ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

VADODARA : શહેર-જિલ્લાના 2.84 લાખ રમતવીરો ખેલમહાકુંભમાં કૌશલ અજમાવશે

VADODARA : શહેર - ગ્રામ્યનાં કુલ ૨,૮૪,૭૯૮ રમતવીરોની નોંધણી, વિવિધ વયજૂથના રમતવીરો કુલ- ૩૯ રમતોની ઇવેન્ટમાં ભાગ લેશે
07:59 PM Dec 30, 2024 IST | PARTH PANDYA
VADODARA : શહેર - ગ્રામ્યનાં કુલ ૨,૮૪,૭૯૮ રમતવીરોની નોંધણી, વિવિધ વયજૂથના રમતવીરો કુલ- ૩૯ રમતોની ઇવેન્ટમાં ભાગ લેશે

VADODARA : સ્પોર્ટ્સ ઓથોરિટી ઑફ ગુજરાત દ્વારા આયોજિત ખેલ મહાકુંભ (KHEL MAHAKUMBH - GUJARAT) ૩.૦ અંતર્ગત નોંધણી પ્રક્રિયા તા.૨૫/૧૨/૨૦૨૪ ના રોજ પૂર્ણ થયેલ છે. જેમાં રાજ્યભરમાંથી આશરે કુલ ૭૧.૩૧ લાખ જેટલા રમતવીરોએ વિવિધ રમતમાં પોતાના નામ નોંધાવ્યા છે. જેમાં વડોદરા શહેર અને જિલ્લામાં (VADODARA CITY - DISTRICT) થી વિવિધ વયજૂથના ૨,૮૪,૭૯૮ ખેલાડીઓએ ખેલ મહાકુંભ ૩.૦ માં પોતાની ઉમેદવારી નોંધાવી છે.

ઓપન એજ ગ્રુપમાં સૌથી વધુ અરજીઓ મળી

વડોદરા શહેરમાં કુલ ૧,૩૧,૫૪૧ મહિલા અને પુરુષ ઉમેદવારોએ ટીમ અને વ્યક્તિગત રીતે ખેલ મહાકુંભની વેબસાઇટ પર અલગ અલગ રમતમાં પોતાના નોંધાવ્યા છે. ટીમ ઇવેન્ટમાં ૫,૬૫૩ પુરુષ અને ૨,૭૩૫ સ્ત્રી તથા વ્યક્તિગત ઇવેન્ટમાં ૮૧,૯૫૦ પુરુષ અને ૪૮,૮૮૪ સ્ત્રી  ઉમેદવારોએ ઓનલાઇન અરજી કરેલ છે. જેમાંથી ઓપન એજ ગ્રુપમાં સૌથી વધુ અરજીઓ મળેલ છે.

મહાકુંભમાં ઉત્સાહપૂર્વક પોતાની સહભાગિતા દર્શાવી

તેવી જ રીતે વડોદરા ગ્રામ્યમાં કુલ ૧,૫૩,૨૫૭ મહિલા અને પુરુષ ઉમેદવારોએ ટીમ અને વ્યક્તિગત રીતે ખેલ મહાકુંભમાં ઉત્સાહપૂર્વક પોતાની સહભાગિતા દર્શાવી છે. જેમાં ટીમ ઇવેન્ટમાં ૭,૩૧૨ પુરુષ અને ૩,૫૬૪ સ્ત્રી તથા વ્યક્તિગત ઇવેન્ટમાં ૧,૦૧,૩૧૦ પુરુષ અને ૫૩,૮૫૨ સ્ત્રી  ઉમેદવારોએ ઓનલાઇન અરજી કરેલ છે.

રમત સ્પર્ધા કુલ ૭ વયજૂથ માં યોજાશે

આ રમત સ્પર્ધા કુલ ૭ વયજૂથ માં યોજાનાર છે જેમાં વડોદરા શહેર જિલ્લાના અંડર-૯ માં ૧૨૧૦૨ , અંડર-૧૧ માં ૧૭૦૫૫, અંડર-૧૪માં ૫૫૭૪૩, અંડર-૧૭ માં ૬૬૧૪૦, ઓપન એજ ગ્રુપમાં ૧૪૯૪૭૭ , અબોવ-૪૦ માં ૨૪૮૦ અને અબોવ-૬૦ માં ૧૨૬૩ આમ કુલ ૨,૮૪,૭૯૮ રમતવીરોએ અરજી કરેલ છે.

રમતવીરોને વિવિધ યોજનાઓના લાભ પણ મળશે

નોંધનીય છે કે, ખેલમહાકુંભ ૨૦૨૪ માં કુલ ૩૯ જેટલી રમત સ્પર્ધાઓ યોજાનાર છે. આ સાથે રૂ. ૪૫ કરોડના ઇનામો જીતવા સહિત રમતવીરોને વિવિધ યોજનાઓના લાભ પણ મળશે. આ ઉપરાંત શારીરિક અથવા માનસિક દિવ્યાંગતા ધરાવતા રમતવીરો માટે સ્પેશિયલ ખેલ મહાકુંભનું પણ આયોજન કરવામાં આવ્યું છે

આ પણ વાંચો -- Gujarat: રાજ્યના 13 જિલ્લામાં 222 વરુઓનું રહેઠાણ, આ જિલ્લામાં સૌથી વધુ નોંધાઇ સંખ્યા

Tags :
GujaratGujarat FirstGujarat NewsGujarati NewsHugekhelMahakumbhParticipantsRegistrationVadodara
Next Article