Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Gujarat News Today : આજે 30 મે 2026 ના દિવસે શું થશે ગુજરાતમાં?

Gujarat News Today: ગુજરાતભરમાં આજે અનેક મહત્વના વહીવટી અને સામાજિક નિર્ણયો લેવાયા છે, જે સીધી રીતે સામાન્ય નાગરિકો અને વિદ્યાર્થીઓના ભવિષ્ય પર અસર કરે છે. અમદાવાદના મોનસૂન પ્લાનિંગથી લઈને જેલના કેદીઓના શિક્ષણ અને ખેડૂતોની ડિજિટલ સુવિધા સુધીના આજના આ મહત્વપૂર્ણ સમાચારો પર એક નજર કરીએ.
gujarat news today   આજે 30 મે 2026 ના દિવસે શું થશે ગુજરાતમાં
Advertisement

Gujarat News Today : ગુજરાતભરમાં આજે અનેક મહત્વના વહીવટી અને સામાજિક નિર્ણયો લેવાયા છે, જે સીધી રીતે સામાન્ય નાગરિકો અને વિદ્યાર્થીઓના ભવિષ્ય પર અસર કરે છે. અમદાવાદના મોનસૂન પ્લાનિંગથી લઈને જેલના કેદીઓના શિક્ષણ અને ખેડૂતોની ડિજિટલ સુવિધા સુધીના આજના આ મહત્વપૂર્ણ સમાચારો પર એક નજર કરીએ.

Gujarat News Today : અમદાવાદ અને શિક્ષણ જગતના મહત્વના સમાચાર

અમદાવાદ AUDA દ્વારા પ્રથમ વખત મોનસૂન કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત ગુજરાત યુનિવર્સિટીએ જેલમાં રહીને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે આવા વિદ્યાર્થીઓને ઇન્ટર્નશિપ કરવી પડશે નહીં. યુનિવર્સિટીએ જાહેરાત કરી છે કે જેલમાં રહીને તેઓ હાલમાં જે કામ કરી રહ્યા છે, તેને જ ઇન્ટર્નશિપ તરીકે માન્ય ગણવામાં આવશે. આ નિર્ણયથી જેલના કેદી વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે વ્યવહારિક અનુભવને પણ માન્યતા મળશે.

Advertisement

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં સ્કીલ સેન્ટર શરૂ કરવામાં આવશે. વિદ્યાર્થીઓને આ સ્કીલ સેન્ટરમાં મફત કોર્પોરેટ ટ્રેનિંગ આપવામાં આવશે. સીએસઆર ફંડથી ચાલનારા સેન્ટરમાં વિદ્યાર્થીઓ પાસે થી ફી નહીં લેવામાં આવે. સચિન હજીરા ઇન્ડસ્ટ્રીની માંગને આધારે કોર્સ શરૂ કરવામાં આવશે. યુનિવર્સિટી અને ટાટા ગ્રુપ વચ્ચે મેગા પ્રોજેક્ટને બોર્ડ ઓફ મેનેજમેન્ટ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. જે અંતર્ગત યુનિવર્સિટીના કેમ્પસમાં જ ટાટાનું હાઇ ટેક સ્કીલ સેન્ટર શરૂ કરવામાં આવશે. વિદ્યાર્થીઓને આ સ્કિલ સેન્ટરમાં ઇન્ડસ્ટ્રીઝ

Advertisement

હાથણી માતા નદી પુનર્જીવન અભિયાન

સનાતન ધર્મમાં નદીઓને પવિત્ર ગણવામાં આવે છે, અને લોકમાતા તરીકે પૂજવામાં આવે છે. પરંતુ હાલની સ્થિતિમાં કેટલીક નદીઓ માત્ર ચોમાસામાં સજીવન બને છે. તેવી જ એક નદી છે પંચમહાલ જિલ્લાના ઘોઘંબા પંથકમાં વહેતી હાથણી માતા નદી..ચોમાસાની ઋતુમાં હાથણી નદી પર આવેલો ધોધ લોકોમાં ખુબ જ પ્રચલિત છે, પરંતુ આ નદી ચોમાસા સિવાયના સમયગાળા દરમ્યાન મૃતઃપ્રાય બની જાય છે. ત્યારે ઘોઘંબા તાલુકાના બાકરોલ નજીકથી પસાર થતી હાથણી માતા નદીને પુનર્જીવિત કરવા માટે હાથણી માતા નદી પરિક્રમા નું આયોજન કરાયું છે. હાથણી માતા પરિસર સમિતિ દ્વારા કરાયેલા આયોજનમાં સ્થાનિકો સહિત નદીની અવરજવર ની 14 કીમી લાંબી પગપાળા પરિક્રમા કરશે. ઉલ્લેખનીય છેકે હાથણી માતા ધોધ એ મધ્ય ગુજરાતમાં એક માત્ર સુપ્રસિદ્ધ ધોધ છે જ્યાં દર ચોમાસામાં હજારો સહેલાણીઓ સ્નાન કરવા અને કુદરતી સૌંદર્ય માણવા આવે છે.જોકે અહીં ખેડૂતો ને ભૂગર્ભ જળ સ્તર નીચું જતાં માત્ર ચોમાસાની ખેતી પર જ નિર્ભર રહેવું પડે છે.

સુરેન્દ્રનગર જીલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના કોંઢ ગામે ખાનગી કંપની દ્વારા ખેડૂતોની જમીનમાં વીજપોલ નાખવાની કામગીરી સામે ખેડૂતોમાં રોષની લાગણી ફેલાઈ છે. ખેડૂતોને યોગ્ય વળતર ચૂકવ્યા વગર જ કંપની દ્વારા પોલીસને સાથે રાખી બળજબરીથી વીજલાઇન નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી છે જેના વિરોધમાં આવતીકાલે સુરેન્દ્રનગર જીલ્લા કોંગ્રેસ અને ખેડૂતો દ્વારા મેળાના મેદાન થી કલેકટર કચેરી દ્વારા સુધી રેલી યોજી આવેદનપત્ર આપવામાં આવશે.

ખેડૂતોની સમસ્યાઓ અને ડિજિટલ ઉકેલ

ખેડૂતો માટે સમયે ખાતર મળવું જરૂરી હોય છે. પરંતુ ઘણીવાર ખાતર ન મળતા ખેડૂતોને મુશ્કેલી વેઠવી પડે છે. નવસારીના વાંસદા તાલુકામાં થોડા દિવસો અગાઉ ખાતર માટે ખડૂતોએ લાઇન લગાવવા પડી હતી. ત્યારે સરકાર દ્વારા ખેડૂતોને પડતી ખાતરની અછત નિવારવા ડિજિટલ સોલ્યુશન શોધ્યું છે. નવસારી જિલ્લામાં પ્રથમ પાયલોટ પ્રોજેક્ટ FSAS ફર્ટિલાઈઝર સેલ એપ્લિકેશન સિસ્ટમ શરૂ કરવામાં આવી રહી છે. જેના થકી ખેડૂતોને દુકાનો અને સહકારી મંડળીઓમાં ખાતરની ઉપલબ્ધતા ખબર પડશે અને પ્રિ બુકિંગ કરાવી શકશે. જેથી ખેડૂતોએ લાઇનમાં ઉભા રહેવું નહીં પડે. નવસારીમાં પ્રારંભિક ધોરણે શરૂ થતો પ્રોજેક્ટ કેટલો કારગર સાબિત થાય છે, એના રિપોર્ટના આધારે બાદમાં રાજ્યમાં લાગુ કરવાનું વિચારાશે.

અમરેલી જિલ્લા પંચાયતના નવનિયુક્ત પ્રમુખ તરીકે દક્ષાબેન ચોડવાડીયા આજે સવારે 9 વાગ્યે સત્તાવાર રીતે પદભાર સંભાળશે. તો વાવ-થરાદમાં આજે સવારે 11 વાગ્યે દિયોદર તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ પદ ની ચુંટણી યોજાશે. અગાઉ બે વખત ચૂંટણી રદ થઈ ચૂકી છે ફરી ત્રીજી વખત ચૂંટણી યોજાવા જઈ રહી છે.

પોરબંદર બરડો એશિયાઇટીક સિંહોનું બીજુ ઘર છે અને હાલ 18 જેટલા સીંહો મુકત રીતે જંગલ વિસ્તારમા મુકત રીતે ફરી રહ્યાં છે સિંહોમા બેબીસીયા વાયરસને લઇને પોરબંદર વનવિભાગ સર્તક બન્યુ છે સિંહોના હેલ્થ ચેકઅપ સહિતની કામગીરી કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો : Rashifal 30 May 2026 : અચાનક બદલાશે તમારું નસીબ! આજે આ રાશિના લોકો માટે સુવર્ણ તક

Tags :
Advertisement

.

×