Surat: ગુજરાત ગૌરવ દિવસની રંગેચંગે ઉજવણી, પોલીસ પરેડ અને ભવ્ય ટેબ્લોએ આકર્ષણ જમાવ્યું
- Surat માં ગુજરાત ગૌરવ દિવસની ભવ્ય ઉજવણી: મુખ્યમંત્રી અને રાજ્યપાલ ઉપસ્થિત
- સુરતના વાય જંક્શન ખાતે રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણીનું આયોજન
- CM ભૂપેન્દ્રભાઈ પટેલ અને DyCM હર્ષભાઈ સંઘવીએ વધારી શોભા
- શહેર પોલીસના વિવિધ પ્લાટૂન દ્વારા રજૂ કરવામાં આવ્યા સાહસિક કરતબો
- વાય જંક્શનથી પીપલોદ કારગીલ ચોક સુધી વિવિધ ટેબ્લોની આકર્ષક ઝાંખી
- રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની હાજરીમાં ગુજરાતના શૌર્યનું અદભૂત પ્રદર્શન
Surat: આજે 1લી મે એટલે કે ગુજરાતનો સ્થાપના દિવસ. આ અવસરે સમગ્ર રાજ્યમાં 'ગુજરાત ગૌરવ દિવસ' (Gujarat Gaurav Divas) ની ઉજવણી કરવામાં આવી રહી છે, જે અંતર્ગત ડાયમંડ સિટી સુરતમાં ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરતના વાય જંક્શન (Y-Junction) ખાતે આયોજિત આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ (Bhupendra Patel) અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત (Acharya Devvrat) ની ગરિમામય ઉપસ્થિતિ રહી હતી.
Surat | Gujarat Foundation Day નિમિતે ગુજરાત ગૌરવ દિવસ ઉજવણી | Gujarat First
Surat માં City Police દ્વારા વાય જંકશન ખાતે ભવ્ય આયોજન
CM ભૂપેન્દ્રભાઇ અને DYCM હર્ષભાઇ સંઘવી ઉપસ્થિત
રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ કાર્યક્રમમાં રહ્યાં ઉપસ્થિત
ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી નિમિત્તે વિવિધ… pic.twitter.com/MXF0O6CcbZ— Gujarat First (@GujaratFirst) May 1, 2026
DyCM હર્ષભાઈ સંઘવી પણ હાજર રહ્યા હતા.
આ ઉજવણીમાં રાજ્યના DyCM હર્ષભાઈ સંઘવી (Harsh Sanghavi) પણ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત પોલીસ દળની શિસ્તબદ્ધ પરેડ અને સલામી સાથે કરવામાં આવી હતી. સુરત શહેર પોલીસ (Surat City Police) ના વિવિધ પ્લાટૂન દ્વારા સાહસિક કરતબો બતાવીને ઉપસ્થિત જનમેદનીના દિલ જીતી લેવામાં આવ્યા હતા. વાય જંક્શનથી શરૂ થયેલી આ પરેડ અને વિવિધ સાંસ્કૃતિક ઝાંખીઓ (Cultural Tableaux) પીપલોદ કારગીલ ચોક સુધી નીકળી હતી, જેમાં રાજ્યના વિકાસ અને સંસ્કૃતિનું દર્શન કરાવતા ટેબ્લો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.
Surat: CM ગુજરાતની પ્રગતિની ગાથા વર્ણવી
મુખ્યમંત્રીએ આ તકે ગુજરાતની પ્રગતિની ગાથા વર્ણવતા રાજ્યના નાગરિકોને સ્થાપના દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. પોલીસ જવાનોના શૌર્ય પ્રદર્શન અને અદભૂત સાંસ્કૃતિક પ્રસ્તુતિઓએ સુરતની સડકો પર દેશભક્તિ અને ગુજરાતના ગૌરવનું વાતાવરણ ઉભું કર્યું હતું. હજારોની સંખ્યામાં સુરતીલાલાઓ આ ઐતિહાસિક પળના સાક્ષી બનવા ઉમટી પડ્યા હતા, જેના કારણે વાય જંક્શનથી પીપલોદ સુધીનો માર્ગ ગૌરવમય ઝાંખીઓથી ઝળહળી ઉઠ્યો હતો.
આ પણ વાંચો: Lakhtar માં ગરમી બની જીવલેણ! દિવ્યાંગ માતાએ એકનો એક દીકરો ગુમાવ્યો, કાળજું કંપી જાય તેવી ઘટના


