢના વોર્ડ નંબર 1માં ભાજપની આખી પેનલનો વિજય થયો છે. આ સાથે ચોરવાડમાં ભાજપે ચાર બેઠક કબ્જે કરી છે. માણસાના વોર્ડ નંબર 1, સાણંદ વોર્ડ નંબર 1, કુતિયાણા વોર્ડ નંબર 1 પર પણ ભાજપે વિજય મેળવ્યો છે.

Sanand નગરપાલિકા વોર્ડ 3 માં 4 ભાજપ જીત

February 18, 2025 10:18 am

Sanand નગરપાલિકામાં અત્યાર સુધીની તમામ બેઠક પર ભાજપ જીત થઈ છે. હજુ સુધી કોંગ્રેસ અહીં એક પણ બેઠક પર ખાતું ખોલાવી શકી નથી.

Valsad નગરપાલિકાની વોર્ડ નંબર 1 માં 2 અપક્ષ ઉમેદવારોનો વિજય

February 18, 2025 10:15 am

Valsad નગરપાલિકાની વોર્ડ નંબર 1 માં 2 અપક્ષ અને 2 ભાજપના ઉમેદવારનો વિજય થયો છે. અપક્ષ ઉમેદવાર નિમિષાબેન ટંડેલ નો વિજય થયો છે. નિમિષાબેન અગાઉ ભાજપમાં હતા પરંતુ ટિકિટ નહીં મળતા તેઓએ નારાજ થઈ અને અપક્ષ ઉમેદવારી કરી હતી. જેથી અપક્ષ ઉમેદવાર તરીકે પણ તેઓ વિજેતા થતાં મતદારોનો આભાર માન્યો હતો.

Jamnagar તાલુકા પંચાયતની જામ વંથલી બેઠક પર ભાજપનો વિજય

February 18, 2025 10:12 am

તાલુકા પંચાયતની જામ વંથલી બેઠક પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે. ભાજપના ઉમેદવાર ભરતસિંહ જાડેજાનો ભવ્ય વિજય થયો છે. તેમની જીત થતાં સમર્થકોએ ઢોલના તાલે ભવ્ય સ્વાગત કર્યું. ઢોલીઓ પર રૂપિયાનો વરસાદ કરી વિજયના વધામણા કર્યા. ભાજપના ભરતસિંહને કુલ 3100 માંથી 2500થી વધુ મત મળ્યાં છે. ભરતસિંહ જાડેજાએ મતદારોનો આભારની વિકાસ કાર્યોને વેગ આપવાનું વચન આપ્યું છે.

Jetpur નગરપાલિકાઃ જયેશ રાદડિયાનો દાવો ઊંધો પડ્યો છે, વોર્ડનંબર 2 માં કોંગ્રેસની એન્ટ્રી

February 18, 2025 10:11 am

Surendranagar: થાન નગરપાલિકાના વોર્ડ નંબર 01 માં ભાજપની પેનલનો વિજય

February 18, 2025 10:09 am

Surendranagar: થાન નગરપાલિકાના વોર્ડ નંબર 1 ના તમામ 4 ઉમેદવારોનો વિજય થતા ભાજપનો ભગવો લહેરાયો છે. થાન નગરપાલિકાના ફૂલ 07 વોર્ડની 28 બેઠકો માટે મતગણતરી યોજાઈ રહી છે.

Vadodara: કરજણ નગરપાલીકા વોર્ડ નંબર 1 અને 2 માં ભાજપની પેનલનો વિજય

February 18, 2025 10:08 am

Vadodara: કરજણ નગરપાલીકા વોર્ડ નંબર 1 અને 2 માં વિજય થતા ભાજપના કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. ડીજે ના તાલે ભાજપના કાર્યકર્તાઓએ જીતની ઉજવણી કરી છે.

છોટાઉદેપુર નગરપાલિકા ચૂંટણીમાં વોર્ડ નંબર 2થી ભાજપની બેટિંગ શરુ

February 18, 2025 10:06 am

છોટાઉદેપુર નગરપાલિકા ચૂંટણીમાં વોર્ડ નંબર 2ની ચારે બેઠક ભાજપે કબજે કરી લીધી છે. વોર્ડ નંબર 1 અને2 માં પરિણામો જાહેર થયા છે. જેમાં વોર્ડ નંબર 1માં એક કોંગ્રેસ અને 3 અપક્ષ ઉમેદવારો વિજેતા થયા છે. આ સાથે વોર્ડ નંબર 2 માં ચારે બેઠક પર ભગવો લહેરાયો છે.

Dhoraji નગરપાલિકા વોર્ડ નંબર 2 માં ભાજપનો વિજય થયો છે

February 18, 2025 10:05 am

ભાવનગર મહાનગરપાલિકા પેટા ચૂંટણીમાં ચોથો રાઉન્ડમાં ભાજપ આગળ

February 18, 2025 10:04 am

ભાવનગર મહાનગરપાલિકા પેટા ચૂંટણીમાં ચોથો કોંગ્રેસના ઉમેદવારને 4406 મત મળ્યા, જ્યારે ભાજપના ઉમેદવારને 5797 મત મળ્યા છે. જ્યારે નોટામાં 325 મત પડ્યા છે. જો કે, 1391 માટે ભાજપ આગળ ચાલી રહ્યું છે.

Jamnagar: જામજોધપુર નગરપાલિકામાં પ્રથમ ત્રણ વોર્ડમાં ભાજપની ક્લીન સ્વીપ

February 18, 2025 10:03 am

જામજોધપુર નગરપાલિકામાં પ્રથમ ત્રણ વોર્ડમાં ભાજપની ભવ્ય જીત થઈ છે. ત્રણેય વોર્ડની તમામ 12 બેઠકો પર ભાજપના ઉમેદવારો વિજેતા બન્યાં છે.

ગાંધીનગર તાલુકા પંચાયતમાં કોંગ્રેસે ખાતું ખોલ્યું

February 18, 2025 10:01 am

ગાંધીનગર તાલુકા પંચાયતમાં રૂપાલ બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવારની જીત થઈ છે. ભૂમિબેન પટેલની 485 મતોથી જીત છ.

જુનાગઢ ગીરીશ કોટેચાના પુત્ર પાર્થ કોટેચાનો પરાજય થયો

February 18, 2025 9:54 am

બાવળા નગરપાલિકામાં બે ઉમેદવારોનો વિજય,

February 18, 2025 9:53 am

રાજકોટ: જસદણ નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 2માં ભાજપની જીત

February 18, 2025 9:49 am

જસદણ નગરપાલિકાના વોર્ડ નંબર 2 માં ભાજપના ચાર ઉમેદવારની જીત થઈ છે. કાજલબેન પ્રવીણભાઈ ધોળકિયા, જલ્પા દુર્ગેશભાઈ કુબાવત, બીજલભાઇ પોલાભાઈ ભેંસજાળીયા અને વિરમભાઈ સુરાભાઈ મેવાડાની ભાજપમાંથી જીત થઈ છે. જસદણ નગરપાલિકાનું 8 બેઠકનું પરિણામ જાહેર તેમાં કોંગ્રેસની બે બેઠક પર અને ભાજપની 6 + 2 બેઠક બિનહરીફ બેઠક પર જીત થઈ છે. જસદણ નગરપાલિકાની 28 બેઠકમાંથી ભાજપ આઠ બેઠક પર આગળ રહ્યું છે.

જુઓ ક્યાં કઈ સીટ પર કોનો વિજય થયો? Gujarat First પર જોવા મળશે સચોટ પરિણામ

February 18, 2025 9:48 am

દ્વારકા નગરપાલિકામાં વોર્ડ નં 1માં ભાજપનો વિજય થયો

February 18, 2025 9:48 am

દ્વારકા નગરપાલિકામાં વોર્ડ નંબર 1 માં ચારેય બેઠકો પર ભાજપની પેનલનો ભવ્ય વિજય થયો છે. કુલ 7 વોર્ડની 28 બેઠકો માંથી 13 બેઠકો પર ભાજપે વિજયી મેળવ્યો છે. ભાજપ દ્વારકા નગરપાલિકામાં સ્પષ્ટ બહુમતી તરફ અગ્રેસર જોવા મળ્યું છે.

રાજકોટઃ જેતપુર મતગણતરી કેન્દ્ર ઉપર વીજળી થઈ ગુલ

February 18, 2025 9:44 am

જેતપુર મતગણતરી કેન્દ્ર પર કોઈ ખામી સર્જતાં વીજળી ગુલ થઈ હોવાનું સામે આવ્યું છે. મતગણતરી શરૂ થાય તે પહેલાં જ વીજળી ગુલ થઈ ગઈ. અત્યારે મતગણતરી કેન્દ્ર પર અંદર અંધારપટ છવાયો છે. PGVCL ની ટિમ દ્વારા ફોલ્ટ શોધવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. પોસ્ટલ પેપરની મતગણતરી શરૂ કરાઈ છે.

રાધનપુર નગર પાલિકા મતગણત્રીમાં પ્રથમ રાઉન્ડની મતગણતરી પૂર્ણ

February 18, 2025 9:42 am

પાટણઃ રાધનપુર પાલિકા વોર્ડ એકમાં વોર્ડ એકમાં ત્રણ ભાજપ અને કોંગ્રેસના એક ઉમેદવારની જીત થઈ છે. પાટણની ચાણસ્મા નગરપાલિકા મતગણતરીમાં પ્રથમ રાઉન્ડની મતગણતરી પૂર્ણ ગઈ છે. ચાણસ્મા નગરપાલિકા વોર્ડ એકમાં વોર્ડ એકમાં કોંગ્રેસની પેનલનો વિજય થયો છે.

ભાજપની પેનલ તોડવામાં કોંગ્રેસને સફળતા, જુઓ આ વીડિયો

February 18, 2025 9:41 am

રાજકોટઃ જસદણ નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસનું ખાતું ખુલ્યું છે.

February 18, 2025 9:34 am

જસદણ નગરપાલિકાના વોર્ડ નંબર 1 માં કોંગ્રેસે ખાતું ખોલ્યું છે. કોંગ્રેસે 2 બેઠક પર જીત મેળવી છે. જ્યારે ભાજપે 1 બેઠક પર જીત મેળવી છે. ભાજપના 1 મહિલા ઉમેદવાર રમાબેન મકવાણા બિનહરીફ થયા હતાં. જસદણ શહેર પ્રમુખ ધીરૂભાઇ છાયાણી વોર્ડ નંબર 1 માંથી જીત્યા છે. જ્યારે કોંગ્રેસના દિનેશભાઈ હિરપરાએ પણ જીત મેળવી છે. આ સાથે ભાજપના નૂતનબેન વિપુલભાઈ ઠોરિયાની જીત થઈ છે.

ભાવનગરની ગારીયાધાર નગરપાલિકાના વોર્ડ નંબર 1 માં ભાજપનો વિજય

February 18, 2025 9:31 am

આ ચૂંટણીના પરિણામોમાં ભારતીય જનતા પાર્ટીનો દબદબો જોવા મળી રહ્યો છે. ગારીયાધાર નગરપાલિકા વોર્ડ નંબર 1માં ભાજપની પેનલનો ભવ્ય વિજય થયો છે.

માણસા વોર્ડ નંબર 2માં ભાજપના 4 ઉમેદવારની જીત થઈ છે.

February 18, 2025 9:30 am

માણસા વોર્ડ નંબર 2 માં ભાજપના 4 ઉમેદવારની જીત થઈ ગઈ છે. માણસા નગરપાલિકા વોર્ડ નંબર 1 માં પણ ભાજપનો વિજય થયો છે. માણસામાં ભાજપનો દબદબો જોવા મળી રહ્યો છે.

જામનગર જિલ્લાની ત્રણ નગરપાલિકાના પરિણામો જાહેર

February 18, 2025 9:25 am

કાલાવડ, ધ્રોલ અને જામજોધપુરમાં પ્રથમ વોર્ડમાં ભાજપની પેનલ વિજેતા બની છે. પ્રથમ વોર્ડની ચાર-ચાર બેઠકો ભાજપે કબ્જે કરી લીધી છે. આગળની મતગણતરી ચાલી રહીં છે.

કુતિયાણા નગરપાલિકા વોર્ડ નંબર 1 માં ભાજપનો વિજય

February 18, 2025 9:25 am

પંચમહાલની હાલોલ અને કાલોલ નગરપાલિકાના વોર્ડ નંબર એકના પરિણામ જાહેર

February 18, 2025 9:23 am

પંચમહાલની હાલોલ નગરપાલિકા વોર્ડ નંબર 1 માં ભાજપના બે ઉમેદવારોની જીત થઈ છે. કાલોલ નગરપાલિકા વોર્ડ નંબર 1માં ભાજના ચાર ઉમેદવારની જીત થઈ છે.

હળવદ નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ 1 નું પરીણામ જાહેર

February 18, 2025 9:21 am

7 વોર્ડમાં 28 બેઠકોની મતગણતરી શરૂ કરવામાં આવી છે. વોર્ડ નંબર 1 માં ભાજપના ઉમેદવાર કોમલબેન વિષ્ણુભાઈ મુંધવા, મહેશ કેશવજીભાઈ કંજારિયા, ભરત ઝાલાભાઇ બાંભાની જીત થઈ છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર ભારતીબેન ગોપાલભાઈ દોરાલાની જીત થઈ છે.

કચ્છની હાઈપ્રોફાઈલ નગરપાલિકા રાપરમાં વોર્ડ નંબર 1 માં ભાજપનો વિજય

February 18, 2025 9:19 am

કચ્છની હાઈપ્રોફાઈલ નગરપાલિકા એવી રાપરમાં વોર્ડ નંબર એકમાં ભારતીય જનતા પાર્ટીનો વિજય છે. નગરપાલિકાના 7 વૉર્ડની 27 બેઠકમાં 62.52 ટકા મતદાન થયું હતું. અહીં પણ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર હતી.

સાણંદ નગરપાલિકા વોર્ડ 1 માં ભાજપના પેનલ ની જીત

February 18, 2025 9:16 am

સાણંદ નગરપાલિકાના વોર્ડ નંબર 1 માં ભાજપની પેનલના કલ્પનાબેન પટેલ, ધ્રુમિન દોશી, શાંતીબેન ભરવાડ અને વિશાલ રાઠોડની જીત થઈ છે.

માણસા નગરપાલિકા વોર્ડ નંબર 1 માં ભાજપનો વિજય

February 18, 2025 9:15 am

ઘાટલોડિયા પેટા ચૂંટણીની મતગણતરી પહેલા વિવાદ

February 18, 2025 9:09 am

ઘાટલોડિયામાં પેટા ચૂંટણીમાં મતગણતરી પહેલા વિવાદ સામે આવ્યોં છે. મતગણતરી પહેલા કોંગ્રેસના ઉમેદવાર કનુ ભાઈ પટેલે આક્ષેપ કર્યો છે. મતગણતરી પહેલા કોંગ્રેસના ઉમેદવારે મોટા આરોપ લગાવ્યાં છે. કહ્યું કે, ‘મતગણતરી પહેલા મારા હરીફ ઉમેદવારને બેસ્ટ ઓફ લક કહેવા ગયો હતો. હું એક સ્પોર્ટ્સ મેન છું. ભાજપના નેતા અને ડેપ્યુટી મેયર જતીન પટેલ એ કહ્યું કે 18500 વોટથી ભાજપ જીતે છે.કનુ ભાઈ પટેલે કહ્યું કે, આ આંકડો આવ્યો ક્યાંથી તે સૌથી મોટો સવાલ?

અમદાવાદની ઘાટલોડિયા સીટમાં પેટા ચૂંટણીનું આજે પરિણામ આવશે

February 18, 2025 9:07 am

નોંધનીય છે કે, ઘાટલોડિયા સીટ માટે પેટા ચૂંટણી યોજાઈ હતીં. આ એક સીટ માટે પાંચ ઉમેદવારો મેદાનમાં હતાં. ભાજપમાંથી પ્રવિણ પટેલ અને કોંગ્રેસમાંથી કનુભાઈ પટેલ મેદાને છે. મતદાનની વાત કરવામાં આવે તો માત્ર 31.26% મતદાન થયું હતું. ઘાટલોડિયા ખાતે ટોટલ 78 બુથમાં વોટિંગ યોજાયું હતું. કુલ 13,723 પુરુષો અને 10,953 મહિલાઓએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

ગાંધીનગર તાલુકા પંચાયતની મતગણતરીની શરૂઆત

February 18, 2025 9:05 am

ગાંધીનગર તાલુકા પંચાયતની અડાલજ બેઠક થી મતગણતરીનો પ્રારંભ થઈ ગયો છે. ગાંધીનગર તાલુકા પંચાયતમાં સૌથી ઓછું મતદાન અડાલજ બેઠક પર થયું હતું. અડાલજ બેઠક પર માત્ર 34 ટકા મતદાન થયું હતું. ઓછા મતદાનને કારણે ઝડપી પરિણામ આવશે તેવા અહેવાલ મળ્યાં છે.

66 નગરપાલિકામાં થયેલા મતદાનના આંકડા

February 18, 2025 8:51 am

જૂનાગઢમાં મહાનગરપાલિકાની ચૂંટણીની મતગણતરી શરૂ કરી દેવામાં આવી

February 18, 2025 8:48 am

જૂનાગઢમાં મહાનગરપાલિકાની ચૂંટણીની મતગણતરી શરૂ કરી દેવામાં આવી છે. 52 બેઠક માટેની મતગણતરી ચાલુ થઈ ગઈ છે. મત ગણતરી કેન્દ્ર બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. મળતી વિગતો પ્રમાણે કુલ 48 ટેબલ પર 2-2 રાઉન્ડમાં ગણતરી થશે.

મહીસાગર: લુણાવાડા, સંતરામપુર અને બાલાસિનોર નગરપાલિકાની મત ગણતરી શરૂ કરવામાં આવશે

February 18, 2025 8:40 am

લુણાવાડાની મત ગણતરી પી એન પંડ્યા આર્ટસ કોલેજ ખાતે, જ્યારે સંતરામપુરની મતગણતરી આદિવાસી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ અને બાલાસિનોરની મતગણતરી કે એન હાઇસ્કુલમાં થશે. લુણાવાડામાં 7 વોર્ડ અને 28 બેઠક જ્યારે સંતરામપુરમાં 6 વોર્ડ અને 24 બેઠકો બાલાસિનોરમાં સાત વોર્ડ અને 28 બેઠકો માટે મત ગણતરી શથે.મહીસાગર જિલ્લાની ત્રણ નગરપાલિકાની 71 બેઠકો માટે કુલ 183 ઉમેદવારોનું ભાવી નક્કી થવાનું છે. ત્રણે બેઠકો માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આજે મતગણતરી શરૂ કરી દેવામાં આવી છે.

ભાવનગર જિલ્લાની ત્રણેય નગરપાલિકામાં ખરાખરીનો છે જંગ, કોણ મારશે બાજી? હમણાં થશે નક્કી!

February 18, 2025 8:39 am

કચ્છની હાઈપ્રોફાઈલ નગરપાલિકા રાપરમાં ભાજપ જીતશે, સ્થાનિક લોકોનું અનુમાન

February 18, 2025 8:29 am

આજે 9 કલાકે કોડીનાર નગરપાલિકાની મતગણતરીનો પ્રારંભ થશે

February 18, 2025 8:25 am

ગીર સોમનાથની કોડીનાર નગરપાલિકાની મતગણતરીનો 9 કલાકે પ્રારંભ થશે. કોડીનાર નગરપાલિકામા કુલ 7 વોર્ડ અને 32 બુથમા 10 રાઉન્ડમાં મતગણતરી થવાની છે. કોડીનાર નગરપાલિકામા 4 બેઠકો ભાજપની બિનહરીફ થઈ છે. 7 વોર્ડ અને 15 બેઠકોની મતગણતરી હાથ ધરાશે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને વહીવટીતંત્રની સુરક્ષા અને વ્યવસ્થા ગોઠવાઇ છે. ભાજપ અને કોગ્રેસના ઉમેદવારો અને એજન્ટો પણ હાજરી રહેવાની છે.

મોરબી જિલ્લાની બે નગરપાલિકાનું પરિણામ ટૂંક સમયમાં શરૂ થશે

February 18, 2025 8:17 am

આજે વાંકાનેર અને હળવદ નગરપાલિકાની ચૂંટણીનું પરિણામ ટૂંક સમયમાં શરૂ થશે. વાંકાનેર નગરપાલિકાની 28 બેઠકમાંથી 13 બેઠક બિન હરીફ 15 બેઠકની મતગણતરી શરૂ થશે. હળવદની નગરપાલિકાની 7 વોર્ડ ની 28 બેઠકની આજે મતગણતરી થવાની છે. હળવદ શહેરની મોડલ સ્કૂલ ખાતે મતગણતરી થવાની છે. વાંકાનેર શહેરની અમરસિંહજી હાઇસ્કુલ ખાતે મતગણતરી થશે.

જૂનાગઢમાં પુનરાવર્તન થશે કે પછી પરિવર્તન આવશે?

February 18, 2025 8:16 am

થાન નગરપાલિકાની ચૂંટણી માટે આજે સવારના 09 વાગ્યાથી મતગણતરીનો થશે પ્રારંભ

February 18, 2025 8:05 am

સુરેન્દ્રનગર: થાન નગરપાલિકાના 07વોર્ડની 28 બેઠકો માટે ફુલ 60.35% મતદાન નોંધાયું હતું. ફુલ 07 રાઉન્ડ અને 06 ટેબલ પર મત ગણતરી હાથ ધરવામાં આવશે. ફૂલ 45 મત ગણતરીનો સ્ટાફ અને 146 પોલીસ સ્ટાફ બંદોબસ્તમાં હાજર રહેવાનો છે. ભાજપ, કોંગ્રેસ, આપ, બસપા અને અપક્ષ સહિત 107 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં સીલ થયા હતાં. આજે જાહેર થશે કે લોકોએ કોને પસંદ કર્યાં છે.

કચ્છની હાઈપ્રોફાઈલ રાપર નગરપાલિકા પર સૌ કોઈની છે નજર, કોણ હશે અને કોણ જીતશે?

February 18, 2025 8:03 am

રાપર નગરપાલિકામાં કોણ હારશે અને કોણ જીતશે? તેના પર ગુજરાતભરના લોકોની નજર રહીં છે. નગરપાલિકાના 7 વૉર્ડની 27 બેઠકમાં 62.52 ટકા મતદાન થયું છે. અહીં પણ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર છે.આ સાથે ભચાઉના ચાર વોર્ડના 15 ઉમેદવારોના ભાવિનો ફેંસલો થવાનો છે. લાકડિયા, મોટી ભુજપર અને દશેડા તાલુકા પંચાયતની બેઠકનું પણ આજે પરિણામ જાહેર થવાનું છે.

વડોદરાની કરજણ નગરપાલિકા બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર

February 18, 2025 7:16 am

વડોદરાની કરજણ નગરપાલિકામાં સરેરાશ 72.37 ટકા મતદાન થયું છે. 28 બેઠકના 85થી વધુ ઉમેદવારોનું ભાવી EVMમાંથી આજે ખુલવાનું છે. મળતી વિગતો પ્રમાણે 4 રાઉન્ડમાં EVMની ગણતરી કરવામાં આવશે. કરજણ મામલતદાર કચેરીએ મતગણતરી થવાની છે. પાદરા અને સાવલીની નગરપાલિકાની પેટાચૂંટણીના આજે પરિણામ જાહેર થવાના છે.

સ્થાનિક સ્વરાજનો જનાદેશ, ગુજરાત ફર્સ્ટ તમને આપશે પળેપળની અપડેટ

February 18, 2025 7:14 am

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સૌરાષ્ટ્ર-કચ્છ પર નજર

February 18, 2025 7:14 am

આજે સૌરાષ્ટ્ર-કચ્છની 32 નગરપાલિકાનો જનાદેશ થોડીવારમાં સ્પષ્ટ થઈ જવાનું છે. સૌરાષ્ટ્રની 30 જેટલી નગરપાલિકામાં સરેરાશ 58 ટકા જેટલું મતદાન થયું હતું. આજે ખબર પડી જશે કે જનતાએ કોના પર વિશ્વાસ મૂક્યો છે. સૌરાષ્ટ્રની તમામ નગરપાલિકાના મતગણતરી કેન્દ્રો પર ગુજરાત ફર્સ્ટની ટીમ પહોંચી ગઈ છે. જેથી તમને સૌથી ઝડપી અને સૌથી સચોટ પરિણામો બસ થોડીવારમાં મળી રહેશે.

જૂનાગઢ મનપામાં પુનરાવર્તન કે પછી આવશે પરિવર્તન?

February 18, 2025 7:08 am

જૂનાગઢ મનપાની ચૂંટણીમાં આજે જનાદેશ સ્પષ્ટ થવાનો છે. જૂનાગઢ મહાનગરપાલિકામાં પુનરાવર્તન થયા છે કે પછી પરિવર્તન આવશે? તેને લઈને આજે ચિત્ર સ્પષ્ટ થઈ જવાનું છે. નોંધનીય છે કે, જૂનાગઢના 15 પૈકી 2 વૉર્ડ ભાજપના ફાળે બિનહરીફ થઈ છે. આ સાથે જૂનાગઢ મહાનગરપાલિકાની 52 બેઠકોનું આજે પરિણામ જાહેર થવાનું છે. 16 તારીખે લોકોએ પોતાનો મત આપી દીધો હતો. જૂનાગઢ મહાનગરપાલિકામાં 44.23 ટકા જેટલું ઓછું મતદાન કોને નડશે? તે એક મોટો સવાલ છે.

This Live Blog has Ended
Advertisement

.

×