Gujarat IPS Association : DG મનોજ અગ્રવાલને ગુજરાત IPS એસો. નાં નવા અધ્યક્ષ બનાવ્યા
- ગુજરાતના IPS એસોસિએશનમાં થયા મોટા ફેરફાર (Gujarat IPS Association)
- DG મનોજ અગ્રવાલને એસોસિએશનનાં નવા અધ્યક્ષ બનાવ્યા
- જી.એસ. મલિકને એસો.નાં નવા વાઈસ પ્રેસિડેન્ટ બનાવ્યા
- નિપુણા તોરવણે IPS એસો.ના સચિવની જવાબદારી સોંપાઈ
Gujarat IPS Association : ગુજરાતનાં ભારતીય પોલીસ સેવા (IPS) એસોસિએશનમાં મોટા ફેરફાર થયા છે. નવા અધ્યક્ષ તરીકેની જવાબદારી DG મનોજ અગ્રવાલને (DG Manoj Aggarwal) સોંપવામાં આવી છે. જ્યારે અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ. મલિકને (G.S. Malik) એસોસિએશનનાં નવા વાઈસ પ્રેસિડેન્ટ બનાવ્યા છે. જ્યારે, નિપુણા તોરવણેને આઈપીએસ એસોસિએશનનાં સચિવ બનાવ્યા છે.
DG મનોજ અગ્રવાલને એસોસિએશનનાં નવા અધ્યક્ષ બનાવ્યા
ગુજરાતમાં આઈપીએસ એસોસિએશનમાં (Gujarat IPS Association) મોટા ફેરફાર થયા હોવાની માહિતી સામે આવી છે. જે મુજબ, IPS એસોસિએશનનાં નવા અધ્યક્ષ તરીકે DG મનોજ અગ્રવાલની પસંદગી કરાઈ છે. જ્યારે, નવા વાઈસ પ્રેસિડેન્ટ તરીકે જી.એસ. મલિકને જવાબદારી સોંપાઈ છે. ઉપરાંત, રાજ્યમાં ગૃહ સચિવ નિપુણા તોરવણે (Nipuna Torawane) આઈપીએસ એસોસિએશનમાં સચિવ બન્યા છે. જ્યારે, 11 સભ્યોની એક્ઝિક્યુટિવ કમિટી પણ બનાવવામાં આવી છે.
આ પણ વાંચો - Gandhinagar : રોડની ખરાબ સ્થિતિને લઇ હાઈલેવલ બેઠક, ક્વોલિટી વર્ક થાય તેવા કોન્ટ્રાક્ટર્સને કામ આપવામાં સૂચના
> ગુજરાતનું નવું IPS એસોસિએશન
પ્રેસિડેન્ટ: DG મનોજ અગ્રવાલ
વાઇસ પ્રેસિડેન્ટ : જી.એસ. મલિક
સચિવ : નિપુણા તોરવણે
ખજાનચી : એન.એન. ચૌધરી
આ પણ વાંચો - Junagadh : જુનાગઢ બાર એસો.ની માગ, જેના ઇશારે આ બધું થયું, તેની સામે..!
> એક્ઝિક્યુટિવ કમિટીના સભ્યો(HEADER)
• પિયુષ પટેલ
• ગગનદીપ ગંભીર
• વિરેન્દ્ર યાદવ
• વિશાલ વાઘેલા
• સુનિલ જોશી
• કરણરાજ વાઘેલા
• પાર્થરાજ ગોહિલ
• રાજેશ ગઢિયા
• રાજદીપસિંહ ઝાલા
• ઓમપ્રકાશ જાટ
• વિશાખા ડાબરાલ
આ પણ વાંચો - Jamnagar : બે માસ પહેલા ફિનાઇલ પીધું, બચી જતા હવે ફાંસો ખાદ્યો, 32 વર્ષીય યુવતીનો આપઘાત