Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Gujarat GST Revenue Growth: ગુજરાત સરકારની તિજોરી છલકાઈ, GST આવકમાં 44 ટકાનો તોતિંગ વધારો

ગુજરાત સરકારની તિજોરીમાં આ વખતે ધનવર્ષા થઈ હોય તેવા આંકડા સામે આવ્યા છે. જીએસટીની આવકમાં થયેલો 44 ટકાનો બમ્પર વધારો માત્ર આંકડાકીય રમત નથી, પણ રાજ્યના અર્થતંત્રની બદલાતી તસવીર છે. ટેક્સના વિવિધ સ્ત્રોતોમાંથી જે રીતે 13,703 કરોડનું ફંડ એકત્ર થયું છે, તેની પાછળ કયા મોટા પરિબળો કામ કરી રહ્યા છે તે જાણવું દરેક નાગરિક માટે જરૂરી છે.
gujarat gst revenue growth  ગુજરાત સરકારની તિજોરી છલકાઈ  gst આવકમાં 44 ટકાનો તોતિંગ વધારો
Advertisement
  • રાજ્ય સરકારને GSTની આવકમાં 44 ટકાનો વધારો
  • રાજ્ય સરકારને GST હેઠળ 9916 કરોડની થઇ આવક
  • ગત વર્ષે રાજ્ય સરકારને 6901 કરોડની થઈ હતી આવક
  • વેટ હેઠળ 2711 કરોડ, વીજળી બિલમાં 1055 કરોડની આવક
  • વ્યવસાય વેરા હેઠળ 21 કરોડની આવક સરકારને થઇ
  • ટેક્સ વિભાગને GST સાથે મળીને 13703 કરોડની થઈ આવક

Gujarat GST Revenue Growth:  ગુજરાત સરકાર માટે આર્થિક મોરચે ખૂબ જ સારા સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકારની જીએસટી (GST) આવકમાં ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે 44 ટકાનો મોટો ઉછાળો જોવા મળ્યો છે. આ વધારો રાજ્યની મજબૂત આર્થિક ગતિવિધિઓ અને અસરકારક ટેક્સ વસૂલાત પ્રણાલીનો પુરાવો આપે છે.

GST_GUJARAT_FIRST

Advertisement

રાજ્ય સરકારને GST ની આવકમાં વધારો

પ્રાપ્ત સત્તાવાર વિગતો અનુસાર, રાજ્ય સરકારને જીએસટી હેઠળ આ વખતે કુલ 9916 કરોડ (9916 Crore) ની માતબર આવક થઈ છે. જો ગત વર્ષના આંકડાઓ પર નજર કરીએ તો, તે સમયે સરકારને 6901 કરોડની આવક થઈ હતી. આમ, સીધો 3015 કરોડ રૂપિયાનો વધારો નોંધાયો છે. માત્ર જીએસટી જ નહીં, પરંતુ ટેક્સ વિભાગના અન્ય સ્ત્રોતોમાંથી પણ આવકનો પ્રવાહ તેજ રહ્યો છે.

Advertisement

GST_GUJARAT_FIRST

કુલ 13703 કરોડની આવક થઈ

રાજ્યના ટેક્સ વિભાગ (Tax Department) ને જીએસટી અને અન્ય વેરાઓ મળીને કુલ 13703 કરોડની આવક થઈ છે. જેમાં વેટ (VAT) હેઠળ 2711 કરોડ રૂપિયા અને વીજળી બિલ (Electricity Bill Tax) દ્વારા 1055 કરોડની આવકનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, વ્યવસાય વેરા (Professional Tax) હેઠળ પણ સરકારને 21 કરોડ રૂપિયા પ્રાપ્ત થયા છે. નાણાકીય નિષ્ણાતોના મતે, વ્યાપાર-ઉદ્યોગમાં આવેલી તેજી અને ટેક્સ ચોરી રોકવા માટે લેવાયેલા કડક પગલાંઓને કારણે આ ઐતિહાસિક વૃદ્ધિ શક્ય બની છે. આ વધારાની આવક આગામી સમયમાં રાજ્યના વિકાસલક્ષી પ્રોજેક્ટ્સ અને જનકલ્યાણની યોજનાઓમાં નવી ગતિ લાવશે.

શું છે જીએસટી? 

જીએસટીનું આખું નામ છે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. આ એક અપ્રત્યક્ષ કર છે, એટલે એવો કર જે સીધે-સીધો ગ્રાહકો પાસેથી નથી વસૂલવામાં આવતો. પરંતુ જેની કિંમત અંતે ગ્રાહકોના ખીસ્સામાંથી જાય છે. એપ્રિલ 2016 એટલે આવતા નાણાકીય વર્ષથી જીએસટી લાગુ કરાશે. આઝાદી બાદ સૌથી મોટુ ટેક્સ સુધારનું પગલું કહેવાઇ રહ્યું છે. જીએસટી લાગુ થયા બાદ બીજા ઘણા પ્રકારના ટેક્સ સમાપ્ત થઇ જશે અને તેની જગ્યાએ માત્ર જીએસટી લાગશે.

આ પણ વાંચો: Lakhtar માં ગરમી બની જીવલેણ! દિવ્યાંગ માતાએ એકનો એક દીકરો ગુમાવ્યો, કાળજું કંપી જાય તેવી ઘટના

Tags :
Advertisement

.

×