Gujarat IAS Transfer News: રાજ્યના વધુ 2 IAS અધિકારીઓની બદલી
- રાજ્યના વધુ 2 IAS અધિકારીઓની બદલી ( Gujarat IAS Transfer News)
- અગ્રસચિવ મહંમદ શાહીદની કરાઈ બદલી
- કમિશ્નર કોટેજ એન્ડ રૂરલ ઈન્ડસ્ટ્રીઝ તરીકે બદલી
- અગ્રસચિવ શાહમીના હુસેનને વધારાનો હવાલો સોંપાયો
- આદિજાતી વિભાગનો વધારાનો હવાલો સોંપાયો
- મંગળવારે મોડી સાંજે 26 IASની થઈ હતી બદલી
ગુજરાતમાં વહીવટી તંત્રમાં મોટા પાયે ફેરફારોનો સિલસિલો સતત બીજા દિવસે પણ જારી રહ્યો છે. મંગળવારે મોડી સાંજે 26 જેટલા IAS અધિકારીઓની બદલીના ( IASTransfer) આદેશ બાદ આજે વધુ બે વરિષ્ઠ IAS અધિકારીઓની આંતરિક બદલી અને વધારાના હવાલા સોંપવામાં આવ્યા છે. જેમાં અગ્રસચિવ મહંમદ શાહીદ (Mohammad Shahid) અને શાહમીના હુસેનનો (Shahmeena Hussain) સમાવેશ થાય છે.
Gujarat IAS Transfer News: 1998 બેંચના IAS મહંમદ શાહીદની કરાઇ બદલી
નોંધનીય છે કે રાજ્યના આદિજાતિ વિકાસ વિભાગના અગ્રસચિવ તરીકે ફરજ બજાવતા 1998 બેંચના IAS મહંમદ શાહીદ ની બદલી કરવામાં આવી છે. તેમને હવે ગાંધીનગર ખાતે કમિશનર, કુટિર અને ગ્રામીણ ઉદ્યોગ (Cottage and Rural Industries) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.આ ઉપરાંત IAS શાહમીના હુસેને પણ આદિજાતિ વિકાસ વિભાગની વધારાની મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે.
રાજ્યના IAS અધિકારીઓની બદલીઓનો દૌર યથાવત
રાજ્યના વધુ 2 IAS અધિકારીઓની બદલી
અગ્રસચિવ મહંમદ શાહીદની કરાઈ બદલી@CMOGuj #IASTransfer #GujaratGovernment #MohammedShahid #ShahmeenaHusain #Bureaucracy #Gandhinagar #BreakingNews #GAD #GujaratNews #OfficialUpdate pic.twitter.com/vO0ZR7WRwQ— Gujarat First (@GujaratFirst) December 24, 2025
Gujarat IAS Transfer News: અગ્રસચિવ શાહમીના હુસેને સોંપાયો વધારાનો ચાર્જ
ઉલ્લેખનીય છે કે રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અગ્રસચિવ શાહમીના હુસેન ને નવી મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. મહંમદ શાહીદની બદલી થતાં ખાલી પડેલા આદિજાતિ વિકાસ વિભાગ (Tribal Development Department) ના અગ્રસચિવ તરીકેનો વધારાનો હવાલો હવે શાહમીના હુસેનને સોંપવામાં આવ્યો છે. તેઓ પોતાના હાલના વિભાગની સાથે આ જવાબદારી પણ સંભાળશે.
મંગળવારના મોટાપાયે IASની બદલી કરવામાં આવી હતી
નોંધનીય છે કે ગઈકાલે એટલે કે મંગળવારે મોડી રાત્રે રાજ્ય સરકાર દ્વારા ૨૬ જેટલા IAS અધિકારીઓની સાગમટે બદલી કરવામાં આવી હતી. આ ફેરબદલમાં અનેક જિલ્લાના કલેક્ટરો અને મ્યુનિસિપલ કમિશનરોની બદલીઓ કરવામાં આવી હતી. આ મોટા ફેરફારના બીજા જ દિવસે વધુ બે અધિકારીઓની ફેરબદલ થતા સચિવાલયમાં બદલીઓનો ગણગણાટ તેજ બન્યો છે.
આ પણ વાંચો: IAS Transfer: ગુજરાતમાં 26 IAS અધિકારીઓની બદલીનો આદેશ, વાંચો


