Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ગુજરાતને મળ્યો CNG નો ખજાનો,આખા દેશને પૂરો પાડશે CNG

Suzuki Biogas plant: ગુજરાત બાયો ફ્યુલ ક્ષેત્રમાં સતત હરણફાળ ભરી રહ્યું છે. બનાસ ડેરી (Banas Dairy)અને જાપાનની દિગ્ગજ કંપની સુઝુકી બાયો CNG પ્લાન્ટ (Suzuki Biogas plant)શરૂ કરવા જઈ રહ્યા છે. આ પ્લાન્ટમાં પશુના ગોબરમાંથી બાયો CNG ગેસ તૈયાર કરવામાં આવશે....
ગુજરાતને મળ્યો cng નો ખજાનો આખા દેશને પૂરો પાડશે cng
Advertisement

Suzuki Biogas plant: ગુજરાત બાયો ફ્યુલ ક્ષેત્રમાં સતત હરણફાળ ભરી રહ્યું છે. બનાસ ડેરી (Banas Dairy)અને જાપાનની દિગ્ગજ કંપની સુઝુકી બાયો CNG પ્લાન્ટ (Suzuki Biogas plant)શરૂ કરવા જઈ રહ્યા છે. આ પ્લાન્ટમાં પશુના ગોબરમાંથી બાયો CNG ગેસ તૈયાર કરવામાં આવશે. આમ પશુપાલકોને દૂધની સાથે ગોબરમાંથી પણ કમાણી થશે.

Advertisement

ખેડૂતોને ગોબરમાંથી આવક મળશે

જાપાનની સુઝુકી કંપની અને બનાસ ડેરી સાથે મળીને બનાસ ડેરીમાં બાયો CNG પ્લાન્ટ શરૂ કરી રહ્યા છે. આગામી સમયમાં બનાસ જિલ્લામાં પાંચ નવા બાયો CNG પ્લાન્ટ સ્થાપવામાં આવશે. આ બાયો CNG પ્લાન્ટમાં દરરોજ પાંચ લાખ કિલો ગોબર પ્રોસેસ કરવાનું આયોજન છે. બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને દૂધ સિવાય ગોબરમાંથી વધારાની આવક મળશે.

Advertisement

ખેડૂતો માટે વધારાની આવક

સુઝુકી કંપની અને બનાસ ડેરી સંયુક્ત રીતે 250 કરોડથી પણ વધારાનું રોકાણ કરશે. તેનાથી ખેડૂતોને પશુપાલન સિવાય પણ વધારાની આવકનો ફાયદો થશે. CNG બાયોગેસ પ્લાન્ટના માધ્યમથી છેલ્લે વધેલા ગોબરનો જૈવિક ખાતર તરીકે ઉપયોગ કરી શકાશે. જેથી પ્રાકૃતિક ખેતીને પણ પ્રોત્સાહન મળશે. બાયો CNG પ્લાન્ટની જાહેરાત બાદ ખેડૂતોમાં આવક માટે એક નવું આશાનું કિરણ જનમ્યું છે.

બાયો ડીઝલ અને ખાતર

આ બાયો સીએનજી પ્લાન્ટમાંથી બે મુખ્ય વસ્તુ બનશે. જેમાંથી એક બાયો CNG અને બીજું પ્રાકૃતિક ખાતર છે. પ્રાકૃતિક ખાતરના કારણે જમીનની ફળદ્રુપતા વધશે. તેમાંથી તૈયાર થયેલો ખોરાક અને અનાજ ઝેર મુક્ત થશે. બાયો CNG માંથી ગાડીઓ પણ ચાલી શકશે અને એન્વાયરમેન્ટને પણ ફાયદો થશે. ખાસ કરીને ગ્રીન એનર્જીનો કોન્સેપ્ટ સાકાર થશે.

આ પણ  વાંચો  -PNG-ગુજરાતમાં ઘરગથ્થુ વપરાશમાં નોંધપાત્ર પ્રગતિ

આ પણ  વાંચો  -Gandhinagar: ગુજરાતમાં હવે મફત મળશે આ દવાઓ! રાજ્ય સરકારે જીવન રક્ષક દવાઓના લીસ્ટમાં કર્યો વધારો

આ પણ  વાંચો  -Tapi Rain:તાપીમાં મેઘરાજાની તોફાની બેટીંગ, જિલ્લાના 115 માર્ગ ધોવાયા

Tags :
Advertisement

.

×