ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gujarat: લોકમેળાને પુનઃ ઉજાગર કરવા હર્ષ સંઘવીની અનોખી પહેલ, માત્ર 7 કલાકમાં 900થી વધુ લોકોએ આપી માહિતી

Gujarat Lok Mela: રાજ્યના વિવિધ યાત્રાધામો, ગામો, જિલ્લાઓમાં યોજાતા મેળાને નવી ઓળખ આપવા રાજ્યના યુવા, સાંસ્કૃતિક મંત્રી હર્ષ સંઘવીએ અનોખો પ્રયાસ કર્યો છે.
09:20 PM Dec 01, 2024 IST | VIMAL PRAJAPATI
Gujarat Lok Mela: રાજ્યના વિવિધ યાત્રાધામો, ગામો, જિલ્લાઓમાં યોજાતા મેળાને નવી ઓળખ આપવા રાજ્યના યુવા, સાંસ્કૃતિક મંત્રી હર્ષ સંઘવીએ અનોખો પ્રયાસ કર્યો છે.
Gujarat
  1. સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી માંગ્યા લોકોના અભિપ્રાય
  2. માત્ર સાત કલાકમાં 900થી વધુ લોકોએ મેળાની માહિતી આપી
  3. સ્થાનિકો સાથે મળીને બંધ મેળાને ફરી શરુ કરવા આપી ખાતરી

Gujarat Lok Mela: ગુજરાતમાં અનેક એવા ગામો અને શહેરો છે જ્યાં મેળાઓ ભરાય છે, પરંતુ ઘણાં લોકોને તેના વિશે ઓછી અથવા નહિવત ખબર હોય છે. જેથી ગુજરાતના રાજ્ય ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પોસ્ટ કરીને એક અનોખી પહેલ કરી હતી. જેમાં ગુજરાતના ભરાતા લોકમેળાઓ વિશે માહિતી માંગવામાં આવી હતી. માત્ર સાત જ કલાકમાં 900 થી પણ વધારે લોકોએ પોતાના ગામ/શહેરમાં ભરાતા મેળાની માહિતી આપી છે.

માત્ર સાત જ કલાકમાં 900 થી વધારે લોકમેળાની માહિતી મળી

રાજ્યના વિવિધ યાત્રાધામો, ગામો, જિલ્લાઓમાં યોજાતા મેળાને નવી ઓળખ આપવા રાજ્યના યુવા, સાંસ્કૃતિક મંત્રી હર્ષ સંઘવીએ અનોખો પ્રયાસ કર્યો છે. મંત્રી હર્ષ સંઘવીએ ફેસબુકના માધ્યમથી રાજ્યના નાગરિકોને પોતાના ગામ, શહેર, જિલ્લામાં ભરાતાં પ્રખ્યાત-અપ્રખ્યાત મેળાઓના નામ, વિગત અને વિશેષતા જણાવવા અનુરોધ કર્યો હતો. મંત્રીએ રાત્રે 01:30 વાગ્યે ફેસબુક પર કરેલી પોસ્ટના માત્ર 07 કલાકમાં 900થી વધુ લોકોએ કોમેન્ટ કરી અને પોતાના ગામ, શહેરના લોકમેળાઓની રસપ્રદ વિગત આપીને મંત્રી હર્ષ સંઘવીના આ કાર્યને બિરદાવ્યું છે.

રાજ્યના નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લઈ આ પ્રયાસને વધાવ્યો

મંત્રી હર્ષ સંઘવીએ ના માધ્યમથી લોક સંસ્કૃતિની ધરોહર એવા નાના મોટાં, પ્રખ્યાત - અપ્રખ્યાત લોકમેળાઓને ઉજાગર કરવાના પ્રયાસમાં રાજ્યના નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લઈ આ પ્રયાસને વધાવ્યો છે. મંત્રીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી જણાવ્યું હતું કે, ‘ગુજરાતનાં અલગ અલગ જિલ્લાઓમાં એવા કેટલાય મેળાઓ ભરાય છે, જે ફક્ત જે-તે જિલ્લાઓ પૂરતાં જ સીમિત રહી જાય છે. આજે એવા જિલ્લાઓને જાણીએ અને જણાવીએ. જેથી,આના થકી આજે કેટલાય અવનવાં મેળાઓ આપણને જાણવા મળશે.’

જસરા ગામે શિવરાત્રીના દિવસે સૌથી મોટો અશ્વમેળો યોજાય છે

હર્ષ સંઘવીની પોસ્ટમાં રાજ્યના તમામ વિસ્તારમાંથી લોકોએ પોતાનાં આજુબાજુના મેળાની વિગતો આપી છે. જેમાં ઘણાં એવા મેળા છે જે ભાગ્યે જ રાજ્યના અન્ય વિસ્તારના લોકો જાણતા હશે. જેમ કે, બનાસકાંઠાના લાખણી તાલુકાના જસરા ગામે શિવરાત્રીના દિવસે સૌથી મોટો અશ્વમેળો યોજાય છે. નવરાત્રિના આઠમના નોરતે વડોદરાના રણુ ગામે તુલજા ભવાનીનો મેળો, મહેસાણાના પુદગામે સ્વયંભૂ જ્યોતિર્લિંગ શ્રીકૃષ્ણ જન્મોત્સવનો સિદ્ધનાથ મહાદેવનો મેળો ભરાય છે.

આ પણ વાંચો: Amreli જિલ્લાની ધારી ગ્રામ પંચાયત હવે બનશે ધારી નગરપાલિકા, મુખ્યમંત્રીએ કરી જાહેરાત

રાજ્યભરના અનેક પ્રકારના પ્રસિદ્ધ લોકમેળાઓ યોજાય છે

એટલું જ નહીં પરંતુ બનાસકાંઠાના થરાદના લુણાવ ગામે ભાઈબીજના દિવસે અતિપ્રાચીન મેળો, દક્ષિણ ગુજરાતના વલસાડના પલસાણા ગામે મહાશિવરાત્રીના દિવસે ગંગાજીનો મેળો યોજાય છે જેમાં સામાજિક સમરસતાની ભાવના જોવા મળે છે. આદિજાતિ સાંસ્કૃતિક મેળાની વાત કરીએ તો, દાહોદના લીમખેડામાં આમલી અગિયારસનો જન્માષ્ટમીના દિવસે મેળો યોજાય છે. તેમજ છોટાઉદેપુરના લગામી ગામે રંગ પંચમીનો મેળો યોજાય છે જેમાં રામ ઢોલની હરીફાઈ તથા સામાજિક સુધારણાની વાતો કરવામાં આવે છે.

આ પણ વાંચો: Farmer: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની રાજ્યની જનતાને સૌથી મોટી ભેટ, ખેડૂત બનવું હવે થશે સરળ

લોકમેળાને પુનઃ સ્મૃતિમાં લાવી તેમાં પ્રાણ ફૂંકવા અનોખી પહેલ

એક સમયે જે તે વિસ્તારની શાન ગણાતા મેળા લોકોની સ્મૃતિપટ પરથી વિસરાઈ રહ્યા છે. આ લોકમેળાને પુનઃ સ્મૃતિમાં લાવી તેમાં પ્રાણ ફૂંકવા અને તેનું ડોક્યુમેન્ટ કરવા મંત્રીએ રાજ્યના લોકોને જોડીને આ અનોખી પહેલ કરી છે. જેમાં લોકોએ પોતાના વિસ્તારના લોકમેળાની વિગતો તો આપી, તેની સાથે તે મેળા પાછળની રસપ્રદ માહિતી પણ શેર કરી છે. એક મેળો એવો છે જે કોઈને કોઈ કારણસર બંધ થયો છે, આવા મેળાઓને સ્થાનિકો સાથે મળીને પુનઃ કાર્યરત કરવા મંત્રીએ ખાતરી આપી છે.

આ પણ વાંચો: Gujarat: ગ્રેજ્યુઈટીને લઈને આવ્યાં Good News, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો વધુ એક કર્મચારી હિતલક્ષી નિર્ણય

Tags :
Famous Lok Mela in GujaratFamous Lok Mela ListGujaratGujarat Famous fairGujarat Famous Lok MelaGujarat Famous Lok Mela ListGujarat Lok MelaGujarat NewsGujarati NewsHarsh Sanghavi postHarsh Sanghavi Social Media postHarsh Sanghavi Social Media post About Lok melaLok Mela Listre-expose Lok Melare-expose Lok Mela in GujaratVimal Prajapati
Next Article