Gujarat New Cabinet 2025 : કયા કયા નવા મંત્રીઓએ સંભાળ્યો ચાર્જ?
- દાદા સરકારના મંત્રીમંડળના સભ્યોને ચેમ્બરોની ફાળવણી
- CM ભૂપેન્દ્ર પટેલ પાસે સ્વર્ણિમ સંકુલ વનનો ત્રીજો-ચોથો માળ
- સ્વર્ણિમ સંકુલ વનના બીજા માળે DyCM હર્ષભાઈ સંઘવી
- કૃષિ મંત્રી જીતુ વાઘાણી, કુવરજી બાવળીયાને ચેમ્બરની ફાળવણી
- ઉર્જા અને પેટ્રો કેમિકલ મંત્રી ઋષિકેશ પટેલ ચેમ્બરની ફાળવણી
- સ્વર્ણિમ સંકુલ વનમાં પહેલા માળે નાણામંત્રી કનુ દેસાઈની ચેમ્બર
- પહેલા માળે નરેશ પટેલ, અર્જુન મોઢવાડિયા, પ્રદ્યુમન વાજા રમણભાઈ સોલંકી
- આજ રીતે સ્વર્ણિમ સંકુલ બીજા માળે રાજ્યકક્ષાના મંત્રીઓની ચેમ્બર
- રાજ્યકક્ષામાં સ્વતંત્ર હવાલો ધરાવતા મંત્રીઓની પહેલા માળે ચેમ્બર
Gujarat New Cabinet 2025 : ગુજરાતમાં છેલ્લા બે દિવસમાં સરકારમાં મોટા ફેરફાર થયા. જ્યા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળની સરકારે પોતાના મંત્રીમંડળનું વિસ્તરણ અને ફેરબદલ કર્યું. ગઇ કાલે શુક્રવારના રોજ ગાંધીનગરના ભવ્ય મહાત્મા મંદિર ખાતે યોજાયેલા શપથવિધિ સમારોહમાં નવા મંત્રીઓએ હોદ્દા અને ગોપનિયતાના શપથ લીધા. જ્યારે આજે તેઓ પદભાર સંભાળશે.
પ્રદ્યુમન વાજાએ મંત્રી તરીકે વિધિવત ચાર્જ સંભાળ્યો
October 18, 2025 2:17 pm
ગાંધીનગરમાં પ્રદ્યુમન વાજાએ વિધિવત રીતે મંત્રીના પદનો ચાર્જ સંભાળ્યો. તેઓ સામાજિક ન્યાય અધિકારીતા, પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ તેમજ ટેક્નિકલ શિક્ષણની કામગીરી સંભાળશે. ચાર્જ ગ્રહણ પ્રસંગે મોટી સંખ્યામાં શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા અને તેમના કાર્ય માટે શુભકામનાઓ પાઠવી. પ્રદ્યુમન વાજાએ જણાવ્યું કે તેઓ શિક્ષણ અને સામાજિક ક્ષેત્રના વિકાસ કાર્યોને ગતિ આપવાની પ્રતિબદ્ધતા ધરાવે છે.
Pradyuman Vaja | પ્રદ્યુમન વાજાએ મંત્રી તરીકે ચાર્જ સંભાળ્યો | Gujarat First
— Gujarat First (@GujaratFirst) October 18, 2025
સામાજિક ન્યાય અધિકારીતા તરીકે સંભાળ્યો ચાર્જ
પ્રાથમિક, માધ્યમિક શિક્ષણની કામગીરી સંભાળશે
ટેકનિકલ શિક્ષણ મંત્રી તરીકે ચાર્જ સંભાળ્યો
મોટી સંખ્યામાં શુભેચ્છકો રહ્યા ઉપસ્થિત@drpradyumanvaja#Gujarat… pic.twitter.com/oXNXAfxNy2
કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીએ વિધિવત રીતે સંભાળ્યો ચાર્જ
October 18, 2025 2:14 pm
ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલ-1 ખાતે કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીએ વિધિવત રીતે પોતાના પદનો ચાર્જ સંભાળ્યો. ચાર્જ લેતા પહેલા કેબિનના પ્રવેશ દ્વાર પર પૂજાવિધિ કરવામાં આવી, જેમાં વિભાગના અધિકારીઓ અને મોટી સંખ્યામાં સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા. પદભાર ગ્રહણ પ્રસંગે જીતુ વાઘાણીએ જણાવ્યું કે તેઓ તેમના વિભાગના વિકાસ કાર્યોને ઝડપી ગતિથી આગળ વધારવા માટે પ્રતિબદ્ધ છે.
Jitu Vaghani | કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીએ ચાર્જ સંભાળ્યો
— Gujarat First (@GujaratFirst) October 18, 2025
સ્વર્ણિમ સંકુલ 1માં બીજા માળે સંભાળ્યો ચાર્જ
જીતુ વાઘાણીએ પૂજા વિધિ કરીને ચાર્જ સંભાળ્યો
ચાર્જ સંભાળતી વખતે મોટી સંખ્યામાં સમર્થકો હાજર@jitu_vaghani #Gujarat #Gandhinagar #JituVaghani #CabinetExpansion #HarshSanghavi… pic.twitter.com/KEI4my5Rcp
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વિધિવત રીતે સંભાળ્યો ચાર્જ
October 18, 2025 2:11 pm
ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલ-1 ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ વિધિવત પૂજાવિધિ કરીને પોતાના પદનો ચાર્જ સંભાળ્યો. તેમને બીજા માળે ચેમ્બર ફાળવવામાં આવી છે, જ્યાં પદભાર ગ્રહણ પ્રસંગે મોટી સંખ્યામાં શુભેચ્છકો હાજર રહ્યા હતા. હર્ષભાઈ સંઘવીએ આ અવસરે રાજ્યના વિકાસ કાર્યોને વધુ ગતિ આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી અને જણાવ્યું કે લોકોનો વિશ્વાસ જ તેમની સૌથી મોટી શક્તિ છે.
નાયબ મુખ્યમંત્રી હર્ષભાઇ સંઘવીએ સંભાળ્યો ચાર્જ
— Gujarat First (@GujaratFirst) October 18, 2025
સ્વર્ણિમ સંકુલ-1ના બીજા માળે હર્ષભાઇને ફાળવાઇ ચેમ્બર
પૂજા વિધિ કરીને નાયબ મુખ્યમંત્રી તરીકે હર્ષભાઇએ સંભાળ્યો ચાર્જ
મોટી સંખ્યામાં હર્ષભાઇ સંઘવીના શુભેચ્છકો ઉપસ્થિત@sanghaviharsh
#CabinetExpansion #HarshSanghavi #BhupendraPatel… pic.twitter.com/Wp3D3JhTd6
ઋષિકેશભાઈ પટેલે ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી તરીકે સંભાળ્યો ચાર્જ
October 18, 2025 2:09 pm
ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલમાં ઋષિકેશભાઈ પટેલે વિધિવત રીતે ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી તરીકેનો ચાર્જ સંભાળ્યો. સાથે સાથે તેઓ પંચાયત અને ગ્રામગૃહ નિર્માણ વૈધાનિક વિભાગની કામગીરી પણ સંભાળશે. પદભાર ગ્રહણ પ્રસંગે મોટી સંખ્યામાં શુભેચ્છકો તેમની મુલાકાતે પહોંચ્યા હતા અને તેમને અભિનંદન પાઠવ્યા હતા. ઋષિકેશભાઈએ જણાવ્યું કે રાજ્યના ઉર્જા ક્ષેત્રમાં નવી તકનીકોનો ઉપયોગ કરીને વધુ કાર્યક્ષમતા લાવવા અને ગ્રામ વિકાસના પ્રકલ્પોને વેગ આપવા માટે સરકાર પ્રતિબદ્ધ છે.
સ્વર્ણિમ સંકૂલમાં મંત્રી ઋષિકેશભાઇ પટેલે સંભાળ્યો ચાર્જ
— Gujarat First (@GujaratFirst) October 18, 2025
ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી પદે ઋષિકેશભાઇએ સંભાળ્યો ચાર્જ
પંચાયત અને ગ્રામગૃહ નિર્માણ વૈધાનિકની કામગીરી સંભાળશે
ઋષિકેશભાઇ પટેલને મળવા મોટી સંખ્યામાં શુભેચ્છકો ઉમટ્યા@irushikeshpatel #CabinetExpansion #HarshSanghavi… pic.twitter.com/MtMBXwlwOI
કાંતિ અમૃતિયાએ શ્રમ અને કૌશલ્ય વિકાસ મંત્રી તરીકે સંભાળ્યો ચાર્જ
October 18, 2025 2:06 pm
ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલમાં કાંતિ અમૃતિયાએ વિધિવત પૂજાવિધિ બાદ શ્રમ અને કૌશલ્ય વિકાસ મંત્રી તરીકે ચાર્જ સંભાળ્યો. પદભાર ગ્રહણ કર્યા બાદ તેમણે જણાવ્યું કે રાજ્યમાં રોજગાર અને કૌશલ્ય વિકાસ માટે સરકારે સતત પ્રયત્નો કર્યા છે. ગત વર્ષે યોજાયેલા ભરતી મેળાઓ દ્વારા આશરે 55 થી 60 હજાર યુવાનોને નોકરી મળી હતી. અમૃતિયાએ જણાવ્યું કે આવનારા વર્ષે 1 લાખથી વધુ લોકોને રોજગાર આપવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે, જેથી ગુજરાતના યુવાનોને પોતાના રાજ્યમાં જ રોજગારના ઉત્તમ અવસરો મળી શકે.
શ્રમ અને કૌશલ્ય મંત્રી તરીકે કાંતિ અમૃતિયાએ સંભાળ્યો ચાર્જ
— Gujarat First (@GujaratFirst) October 18, 2025
પૂજાવિધિ બાદ કાંતિ અમૃતિયાએ સ્વર્ણિમ સંકૂલમાં સંભાળ્યો ચાર્જ
ગત વર્ષ ભરતી મેળામાં 55 થી 60 હજાર લોકોને મળી નોકરીઃ અમૃતિયા
આગામી વર્ષે 1 લાખ લોકોને નોકરી આપવાનો ટાર્ગેટઃ અમૃતિયા@Kanti_amrutiya #CabinetExpansion… pic.twitter.com/RquW7yb3OH
રિવાબા જાડેજાએ રાજ્યકક્ષાના મંત્રી તરીકે સંભાળ્યો ચાર્જ
October 18, 2025 2:05 pm
ગાંધીનગરમાં રિવાબા જાડેજાએ રાજ્યકક્ષાના મંત્રી તરીકે વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો. તેમણે પૂજા વિધિ બાદ ખુરસી પર બેસીને પદભાર ગ્રહણ કર્યો હતો. આ પ્રસંગે તેમના પતિ અને ક્રિકેટર રવિન્દ્ર જાડેજા તથા પુત્રી પણ હાજર રહ્યા હતા. ચાર્જ સંભાળ્યા બાદ રિવાબાએ જણાવ્યું કે શિક્ષણ ક્ષેત્રે ગુજરાતને વધુ અગ્રેસર બનાવવા માટે સતત પ્રયત્ન કરશે. તેમણે શિક્ષણની ગુણવત્તામાં સુધાર લાવવાનું અને ખામીઓને દૂર કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. રવિન્દ્ર જાડેજાએ પણ કહ્યું કે રાજ્યમાં શિક્ષણની વ્યવસ્થામાં જે ખામીઓ છે, તે સુધારવા માટે સતત પ્રયાસ કરવામાં આવશે.
Ravindra Jadeja | "ગુજરાતના શિક્ષણ વિભાગમાં
— Gujarat First (@GujaratFirst) October 18, 2025
સુધાર લાવવાની જરૂર છે" | Gujarat First@Rivaba4BJP @imjadeja #Gujarat #Rajkot #RavindraJadeja #EducationReform #GujaratEducation #PublicStatement #GujaratFirst pic.twitter.com/Jqy8ypnPsd
એવો મંત્ર બોલો કે અહીં આવતા સૌના કામ થઈ જાય : Dy CM હર્ષ સંઘવી
October 18, 2025 1:29 pm
ગાંધીનગર સ્થિત સ્વર્ણિમ સંકુલ-1 ના બીજા માળે ફાળવવામાં આવેલી ચેમ્બરમાં હર્ષભાઇ સંઘવીએ નાયબ મુખ્યમંત્રી તરીકે વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો. પૂજા વિધિ કર્યા બાદ તેમણે પદભાર ગ્રહણ કર્યો. આ પ્રસંગે મોટી સંખ્યામાં તેમના શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા. ચાર્જ સંભાળતા પહેલાં તેમણે ઉપસ્થિત લોકોને સંબોધીને કહ્યું હતું કે, "એક મંત્ર એવો બોલો કે અહીંયા આવનારા દરેકના કામ થઇ જાય", જેનાથી લોકોમાં તેમના કામ પ્રત્યેની સકારાત્મકતા અને પ્રતિબદ્ધતાની લાગણી જન્મી હતી.
Harsh Sanghavi | "એક મંત્ર એવો બોલો કે અહીંયા આવનારા દરેકના કામ થઇ જાય" | Gujarat First
— Gujarat First (@GujaratFirst) October 18, 2025
નાયબ મુખ્યમંત્રી હર્ષભાઇ સંઘવીએ સંભાળ્યો ચાર્જ
સ્વર્ણિમ સંકુલ-1ના બીજા માળે હર્ષભાઇને ફાળવાઇ ચેમ્બર
પૂજા વિધિ કરીને નાયબ મુખ્યમંત્રી તરીકે હર્ષભાઇએ સંભાળ્યો ચાર્જ
મોટી સંખ્યામાં હર્ષભાઇ… pic.twitter.com/olQPmkZHfI
મંત્રી બન્યા બાદ MLA પી સી બરંડાએ કર્યા શામળાજીમાં દર્શન
October 18, 2025 12:57 pm
ગુજરાત સરકારના મંત્રીમંડળમાં રાજ્યકક્ષાના મંત્રી તરીકે સ્થાન મળ્યા બાદ અરવલ્લીના ભિલોડાના ધારાસભ્ય પી.સી. બરંડાએ સૌપ્રથમ શામળાજી ખાતે ભગવાન શામળિયા સમક્ષ શીશ ઝુકાવીને દર્શન કર્યા હતા અને આશીર્વાદ લીધા હતા. આ પ્રસંગે કાર્યકર્તાઓએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. મંત્રી બરંડાએ કેન્દ્રીય અને રાજ્ય નેતૃત્વનો આભાર માનતા જણાવ્યું હતું કે એક આદિવાસી વિસ્તારના ધારાસભ્ય તરીકે તેમની પસંદગી કરવામાં આવી છે અને તેઓ પોતાના વિસ્તારના વિકાસ માટે સંપૂર્ણપણે કટિબદ્ધ છે. આ દર્શન સાથે જ તેમણે જનતાના કાર્યોની શરૂઆત કરી દીધી છે.
મંત્રી બન્યા બાદ પી.સી. બરંડાએ કર્યા શામળાજીના દર્શન
— Gujarat First (@GujaratFirst) October 18, 2025
ભગવાન શામળિયાને શીશ ઝુકાવી પી.સી. બરંડાએ કર્યા દર્શન
રાજ્ય કક્ષાના મંત્રી બન્યા બાદ કાર્યકર્તાઓએ કર્યું સ્વાગત
કેન્દ્રીય અને રાજય નેતૃત્વનો માન્યો આભાર
મારા વિસ્તારના વિકાસ માટે કટિબદ્ધ: બરંડા
આદિવાસી વિસ્તારના ધારાસભ્ય… pic.twitter.com/rg9oqXizVP
મંત્રી કનુભાઈ દેસાઈનું વાપી ખાતે ભવ્ય સ્વાગત
October 18, 2025 12:37 pm
ગુજરાત રાજ્યના મંત્રીમંડળમાં ફરી સ્થાન મળ્યા બાદ પારડીના ધારાસભ્ય અને નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ જ્યારે ગાંધીનગરથી વાપી પહોંચ્યા, ત્યારે ભાજપના કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં ઉદ્યોગપતિઓએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. વાપી કાર્યાલય ખાતે ઢોલ-નગારા, ફટાકડા અને પુષ્પવર્ષા સાથે મંત્રીનું ઉષ્માભર્યું અભિવાદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ નવા મંત્રીમંડળને આવકાર આપતાં જણાવ્યું હતું કે યુવા મંત્રીઓને સ્થાન મળવાથી સરકાર હવે ડબલ તાકાત અને જોશ સાથે વિકાસનો ગ્રોથ કરશે. તેમને નાણાં મંત્રાલયની સાથે શહેરી વિકાસ મંત્રાલયની જવાબદારી મળવા બદલ તેમણે ખાતરી આપી હતી કે આવનારા દિવસોમાં વસ્તીના આધારે વિકાસ કાર્યોને અગ્રતા આપવામાં આવશે. અંતે, તેમણે રાજ્યની જનતાને દિવાળીના પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી.
રાજ્યના મંત્રીમંડળમાં કનુભાઈ દેસાઈને ફરી સ્થાન મળ્યું
— Gujarat First (@GujaratFirst) October 18, 2025
ગાંધીનગરથી વાપી આવેલા કનુભાઈ દેસાઈનું ભવ્ય સ્વાગત
કાર્યકર્તાઓ દ્વારા ફટાકડા ફોડી પુષ્પવર્ષા કરી સ્વાગત કરાયું
મોટી સંખ્યામાં ઉદ્યોગપતિ, કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા
નાણા મંત્રી કનુભાઈ દેસાઈએ નવા મંત્રી મંડળને આવકાર આપ્યો
રાજ્યની… pic.twitter.com/Ru6hCIIPLN
ગાંધીનગર : સ્વર્ણિમ સંકુલ-2 ના ગ્રાઉન્ડ ફ્લોર પર નવા મંત્રીઓની નેમ પ્લેટ લગાવાઈ
October 18, 2025 12:32 pm
ગુજરાત સરકારના તાજેતરના કેબિનેટ વિસ્તરણ અને નવા મંત્રીમંડળની રચના બાદ, વહીવટી કેન્દ્ર ગાંધીનગર સ્થિત સ્વર્ણિમ સંકુલ-2 માં બદલાવની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. મુલાકાતીઓની સરળતા અને સગવડતા માટે એસ.એસ.-2 ના ગ્રાઉન્ડ ફ્લોર પર મંત્રીઓના ફ્લોર-વાઇસ નામ અને હોદ્દા દર્શાવતી નેમ પ્લેટો બદલવામાં આવી છે. પૂર્વ મંત્રીઓના સ્થાને હવે નવનિયુક્ત મંત્રીઓના નામની નેમ પ્લેટો લગાવી દેવામાં આવી છે.
દાદા સરકાર 2.0ના
— Gujarat First (@GujaratFirst) October 18, 2025
નવા મંત્રીઓને ફાળવાઇ ચેમ્બર | Gujarat First
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સરકારના નવા મંત્રીઓને ફાળવાઇ ચેમ્બર
CM ભૂપેન્દ્રભાઇ પાસે સ્વર્ણિમ સંકુલ વનનો ત્રીજો અને ચોથો માળ
સ્વર્ણિમ સંકુલ વનના બીજા માળે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ચેમ્બર
કૃષિ મંત્રી જીતુ વાઘાણી… pic.twitter.com/aIARLq8gfC
રાજ્યકક્ષાના મંત્રી બન્યા બાદ સ્વરૂપજી ઠાકોરની બનાસકાંઠા-વાવ જિલ્લાની પ્રથમ મુલાકાત
October 18, 2025 12:24 pm
ગુજરાત સરકારના રાજ્યકક્ષાના મંત્રીમંડળમાં સ્થાન મળ્યા બાદ સ્વરૂપજી ઠાકોર આજે તેમના ગૃહ જિલ્લા બનાસકાંઠા અને વાવ-થરાદની પ્રથમ સત્તાવાર મુલાકાતે છે. પ્રવાસની શરૂઆત કરતા પહેલા તેમણે પોતાના પરિવાર સાથે મોં મીઠું કરી, ઇષ્ટદેવોની પૂજા-અર્ચના કરી હતી અને પિતાજીના આશીર્વાદ લીધા હતા. મુલાકાત પહેલા ગુજરાત ફર્સ્ટ સાથેની ખાસ વાતચીતમાં સ્વરૂપજી ઠાકોરે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, "હું પક્ષ અને મતદારોના ભરોસા ઉપર ચોક્કસ ખરો ઉતરીશ અને તમામના પ્રશ્નો હલ કરીશ." પ્રવાસ કાર્યક્રમ મુજબ, તેઓ બપોરે 12:00 વાગ્યે બનાસકાંઠા ભાજપના કમલમ કાર્યાલય ખાતે પહોંચશે. ત્યારબાદ બપોર પછી વાવ-થરાદ જિલ્લાના નાના કાપરા ગામે રઘુનાથ આશ્રમ અને લાખણીના ગેળા ગામે શ્રીફળિયા હનુમાનના મંદિરે દર્શન કરશે. અંતે, સાંજના સમયે તેઓ ધરણીધર તાલુકાના ઢીમા ખાતે ધરણીધર ભગવાનના દર્શન કરીને આશીર્વાદ મેળવશે.
રાજ્યકક્ષાના મંત્રી સ્વરૂપજી ઠાકોર પહોંચ્યા વતન
— Gujarat First (@GujaratFirst) October 18, 2025
મંત્રીમંડળમાં સ્થાન મળ્યા બાદ સ્વરૂપજી પહોંચ્યા વાવ થરાદ
હું પક્ષ અને મતદારોના ભરેસા પર ખરો ઉતરીશઃ સ્વરૂપજી
"પક્ષ અને સરકારે મારા પર ભરોસો મુક્યો તે બદલ આભાર"
મારા વિસ્તાર સહિતના લોકોના પ્રશ્નો હલ કરીશઃ સ્વરૂપજી@swarupthakorbjp… pic.twitter.com/OQYYGCMlwG
મંત્રીઓને ચેમ્બરની ફાળવણી પૂર્ણ, જન કલ્યાણના કાર્યનો આજથી પ્રારંભ
October 18, 2025 11:50 am
ગુજરાત સરકારના કેબિનેટ વિસ્તરણ બાદ મંત્રીઓને ખાતાઓની ફાળવણી થઈ ગયા પછી, હવે ગાંધીનગર સ્થિત સ્વર્ણિમ સંકુલમાં તેમને સત્તાવાર રીતે ચેમ્બરની ફાળવણી પણ કરી દેવામાં આવી છે. આ ફાળવણી સાથે, રાજ્યના તમામ નવનિયુક્ત નેતાઓ આજથી જન કલ્યાણના કામકાજમાં પોતાનો સમય આપવાની અને વહીવટી પ્રક્રિયાઓને ગતિ આપવાની શરૂઆત કરશે. મંત્રીઓના કાર્યાલયો સજ્જ થતાં, હવે સરકાર સંપૂર્ણ જોશ સાથે જનતાના કામો પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે સજ્જ બની છે.
સ્વર્ણિમ સંકુલ-2 ના પહેલા માળે સ્વતંત્ર હવાલો ધરાવતા મંત્રીઓની ચેમ્બર
October 18, 2025 10:55 am
ગુજરાત સરકારમાં રાજ્યકક્ષાના સ્વતંત્ર હવાલો ધરાવતા મંત્રીઓને ગાંધીનગર સ્થિત સ્વર્ણિમ સંકુલ-2 માં કાર્યાલય ફાળવવામાં આવ્યા છે. આ મંત્રીઓ માટે સંકુલના પહેલા માળે ચેમ્બરની ફાળવણી કરવામાં આવી છે, જ્યાંથી તેઓ તેમના વિભાગોનું સ્વતંત્ર રીતે સંચાલન કરશે.
સ્વર્ણિમ સંકુલ-2 માં રાજ્યકક્ષાના મંત્રીઓને ચેમ્બરની ફાળવણી
October 18, 2025 10:50 am
ગાંધીનગર સ્થિત સરકારી વહીવટના બીજા મહત્વના કેન્દ્ર એવા સ્વર્ણિમ સંકુલ-2 માં પણ રાજ્યકક્ષાના મંત્રીઓને તેમના કાર્યાલયની ફાળવણી કરવામાં આવી છે. કેબિનેટ વિસ્તરણમાં સ્થાન પામેલા તમામ રાજ્યકક્ષાના મંત્રીઓ હવે આ સંકુલમાંથી પોતપોતાના વિભાગોનું સંચાલન કરશે. આ ચેમ્બરોની ફાળવણી સાથે, નવા મંત્રીમંડળે હવે સત્તાવાર રીતે પોતાના વિભાગોના કાર્યોને ગતિ આપવાનું શરૂ કરી દીધું છે,
સ્વર્ણિમ સંકુલ-1 ના પહેલા માળે 5 કેબિનેટ મંત્રીઓને ચેમ્બરની ફાળવણી
October 18, 2025 10:14 am
ગુજરાત સરકારના વહીવટી કેન્દ્ર સ્વર્ણિમ સંકુલ-1 ના પહેલા માળે આજે મંત્રીઓના કાર્યાલયની ફાળવણી કરવામાં આવી છે. રાજ્યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈની ચેમ્બર આ માળ પર યથાવત્ રાખવામાં આવી છે. આ ઉપરાંત, અન્ય 4 કેબિનેટ મંત્રીઓ—નરેશ પટેલ, અર્જુન મોઢવાડિયા, પ્રદ્યુમન વાજા, અને રમણભાઈ સોલંકીને પણ પહેલા માળે ચેમ્બરની ફાળવણી કરવામાં આવી છે. આ પાંચેય મહત્ત્વપૂર્ણ મંત્રીઓ હવે અહીંથી રાજ્યના નાણાકીય, આદિજાતિ વિકાસ, વન અને પર્યાવરણ સહિતના મુખ્ય વિભાગોનું સંચાલન કરશે.
સ્વર્ણિમ સંકુલ-1 ના બીજા માળે નાયબ મુખ્યમંત્રી સહિત 4 મંત્રીઓને ચેમ્બરની ફાળવણી
October 18, 2025 10:08 am
ગુજરાત સરકારના તાજેતરના કેબિનેટ વિસ્તરણ બાદ, ગાંધીનગર સ્થિત સ્વર્ણિમ સંકુલ-1 ના બીજા માળે 4 મહત્વના મંત્રીઓને સત્તાવાર ચેમ્બરની ફાળવણી કરવામાં આવી છે. આ ફાળવણીમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, કૃષિ મંત્રી જીતુ વાઘાણી, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી ઋષિકેશ પટેલ, અને કેબિનેટ મંત્રી કુવરજી બાવળિયાનો સમાવેશ થાય છે. આ તમામ મંત્રીઓ હવે આ સંકુલના બીજા માળેથી પોતપોતાના વિભાગોનું સંચાલન કરશે અને રાજ્યના વહીવટમાં પોતાનું યોગદાન આપશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પાસે સ્વર્ણિમ સંકુલ-1 નો ત્રીજો અને ચોથો માળ યથાવત્
October 18, 2025 10:05 am
ગુજરાત સરકારમાં તાજેતરના કેબિનેટ વિસ્તરણ અને ખાતાની ફાળવણી બાદ પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાનું કાર્યસ્થળ યથાવત્ રાખ્યું છે. મુખ્યમંત્રી કાર્યાલય (CMO) અને તેમની અંગત ઓફિસ માટે ગાંધીનગર સ્થિત સ્વર્ણિમ સંકુલ-1 નો ત્રીજો અને ચોથો માળ તેમને ફાળવવામાં આવ્યો છે, જે તેમના કાર્યભાર હેઠળ યથાવત્ રહેશે.
CM ભૂપેન્દ્ર પટેલ સરકારના નવા મંત્રીઓને ફાળવાઇ ચેમ્બર | Gujarat First @Bhupendrapbjp @CMOGuj @sanghaviharsh @jitu_vaghani @kunvarjibavalia @irushikeshpatel @KanuDesai180 @arjunmodhwadia @PMOIndia @narendramodi @AmitShah #Gujarat #Gandhinagar #CabinetExpansion #BhupendraPatel… pic.twitter.com/89pVGxgLtH
— Gujarat First (@GujaratFirst) October 18, 2025
કેબિનેટ મંત્રી નરેશ પટેલે આદિજાતિ વિકાસ મંત્રાલયનો કાર્યભાર સંભાળ્યો
October 18, 2025 9:44 am
ગુજરાત સરકારના કેબિનેટ વિસ્તરણ બાદ નવનિયુક્ત મંત્રી નરેશ પટેલ આજે વિધિવત રીતે આદિજાતિ વિકાસના કેબિનેટ મંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે. ગાંધીનગરમાં આવેલ સ્વર્ણિમ સંકુલ-1 ના પહેલા માળે તેમને સત્તાવાર ઓફિસ ફાળવવામાં આવી છે. ચાર્જ સંભાળતી વખતે તેમણે આદિજાતિ સમુદાયના વિકાસ અને ઉત્થાન માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી, અને જણાવ્યું હતું કે રાજ્ય સરકારની યોજનાઓને અસરકારક રીતે અમલમાં મૂકવી તે તેમની પ્રાથમિકતા રહેશે. આ સાથે જ તેઓએ પોતાનું કાર્યકાળ શરૂ કર્યું છે.
નવા મંત્રીઓનો કાર્યભાર સંભાળવાનો દિવસ
October 18, 2025 9:17 am
ગઈકાલે શુક્રવારના રોજ શપથ લીધા બાદ, આજે નવા નિમાયેલા મંત્રીઓ સત્તાવાર રીતે પોતપોતાના વિભાગોનો કાર્યભાર સંભાળશે.
ભૂપેન્દ્ર પટેલ 2.0 સરકારના મંત્રીઓને ચેમ્બરની ફાળવણી
October 18, 2025 8:34 am
ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળના નવનિયુક્ત મંત્રીમંડળની રચના બાદ, મંત્રીઓને સત્તાવાર રીતે ચેમ્બરની ફાળવણી કરવામાં આવી છે, જેનાથી 'દાદા સરકાર' 2.0 ના વહીવટી માળખાએ આકાર લીધો છે. રાજ્યના શાસનનું કેન્દ્ર એવા સ્વર્ણિમ સંકુલમાં, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સંકુલ-1 ના ત્રીજા અને ચોથા માળ પર સ્થાન મળ્યું છે, જે સર્વોચ્ચ વહીવટી સત્તાનું કેન્દ્ર બની રહેશે. નાયબ મુખ્યમંત્રી (DyCM) હર્ષભાઈ સંઘવીને સંકુલ-1 ના બીજા માળે ચેમ્બર ફાળવવામાં આવી છે, જે તેમનું મહત્ત્વપૂર્ણ સ્થાન દર્શાવે છે. કેબિનેટ કક્ષાના અન્ય વરિષ્ઠ પ્રધાનો જેવા કે કૃષિ મંત્રી જીતુ વાઘાણી, કુવરજી બાવળીયા અને ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલને પણ ચેમ્બર ફાળવાઈ છે. નાણાં મંત્રી કનુ દેસાઈ, નરેશ પટેલ, અર્જુન મોઢવાડિયા, પ્રદ્યુમન વાજા અને રમણભાઈ સોલંકીને સ્વર્ણિમ સંકુલ-1 ના પહેલા માળે સ્થાન આપવામાં આવ્યું છે. જ્યારે રાજ્યકક્ષામાં સ્વતંત્ર હવાલો ધરાવતા મંત્રીઓ માટે સંકુલ-1 ના પહેલા માળનો ઉપયોગ થશે, અને અન્ય રાજ્યકક્ષાના મંત્રીઓની ચેમ્બર સ્વર્ણિમ સંકુલ-2 ના બીજા માળે ફાળવવામાં આવી છે. આમ, સ્વર્ણિમ સંકુલ હવે નવા મંત્રીઓના આગમન સાથે શાસનના નવા યુગ માટે સંપૂર્ણપણે સજ્જ થઈ ગયું છે.
Dada Sarkar 2.0 ના નવા મંત્રીઓને ફાળવાઇ ચેમ્બર | Gujarat First
— Gujarat First (@GujaratFirst) October 18, 2025
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સરકારના નવા મંત્રીઓને ફાળવાઇ ચેમ્બર
CM ભૂપેન્દ્રભાઇ પાસે સ્વર્ણિમ સંકુલ વનનો ત્રીજો અને ચોથો માળ
સ્વર્ણિમ સંકુલ વનના બીજા માળે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ચેમ્બર
કૃષિ મંત્રી જીતુ વાઘાણી… pic.twitter.com/wcVta4BcmV
DyCM હર્ષ સંઘવીની સાર્થક અને હૃદયસ્પર્શી અપીલ
October 18, 2025 8:14 am
ગુજરાતના રાજકારણમાં યુવા અને સક્રિય નેતા તરીકે ઉભરી આવેલા નાયબ મુખ્યમંત્રી (DyCM) હર્ષ સંઘવીએ શપથ લીધા બાદ તરત જ જનતા સમક્ષ એક અસામાન્ય અને પ્રેરણાદાયક અપીલ કરી છે. સામાન્ય રીતે નવા પદ પર આવતા નેતાઓનું સ્વાગત બેનરો અને હોર્ડિંગ્સથી થતું હોય છે, પરંતુ DyCM સંઘવીએ આ પરંપરાથી દૂર રહેવાની વિનંતી કરી છે. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે, તેમને શુભેચ્છાઓ પાઠવવા માટે બેનરો કે હોર્ડિંગ્સ પાછળ પૈસા ખર્ચવાને બદલે, તે જ રકમનો ઉપયોગ સામાજિક સેવાના કાર્યો માટે કરવો જોઈએ. તેમની આ અપીલ પાછળનો હેતુ ઘણો ઊંડો છે: સત્તાને વ્યક્તિગત પ્રસિદ્ધિનું નહીં, પણ સેવાનું માધ્યમ બનાવવું. DyCM સંઘવીએ લોકોને ખાસ વિનંતી કરી કે તેઓ જરૂરિયાતમંદ લોકોના જીવનમાં મદદરૂપ થઈને 'પ્રકાશ' ફેલાવે.
ખાતાઓની વહેંચણી થતાં કેબિનેટની બેઠક પૂર્ણ DyCM હર્ષભાઈ સંઘવીને ગૃહ ખાતું સોંપાયું હર્ષભાઈ સંઘવીએ તમામ નવા મંત્રીઓને આપ્યા અભિનંદન@CMOGuj @Bhupendrapbjp @sanghaviharsh #DyCM #HarshSanghvi #NewCabinet #GovernmentReshuffle #BJPGujarat #DadaSarkar #CMBhupendraPatel pic.twitter.com/W3FuXfKK8n
— Gujarat First (@GujaratFirst) October 17, 2025
પ્રથમ કેબિનેટ બેઠક
October 18, 2025 8:09 am
શપથવિધિ પૂર્ણ થયા બાદ તરત જ, સ્વર્ણિમ સંકુલ ખાતે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને પ્રથમ કેબિનેટ બેઠકનું આયોજન થયું. આ બેઠક સૌથી મહત્ત્વપૂર્ણ હતી, કારણ કે તેમાં તમામ નવા અને જૂના મંત્રીઓને તેમના ખાતાઓની ફાળવણી કરવામાં આવી. સરકારના સુચારુ વહીવટ માટે આ ખાતાઓની વહેંચણી ખૂબ જ નાજુક અને મહત્ત્વની પ્રક્રિયા હોય છે, જેમાં દરેક મંત્રીઓની ક્ષમતા, અનુભવ અને સામાજિક-પ્રાદેશિક પ્રતિનિધિત્વનું ધ્યાન રાખવામાં આવ્યું છે. આ ફાળવણીથી હવે ભૂપેન્દ્ર પટેલ 2.0 સરકાર સત્તાવાર રીતે તેના પૂર્ણ સ્વરૂપમાં કાર્યરત થઈ ગઈ છે.
Gujarat New Cabinet: ખાતાની ફાળવણીમાં મોટી સરપ્રાઈઝ જાણો કોને મળ્યું કયું ખાતું ? | Gujarat First https://t.co/JciUaVjcaB
— Gujarat First (@GujaratFirst) October 17, 2025
શપથવિધિમાં કેન્દ્રીય નેતાઓની હાજરી
October 18, 2025 8:05 am
ગાંધીનગરના ભવ્ય મહાત્મા મંદિર ખાતે યોજાયેલા શપથવિધિ સમારોહમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા અને રાષ્ટ્રીય મહામંત્રી બંસલની વિશેષ ઉપસ્થિતિ જોવા મળી હતી. આ ઉપરાંત, પૂર્વ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ, પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયા સહિત પૂર્વ પ્રધાનો અને ધારાસભ્યો પણ હાજર રહ્યા હતા. કેન્દ્રીય નેતાઓની હાજરી સૂચવે છે કે આ મંત્રીમંડળની રચના માત્ર સ્થાનિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને નહીં, પરંતુ આગામી રાષ્ટ્રીય ચૂંટણીઓ અને સંગઠનની વ્યૂહરચનાના ભાગરૂપે કરવામાં આવી છે.

