‘સોમ-મંગળ બે દિવસ ફરજિયાત જનતાને સાંભળો’ તમામ પોલીસ અધિકારીઓને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનો આદેશ
પોલીસ મથકના વડા અધિકારીને આપ્યો આદેશ સોમ-મંગળ બે દિવસ ફરજિયાત જનતાને સાંભળો સામાન્ય નાગરિકોની રજૂઆત સાંભળવી પડશે સોમ-મંગળ બે દિવસ બીજા કોઈ કાર્યક્રમો ન રાખવા સૂચન Gujarat: ગુજરાત રાજ્યના પોલીસ મથકોને હવે સામાન્ય નાગરિકોની સમસ્યાઓને લક્ષ્યમાં રાખતા મહત્વપૂર્ણ આદેશ...
Advertisement
- પોલીસ મથકના વડા અધિકારીને આપ્યો આદેશ
- સોમ-મંગળ બે દિવસ ફરજિયાત જનતાને સાંભળો
- સામાન્ય નાગરિકોની રજૂઆત સાંભળવી પડશે
- સોમ-મંગળ બે દિવસ બીજા કોઈ કાર્યક્રમો ન રાખવા સૂચન
Gujarat: ગુજરાત રાજ્યના પોલીસ મથકોને હવે સામાન્ય નાગરિકોની સમસ્યાઓને લક્ષ્યમાં રાખતા મહત્વપૂર્ણ આદેશ આપવામાં આવ્યો છે. આ સૂચન અનુસાર, દરેક પોલીસ મથકના વડા અધિકારીઓને ખાસ કરીને સોમવાર અને મંગળવારના દિવસોમાં નાગરિકોની રજૂઆત સાંભળવી પડશે. આ આદેશમાં જણાવ્યું છે કે, સોમવાર અને મંગળવારના દિવસોમાં પોલીસ મથકોએ અન્ય કોઈપણ પ્રકારના કાર્યક્રમો અથવા ક્રિયાકલાપ ન રાખવા માટે સૂચવાયું છે. આ સાથે સાથે આ દિવસોમાં પોલીસ મથકોએ માત્ર નાગરિકોની રજૂઆતો અને અરજીઓ પર જ ધ્યાન કેન્દ્રિત કરવું પડશે.

