ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે ભાજપમાં આંતરિક ડખો! પક્ષવિરોધી પ્રવૃત્તિઓ વધતા શરૂ કરી કડક કાર્યવાહી

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી (Local Body Election) નજીક આવી રહી છે, અને ભાજપે પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ કરનારાઓ સામે કડક વલણ અપનાવ્યું છે.
11:58 AM Feb 11, 2025 IST | Hardik Shah
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી (Local Body Election) નજીક આવી રહી છે, અને ભાજપે પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ કરનારાઓ સામે કડક વલણ અપનાવ્યું છે.
Gujarat Local Body Elections Internal strife in BJP

સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે ભાજપમાં આંતરિક ડખો : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી (Local Body Election) નજીક આવી રહી છે, અને ભાજપે પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ કરનારાઓ સામે કડક વલણ અપનાવ્યું છે. જણાવી દઇએ કે, ટિકિટ ન મળતાં કેટલાક કાર્યકરો અને નેતાઓએ બળવો કરતાં અપક્ષ ઉમેદવારી નોંધાવી છે, જેનાથી પક્ષે કડક કાર્યવાહી શરૂ કરી છે. ભાજપે આવી ગતિવિધિઓમાં સામેલ લોકોને હાંકી કાઢવાની પ્રક્રિયા તેજ કરી દીધી છે, જેથી પાર્ટીની શિસ્ત જળવાઈ રહે.

ગુજરાત ભાજપમાં આંતરિક ઘર્ષણ ઉગ્ર

ગુજરાત ભાજપમાં અસંતોષ ચરમસીમાએ જોવા મળી રહ્યો છે, કારણ કે ટિકિટ ન મળવાથી અસંતુષ્ટ કાર્યકરો અને નેતાઓએ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. કેટલાકે તો કોંગ્રેસ અને આપનો સાથ લઈ ચૂંટણીમાં ઉતરવાનું પસંદ કર્યું છે, જેના કારણે અનેક સ્થળોએ ભાજપ સામે જ ભાજપ જોવા મળી રહ્યું છે. આવી અસંગત પરિસ્થિતિ વચ્ચે પ્રદેશ નેતૃત્વએ બળવાખોરો સામે કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે, જેથી પાર્ટી શિસ્ત વિરુદ્ધ જતા લોકો પર કાબૂ મેળવી શકે.

ગુજરાત ભાજપમાં શિસ્તભંગ પર કડક કાર્યવાહી

સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ગુજરાત ભાજપે શિસ્તભંગ કરનાર કાર્યકરો અને નેતાઓ સામે કડક કાર્યવાહી શરૂ કરી દીધી છે. દાહોદમાં 18 હોદ્દેદારોને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા, જ્યારે ખેડા જિલ્લાના મહેમદદાબાદ-ચકલાસીમાં 34 નેતાઓને પક્ષમાંથી હાંકી કાઢવામાં આવ્યા. જૂનાગઢમાં 10, આણંદ અને ધંધૂકામાં 4 નેતાઓને પણ બહારનો રસ્તો બતાવવામાં આવ્યો, જેનાથી કુલ 60થી વધુ હોદ્દેદારો પર કાર્યવાહી થઈ છે. હાલની પરિસ્થિતિ જોતા આગામી દિવસોમાં વધુ નેતાઓ પર પણ કડક પગલાં લેવાઇ શકે છે તેની પૂરી શક્યતાઓ છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં 16 ફેબ્રુઆરીએ મતદાન અને 18 ફેબ્રુઆરીએ મતગણતરી યોજાવાની છે.

આ પણ વાંચો :  Jamnagar : ન.પા.ની ચૂંટણી પૂર્વે 2 હોમગાર્ડ સસ્પેન્ડ, 7 સભ્ય-કાર્યકરો સામે BJP ની કડક કાર્યવાહી

Tags :
BJP Disciplinary ActionBJP Internal ConflictBJP Leadership CrackdownBJP Rebels Join OppositionBJP Ticket ControversyBJP Ticket Denial Falloutbreaking newsCongress and AAP Alliance in GujaratElectionExpelled BJP LeadersGujarat BJP vs BJPGujarat Election 2024 UpdatesGujarat FirstGUJARAT FIRST NEWSGujarat Local Body Elections 2024Gujarati NewsHardik ShahIndependent Candidates in GujaratLocal Elections Political TurmoilRebel BJP LeadersSuspended BJP Leaders
Next Article