Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Bhuj News: જેલમાં કેદીઓ મોબાઈલ વાપરતાં પકડાયા, ચેકિંગ દરમિયાન પોલીસ સાથે ઝપાઝપી

Bhuj News: ભુજની પાલારા જેલમાંથી કેદીઓ પાસેથી મોબાઈલ મળતાં જેલ તંત્ર પર સવાલો પેદા થયા છે. ચેકિંગ દરમિયાન આ મોબાઈલ મળી આવ્યો છે. આ દરમિયાન પોલીસ અને કેદીઓ વચ્ચે ઝપાઝપી થતાં પોલીસે ત્રણ કેદીઓ સામે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે
bhuj news  જેલમાં કેદીઓ મોબાઈલ વાપરતાં પકડાયા  ચેકિંગ દરમિયાન પોલીસ સાથે ઝપાઝપી
Advertisement
  • ભુજ (Bhuj )ની પાલારા જેલમાંથી કેદીઓ પાસેથી મળ્યો મોબાઈલ
  • ચેકિંગ સમયે બે કેદીએ પોલીસ સાથે કરી ઝપાઝપી
  • કેદી અશોક કનાદે છૂપાવ્યો હતો મોબાઈલ
  • ચેકિંગમાં મોબાઈલ, સીમ કાર્ડ, હેડફોન મળ્યા
  • પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી કરી ધરી

Bhuj News: ગુજરાતમાં જેલ તંત્રની સતત બેદકારીઓ સામે આવી રહી છે. વારંવાર જેલ (prison)માં કેદીઓ સુવિધાઓ ભોગવતાં હોવાની ઘટનાઓ પ્રકાશમાં આવે છે. જેલમાં કેદીઓને તેમના મોજશોખ અને મોબાઈલનો ઉપયોગ કરતા જોવા મળે છે. ત્યારે હવે ભુજની પાલારા જેલમાંથી  કેદીઓ પાસેથી મોબાઈલ મળતાં જેલ તંત્ર પર સવાલો પેદા થયા છે.  ચેકિંગ દરમિયાન બે કેદીઓએ પોલીસ સાથે ઝપાઝપી કરી હતી.

Advertisement

સીમકાર્ડ, હેડફોન સહિતની વસ્તુઓ જપ્ત

મળતી જાણકારી અનુસાર ભુજની પાલારા જેલમાંથી કેદીઓ પાસેથી મોબાઈલ મળી આવ્યા છે. પોલીસે જેલમાં કેદીઓ મોબાઈલ વાપરતાં હોવાની શંકાના આધારે ચેકિંગ હાથ ધર્યું હતુ. ત્યારે અશોક લીલાધર કનાદે નામના કેદી પાસેથી મોબાઈલ મળી આવ્યો હતો. પોલીસે મોબાઈલ લઈ લેવાનો પ્રયાસ કરતાં અન્ય બે કેદીઓએ પોલીસ સાથે ઝપાઝપી કરી હતી. તપાસમાં જાણવા મળ્યું કે અશોક કનાદે નામનો કેદી મોબાઈલ છૂપાવીને રાખતો હતો. હાલ પોલીસે મોબાઈલ, સીમકાર્ડ, હેડફોન સહિતની વસ્તુઓ જપ્ત કરી છે. સાથે જ પોલીસ સાથે ઝપાઝપી કરનારા શક્તિસિંહ અને જયદેવસિંહે અને  મોબાઈલ રાખનાર અશોક સહિત ત્રણ કેદીઓ સામે ફરિયાદ નોંધી છે.

Advertisement

ઉલ્લેખનીય છે કે આવી ઘટનાઓ કેદીઓ કરતાં પણ વધુ જેલ તંત્ર પર સવાલો પેદા કરે છે. કારણે કેદીઓ જેલમાં મોબાઈલ કેવી રીતે લઈ જઈ શકે?, શું જેલ તંત્ર દ્વારા રોજ તપાસ થતી હશે કે નહીં?. આ તમામ સવાલો લોકોના મનમાં થાય છે. અનેકવાર જેલ તંત્ર અને પોલીસ પર આરોપ લાગી ચૂક્યા છે કે તેઓ આરોપીઓને સુવિધાઓ પુરી પાડે છે.

આ પણ વાંચોઃ અમદાવાદ સ્થિત શરદ પવારની પાર્ટી NCPના કાર્યાલય પર IT વિભાગના દરોડા

આ પણ વાંચોઃ Sunny Deol: ‘તમને શરમ નથી આવતી?, તમારા ઘરે પણ માતા-પિતા હશે’, મીડિયા પર સનીપાજી બગડ્યા

આ પણ વાંચોઃ Delhi Blast: દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટો ખુલાસો, કારમાં મોતને ભેટેલો શખ્સ ડૉ.ઉમર હોવાનો DNA મેચ

Tags :
Advertisement

.

×