Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Gujarat Highway Project : સૌરાષ્ટ્રમાં મુસાફરી થશે સુપરફાસ્ટ! 196 KM લાંબા NH-351G નું થશે કાયાકલ્પ, ટ્રાફિક અને અકસ્માતોથી મળશે મુક્તિ

Gujarat Highway Project : સૌરાષ્ટ્રની રોડ કનેક્ટિવિટી વધુ મજબૂત બનાવવા કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. NH-351Gના નાગેશ્રી-અમરેલી-ચોટીલા સેક્શનના વિકાસ માટે ₹2,125.55 કરોડની મંજૂરી આપવામાં આવી છે. 196 કિલોમીટર લાંબા આ માર્ગને બે લેન અને કેટલાક મહત્વપૂર્ણ ભાગોમાં ચાર લેનમાં અપગ્રેડ કરવામાં આવશે, જેનાથી મુસાફરી સરળ બનશે અને ટ્રાફિક તેમજ અકસ્માતોમાં ઘટાડો થવાની આશા છે.
gujarat highway project   સૌરાષ્ટ્રમાં મુસાફરી થશે સુપરફાસ્ટ  196 km લાંબા nh 351g નું થશે કાયાકલ્પ  ટ્રાફિક અને અકસ્માતોથી મળશે મુક્તિ
Advertisement

Gujarat Highway Project : ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં રોડ કનેક્ટિવિટી (Road Connectivity)ને વધુ મજબૂત બનાવવા કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ 3 ઓક્ટોબર 2026ના રોજ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર માહિતી આપતાં જણાવ્યું કે નેશનલ હાઇવે-351G (NH-351G)ના નાગેશ્રી-અમરેલી-ચોટીલા (Nageshri-Amreli-Chotila) સેક્શનના અપગ્રેડેશન માટે ₹2,125.55 કરોડના ખર્ચને મંજૂરી આપવામાં આવી છે. આ સમગ્ર હાઇવે સેક્શનની લંબાઈ લગભગ 196 કિલોમીટર છે અને પ્રોજેક્ટને હાઇબ્રિડ એન્યુઇટી મોડ (Hybrid Annuity Mode-HAM) હેઠળ વિકસાવવામાં આવશે.

Tags :
Advertisement

.

×