Adani: ‘અમારૂ ગામ હજી આઝાદ નથી થયું!’ અંબુજાના પાપે આ ગામોમાં રહેવું નર્ક સમાન
- સિમેન્ટ બનાવતી કંપનીએ લોકોના શ્વાસ કર્યા અદ્ધર કર્યાં
- કંપનીના પાપે વડનગર, લોઢવા અને સીંગસર ગામના લોકો ત્રાહિમામ
- ગુજરાત ફર્સ્ટના ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટમાં સૌથી મોટો ખુલાસો
Adani: Adani ની અંબુજા સિમેન્ટ કંપની જે અહીં બેફામ પ્રદુષણ ફેલાવી રહીં છે. જેના કારણે સ્થાનિકોને ભારે હાલાકી પડી રહીં છે. અત્યારે Adani ના પાપે સ્થાનિકોને શ્વાસ લેવા પણ અઘરો પડી ગયો છે. Adani દ્વારા અહીં ગેરકાયદેસનું ખનન થઈ રહ્યું છે છતાં પણ કોઈ કાર્યવાહી કેમ કરવામાં નથી આવતી? શા માટે Adani સામે કાયદેસરના પગલા લેવામાં નથી આવતા? શું ધનિક હોવાનો મતલબ એવો છે કે, લોકોના સ્વાસ્થ્ય અને પર્યાવરણનો કોઈ ખ્યાલ નહીં રાખવાનો?
Adani એ હજારો હેક્ટરની ગૌચર જમીન પચાવી પાડીઃ સ્થાનિકો
સૌથી મોટા સવાલ છે કે, આમને આવી રીતે ખનન કરવાની પરવાનગી કોણે આપી? હજારો હેક્ટરની જમીન જે ગૌચર હતી તે Adani એ પચાવી પાડી છે તેવું અહીંના સ્થાનિકો જણાવી રહ્યાં છે. અહીં માત્ર એક કંપનીના કારણે ત્રણ ગામોના લાખો લોકોનો જીવ જોખમમાં છે. શું માત્ર પૈસાના જોર આ બધું થઈ રહ્યું છે. નોંધનીય છે કે, સિમેન્ટ બનાવતી કંપનીએ લોકોના શ્વાસ કર્યા અદ્ધર કર્યાં છે. આ કંપની વાયુ, જમીન અને અવાજનું પ્રદુષણ કરી રહીં છે. અનેક વખથ રજૂઆતો કરવા છતાં પણ કંપની સામે કોઈ કાર્યવાહીના પગલા લેવામાં આવતા નથી.
આ પણ વાંચો: Adani: ઓપરેશન અસુરમાં સૌથી મોટો ઘટસ્ફોટ, અંબુજાના પાપ સામે જનતાનો હલ્લાબોલ!
કંપનીના પાપે ગામમાં રહેવું નર્ક સમાન બની ગયું
ગ્રામજનોએ ગુજરાત ફર્સ્ટ સાથે વાત કરતા પોતાની વ્યથા વ્યક્ત કરી છે. અંબુજા સિમેન્ટ કંપનીના કારણે અનેક ગામના લોકો ભારે પરેશાન થઈ રહીં છે. અત્યારે આ કંપનીના પાપે ગામમાં રહેવું નર્ક સમાન બની ગયું છે. અત્યારે વડનગર, લોઢવા અને સીંગસર ગામના લોકો ત્રાહિમામ થઈ ઉઠ્યા છે.આ ત્રણ ગામોમાં ઘરે ઘરે બીમારીના ખાટલા છે અને કેન્સરના દર્દીઓ છે. આ સિમેન્ટ બનાવતી કંપની ગીરસોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકામાં આવેલી છે. જેના કારણે હવામાં ઝેર ભેળવાઈ રહ્યું છે. અહીંનું પાણી પણ પીવા લાયક રહ્યું નથી. આ પાણી જો ખેતીના ઉપયોગમાં લેવામાં આવે તો પાક પણ બળીને ખાક થઈ જાય છે. આ ત્રણ ગામોની જમીન ફળદ્રપતા પણ સાવ ઘટી ગઈ છે. છતાં કંપનીને માત્ર પૈસા છાપવામાં જ રસ છે. કારણે કે, હવે આ જમીનોમાં કોઈ પાક થઈ શકે તેમ નથી.
આઝાદ ભારતમાં કંપની 'રાજ' સામે ગુજરાત ફર્સ્ટે અવાજ ઉઠાવ્યો
આ તમામ સ્થિતિની જાણ થતાં આઝાદ ભારતમાં કંપની 'રાજ' સામે ગુજરાત ફર્સ્ટે અવાજ ઉઠાવ્યો છે. અહીં ફેક્ટરીઓના આવાજના કારણે લોકોના કાનમાં પણ બહેરાશ આવી ગઈ છે. બહારથી આવતા લોકો તો અહીં એક દિવસ પણ રહીં શકે તેવી સ્થિતિ નથી. જેથી લિસ્ટેડ સિમેન્ટની કંપની સામે ત્રણ ગામના લોકોએ હુંકાર ભર્યો અને પોતાની આપવીતી ગુજરાત ફર્સ્ટ સમક્ષ જણાવી છે. નોંધનીય છે કે, ગુજરાત ફર્સ્ટના ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટમાં સૌથી મોટો ખુલાસો થયો છે. રિપોર્ટમાં સામે આવ્યું છે કે, અહીં પાણી પણ લાલ થઈ ગયું છે, જમીનની ફળદ્રપતા ઘટી ગઈ છે, ઝાડવાના પાંદડા પણ સિમેન્ટના પડ જામી ગયા છે, ઘરે ઘરે લોકો કેન્સરથી પીડાઈ રહ્યાં છે, શ્વાસ લેવા પણ અઘરો બની ગયો છે. મૂળ રીતે જોવા જઈએ તો અહીં રહેવું નર્ક સમાન બની ગયું છે.
આ પણ વાંચો: VADODARA : અંધારામાં પોલીસનું થર્મલ ડ્રોન કેમેરાથી સર્વેલન્સ, પ્રોહીબીશનની રેડ સફળ
અદાણી જૂથની અંબુજા કંપની આરોપોના ઘેરામાં !
અહીં આ કંપનીમાં કામ કરતા લોકોને પણ નોકરીમાંથી કાઢી મુકવામાં આવ્યાં છે. અહીંના લોકોએ તો એટલા સુધી જણાવ્યું છે કે, અમે અનેક વખત રજૂઆતો કરી છે. પણ કોઈ પગલા લેવામાં આવી નથી. વર્ષો પહેલા વડનગર ગામને દત્તક લેવામાં આવ્યું હતુ પરંતુ અત્યારે તેમાનું કઈ પણ આપવામાં આવતું નથી. ગીરસોમનાથના કોડિનારની અંબુજા કંપની સામે ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો છે. સ્થાનિકોએ કરી અનેક રજૂઆત પણ સમસ્યા ત્યાંની ત્યાં જ છે. અને કંપની કરોડો કમાય છે પરંતુ લોકોનું જીવન બરબાદ થાય તેવી પરિસ્થિતિ સર્જાઈ રહીં છે.
શું જીપીસીબી અદાણીને છાવરી રહીં છે?
આ ગામોમાં ઘરે ઘરે કેન્સરના દર્દીઓ છે તો પણ જીપીસીબીને કેમ દેખાતું નથી. સ્થાનિકોએ એક બે નહીં પરંતુ 15 વખત ફરિયાદો કરવામાં આવી છે. છતાં પણ માત્ર કારણ દર્શક નોટિસ આપીને કામ પતાવી દીધું હતું. હવે પ્રશ્ન એ થાય છે કે શું જીપીસીબી અદાણીને છાવરી રહીં છે. આટલા લોકો પરેશાન થઈ રહ્યા છે. હજારો લોકો કેન્સરના દર્દથી પીડાઈ રહ્યા છે છતાં જીપીસીબીની આંખ કેમ નથી ખુલતી. આખરે ક્યારે આ કંપની સામે કાર્યવાહી કરવામાં આવશે?
આ પણ વાંચો: VADODARA : ડ્રેઇન માસ્ટરથી સાફ કરાવેલી રૂપારેલ કાંસ છલોછલ, વિશ્વામિત્રીનું જળસ્તર ચિંતાનજક