DyCM હર્ષભાઈ સંઘવીની નાગરિકોને મોટી ભેટ, ત્રણ શહેરોમાં 17 નવા બસ રૂટને મળી લીલીઝંડી
- નાયબ મુખ્યમંત્રી Harsh Sanghavi ની નાગરિકોને મોટી ભેટ
- હર્ષ સંઘવીએ બસ સેવાના નવા 17 રૂટને આપી મંજૂરી
- નવસારી, વાપી, પાલનપુરમાં નવી બસ સેવાઓ શરૂ થશે
- શહેરી બસ સેવા યોજના હેઠળ પરિવહન થશે સુદ્રઢ
- ખાનગી વાહનોની નિર્ભરતા ઘટતા ટ્રાફિકમાં મળશે મોટી રાહત
- સામાન્ય જનતાના સમય અને નાણાંની થશે સીધી બચત
DyCM Harsh Sanghavi: ગુજરાત સરકાર દ્વારા રાજ્યના શહેરી વિસ્તારોમાં પરિવહન વ્યવસ્થાને વધુ વેગ આપવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ (DyCM HarshBhai Sanghavi) નાગરિકોની સુવિધામાં વધારો કરતા નવસારી, વાપી અને પાલનપુર જેવા મહત્વના શહેરો માટે કુલ 17 નવા બસ રૂટને (New Bus Routes) મંજૂરી આપી છે. આ નિર્ણય 'શહેરી બસ સેવા યોજના' (City Bus Service Scheme) અંતર્ગત લેવામાં આવ્યો છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય સ્થાનિક સ્તરે પરિવહન કનેક્ટિવિટી વધારવાનો છે.
મુસાફરોને દરરોજ આવવા-જવામાં મોટી રાહત મળશે
વિગતો મુજબ, નવસારી મહાનગરપાલિકા (Navsari Municipal Corporation) વિસ્તારમાં સૌથી વધુ 7 નવા રૂટ શરૂ કરવામાં આવશે. તેવી જ રીતે દક્ષિણ ગુજરાતના ઉદ્યોગિક હબ એવા વાપીમાં 4 રૂટ અને ઉત્તર ગુજરાતના પાલનપુરમાં 6 નવા રૂટને મંજૂરી આપવામાં આવી છે. આ નવી બસ સેવાઓ શરૂ થવાથી હજારો મુસાફરોને દરરોજ આવવા-જવામાં મોટી રાહત મળશે.
નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની નાગરિકોને મોટી ભેટ
હર્ષભાઈ સંઘવીએ બસ સેવાના નવા 17 રૂટને આપી મંજૂરી
નવસારી, વાપી, પાલનપુરમાં બસ સેવાના નવા રૂટને મંજૂરી
શહેરી બસ સેવા યોજના હેઠળ નવા રૂટ શરૂ કરાયા
નવસારી મહાનગરપાલિકા વિસ્તારમાં નવા 7 રૂટ મંજૂર કરાયા
વાપી મહાનગરપાલિકામાં… pic.twitter.com/EOqSvUUu6r— Gujarat First (@GujaratFirst) April 30, 2026
લોકો માટે આ બસ સેવા આશીર્વાદરૂપ: DyCM Harsh Sanghavi
DyCM હર્ષભાઈ સંઘવીએ આ અંગે જણાવ્યું હતું કે, આ નવી સેવાઓ કાર્યરત થવાથી સામાન્ય નાગરિકોની ખાનગી વાહનો પરની નિર્ભરતા ઘટશે. તેનાથી માત્ર ટ્રાફિકની સમસ્યામાં ઘટાડો નહીં થાય, પરંતુ પર્યાવરણને પણ ફાયદો થશે. મધ્યમ વર્ગ અને શ્રમિકો માટે આ બસ સેવા આશીર્વાદરૂપ સાબિત થશે, કારણ કે તેનાથી તેમના સમય અને નાણાં (Time and Money Saving) બંનેની બચત થશે. રાજ્ય સરકાર આગામી સમયમાં અન્ય નગરપાલિકાઓમાં પણ આ પ્રકારે પરિવહન સેવાઓનો વ્યાપ વધારવા માટે કટિબદ્ધ છે.
આ પણ વાંચો: Karishma Kapoor અને તેના સંતાનોને કોર્ટમાંથી મોટી રાહત, જાણો વિગતવાર


